પડદાનાં હિંસક દૃશ્યોની રિયલ સ્ટોરી:ફિલ્મમાં કપાયેલાં હાથ-પગ-માથું બનતા ત્રણ અઠવાડિયા લાગે, પ્રોસ્થેટિક કિટ 30 લાખ રૂપિયાની

મુંબઈ13 દિવસ પહેલાલેખક: અજિત રેડેકર
  • કૉપી લિંક

સવારના નવ વાગ્યાનો સમય છે. મુંબઈનું ઉન્નત નગર, બ્લોક નંબરઃ 43/341ના બીજા માળે બે રૂમવાળું ઘર. અહીંયાં અંદર જતાં જ ધડ, ખૂનથી લથપથ માથું, કપાયેલો હાથ પડ્યો છે. કેમિકલની દુર્ગંધથી માથું ભમી જાય છે. હું આગળ વધતા ખચકાટ અનુભવું છું. ત્યાં હાજર રહેલો એક વ્યક્તિ મારી સ્થિતિ પામી જાય છે. તે કહે છે કે ડરશો નહીં, આ બધું નકલી છે. મારા જીવમાં જીવ આવે છે. પછી તે પોતાનો પરિચય આપતા કહે છે, 'હું અમોદ દોશી છું. આ મારું ઘર નહીં, સ્ટુડિયો છે. હું 20 વર્ષથી બોલિવૂડમાં કામ કરું છું. તમે ઘણીવાર ફિલ્મ ને વેબસિરીઝમાં કલાકારોના ચહેરા અથવા શરીર પર ઈજાનાં નિશાન, ઈજામાંથી વહેતું લોહી, કપાયેલા હાથ-પગ-માથું જોયેલું હશે. આ બધું પ્રોસ્થેટિક મેકઅપની કમાલ છે. હું પ્રોસ્થેટિક ડિઝાઇનર છું અને મારી ટીમની સાથે મળીને કામ કરું છું.'

આ વાત સાંભળીને મારી જિજ્ઞાસા વધી જાય છે તો તે મને પ્રોસ્થેટિકની દુનિયાની અનેક વાતો જણાવે છે અને પોતાનો સ્ટુડિયો પણ બતાવે છે.

ફિલ્મમાં બતાવવામાં આવતા કપાયેલાં હાથ-પગ-માથું બનવામાં ત્રણ અઠવાડિયાથી વધુનો સમય લાગે છે.
ફિલ્મમાં બતાવવામાં આવતા કપાયેલાં હાથ-પગ-માથું બનવામાં ત્રણ અઠવાડિયાથી વધુનો સમય લાગે છે.

પ્રોસ્થેટિક મેકઅપ 3 સ્ટેપ્સમાં થાય છે.

પહેલું: અમોદ કહે છે કે મેકઅપ, બ્યૂટીની તુલનાએ પ્રોસ્થેટિક અલગ વાત છે. આના માટે નોર્મલ મેકઅપ આવડે તે જરૂરી નથી. પ્રોસ્થેટિક મેકઅપ કરતા પહેલાં પાત્ર ને લોકેશન અંગે પૂરું રિસર્ચ કરવું પડે છે. સામાન્ય રીતે પ્રોજેક્ટની સ્ટોરી રાઇટર-ડિરેક્ટર, લોકેશન તથા પાત્રને ધ્યાનમાં રાખીને નક્કી કરે છે કે કઈ સીક્વન્સમાં કેવા પ્રકારના પ્રોસ્થેટિકનો ઉપયોગ થશે. પાત્ર તથા સીનના લોકેશનના હિસાબે દરેક નાનામાં નાની વાત પર રિસર્ચ થાય છે, જેમ કે રાજસ્થાનના વ્યક્તિનો લુક કૉપી કરવો છે તો હાવ-ભાવ કેવા હોય છે, તે કેટલો સમય તડકામાં રહે છે, ચહેરાની બનાવટ તથા રંગ કેવો છે. આ તમામ પર રિસર્ચ કરીને મોલ્ડ તૈયાર કરવામાં આવે છે.

બીજું: અમોદ જણાવે છે કે પ્રોસ્થેટિક મેકઅમાં દરેક લુક માટે અલગ મોલ્ડ બનાવવો પડે છે. કેટલાંક મોલ્ડ સીનમાં માત્ર એક-બે શોટ માટે હોય છે. રોજ એક જેવો ચહેરો બનાવવા માટે સિલિકોન તથા રબરનો બેઝ બનાવવામાં આવે છે. આ માપ વગર બને કે નહીં. એક બેઝિક પ્રોસ્થેટિક પાત્રની સ્કિન બનાવવામાં અંદાજે 7 લેયર્સ સિલિકોન બેઝ લાગે છે. આ જ કારણે સાઇડ ઇફેક્ટ હોવાના ચાન્સ રહેતા નથી.

ત્રીજુ્ં: જે ચહેરાનો મોલ્ડ બનાવવામાં આવે છે, પહેલાં તેની ઇમ્પ્રેશન બનાવીએ છીએ. પછી ફિલ્મમાં સ્ટારનું જે રીતનું પાત્ર હોય છે તે પ્રમાણે પ્રોસ્થેટિક પ્રોપોરેશન, ક્લે પ્રોપોરેશનને યોગ્ય રીતે લગાવીને સિલિકોન મોલ્ડ તૈયાર કરીએ છીએ. ક્લેથી મોલ્ડ બનાવ્યા બાદ પાત્રના લુકના હિસાબે ડાઇ બનાવીએ અને તેને સૂકવવા માટે ખુલ્લામાં રાખીએ. પછી તેના પર કલરિંગ અને અન્ય કામ થાય છે.

આ ડાઇ સુકાઈ જાય પછી અમોદ તેમાં ફીલિંગનું કામ કરે છે.
આ ડાઇ સુકાઈ જાય પછી અમોદ તેમાં ફીલિંગનું કામ કરે છે.

20-30 લાખ રૂપિયાની પ્રોસ્થેટિક કિટ હોય છે
અમોદે કોસ્ટિંગ અંગે વાત કરતા કહ્યું હતું કે પ્રોસ્થેટિક મેકઅપની કિટ 20-30 લાખ રૂપિયાની હોય છે. સીનને ધ્યાનમાં રાખીને કોસ્ટિંગ કરવામાં આવે છે. જે પ્રોડક્ટ આ પ્રોસેસમાં યુઝ થાય છે તે પછી ફેંકી દેવામાં આવે છે. અન્ય વસ્તુઓ કેમિકલ્સનો ઉપયોગ કરીને પ્રિઝર્વ કરીએ છીએ. હાલમાં જ ઉડિયા ફિલ્મના 3 દિવસના કામ માટે 7 લાખ રૂપિયાનું કામ મળ્યું હતું. આ અત્યાર સુધીની સૌથી મોટી અમાઉન્ટ હતી.

યુવાન વ્યક્તિને વૃદ્ધ બતાવવો સૌથી અઘરું
અનેકવાર એક્ટર્સ પ્રોસ્થેટિક માટે કમિટડ હોવા છતાં બદલાયેલા લુકમાં ફેરફાર કરવાની રિક્વેસ્ટ કરે છે. આવી પરિસ્થિતિમાં ટીમ એક્ટરને પ્રોસ્થેટિક લગાવવા માટે મનાવે છે. આ પરિસ્થિતિ અંગે અમોદે કહ્યું હતું, 'મોટા ભાગે હું આર્ટિસ્ટ અંગે પહેલેથી જ અભ્યાસ કરી લઉં છું અને પછી તેને કેવી રીતે મારા કામ અંગે કન્વિન્સ કરું તે જોઉં છું. ત્યારબાદ તેના પર કામ શરૂ કરું છું. એક જ વ્યક્તિને પ્રોસ્થેટિકની મદદથી અલગ-અલગ પાત્રનો લુક આપવો અઘરો છે. જો કોઈ સેલિબ્રિટી કે હિસ્ટોરિકલ પાત્ર હોય તો સરળ બની જાય છે, કારણ કે તેની ઇમેજ આપણને ખબર હોય છે, પરંતુ વાર્તા પ્રમાણે કોઈ વ્યક્તિને વૃદ્ધ બનાવવાનો હોય તો તે મુશ્કેલ છે.'

પ્રોસ્થેટિકને કારણે ચહેરો ખરાબ થયાનો આક્ષેપ મૂક્યો હતો
'પ્રોસ્થેટિક કરાવતા પહેલાં કોન્ટ્રાક્ટ સાઇન કરવાની સિસ્ટમ મેં જ શરૂ કરી હતી. મારું આ ફોર્મેટ અનેક પ્રોડક્શન હાઉસમાં પણ યુઝ થાય છે. એક ટીવી શો માટે મેં કામ કર્યું હતું. તેના શોના એક આર્ટિસ્ટ સાથેનો મારો અનુભવ ખાસ નહોતો. તે 12-14 કલાક તડકામાં રહ્યો અને તેને કારણે તેને રિએક્શન આવ્યું હતું. તે આર્ટિસ્ટે મારા પર તથા પ્રોડક્શન હાઉસ પર બ્લેમ કર્યો હતો. ત્યાં સુધી કે તેણે પોલીસ ફરિયાદ કરી હતી. તેણે પ્રોસ્થેટિકને કારણે ચહેરો ખરાબ થવાનો આક્ષેપ કર્યો હતો. અમારા વકીલની મદદથી અનેક પુરાવા આપીને પરિસ્થિતિમાંથી બહાર આવ્યા હતા. આ ઘટના બાદથી અમે એક્ટર્સ પાસે કોન્ટ્રાક્ટ સાઇન કરાવીએ છીએ.'

હોલિવૂડના 1975ના પ્રોસ્થેટિક મેકઅપનો ઉપયોગ આજે બોલિવૂડમાં થાય છે
અમોદે જણાવ્યું હતું, 'પહેલાં વિદેશથી પ્રોસ્થેટિક મેકઅપ આર્ટિસ્ટને બોલાવવામાં આવતા હતા. આ બહુ જ મોંઘા હતા. આ આર્ટિસ્ટ માત્ર મોટા પ્રોડક્શન હાઉસને પોસાય તેમ હતાં. અનેકવાર તેમની પ્રોડક્ટ આપણા દેશના વાતાવરણને સૂટ પણ કરતી નહોતી. મેકર્સ પૈસા ખર્ચે તો પણ તેમણે ગ્રાફિક્સનો ઉપયોગ કરવો પડતો હતો. સાચી વાત એ છે કે આજે આપણે ભારતમાં જે ટેક્નિકનો ઉપયોગ કરીએ છીએ તે હોલિવૂડમાં 1975માં યુઝ થતી હતી. આ જ કારણે મેં એજ્યુકેશન આપવાનું શરૂ કર્યું છે. વિદેશમાં ભણવું દરેક માટે શક્ય નથી.'

હવે અમોદ દોશીની પ્રોસ્થેટિક ડિઝાઇનર બનવા સુધીની સફર
અમોદ દોશીને એક્ટર બનવું હતું, પરંતુ પ્રોસ્થેટિક મેકઅપ જોઈને ઈરાદો બદલી નાખ્યો. તેણે કહ્યું હતું કે દસમાની એક્ઝામ આપ્યા બાદ તેની પાસે બે મહિનાનો સમય હતો. આ દરમિયાન તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી એક જાહેરાત જોઈ. પછી એક્ટિંગ ક્લાસ જોઇન કર્યા. એક દિવસ એક્ટિંગ ક્લાસમાં મેકઅપનો ડેમો થયો અને પછી ચહેરા પર પુણેના જાણીતા આર્ટિસ્ટે પ્રોસ્થેટિક મેકઅપ કર્યો. મેકઅપની મદદથી ચહેરો બળી ગયો હોય તેવા લાગતો હતો. પ્રોસ્થેટિક મેકઅપમાં રસ વધવા લાગ્યો. તે દિવસે જ આ ફિલ્ડમાં આવવાનું નક્કી કર્યું. આ ફિલ્ડ અંગે ખાસ્સું રિસર્ચ કર્યું, બહુ બધું શીખ્યો. વિક્રમ ગાયકવાડ પાસેથી પ્રોસ્થેટિક મેકઅપ શીખવા માટે બે વર્ષ સુધી રાહ જોઈએ. તેમની સાથે સાત વર્ષ સુધી આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું.

અમોદે કહ્યું હતું કે 1996માં મરાઠી પ્રોજેક્ટ માટે 101 રૂપિયા મળ્યા હતા. પુણે છોડીને મુંબઈ આવતા સમયે ત્યાંના સ્થાનિક દુકાનદારે 101 રૂપિયા તથા કલરપેડ ગિફ્ટમાં આપ્યા હતા. આ બંને વસ્તુ આજે પણ તિજોરીમાં છે. અત્યાર સુધી 100થી વધુ ફિલ્મ કરી, જેમાં 35 તો હિંદી ફિલ્મ હતી. ભારતમાં સૌથી પહેલા પ્રોસ્થેટિક મેકઅપ એકેડેમી દીકરીના નામ પર 'ઓવી પ્રોસ્થેટિક એકેડમી' શરૂ કરી છે. આ એકેડેમી શરૂ થયે 6 વર્ષ જેટલો સમય થયો છે.

'ફના'માં આમિર ખાનનો પ્રોસ્થેટિક મેકઅપ અમોદે કર્યો હતો.
'ફના'માં આમિર ખાનનો પ્રોસ્થેટિક મેકઅપ અમોદે કર્યો હતો.

આમિર ખાનને કામ ગમ્યું હતું
અમોદે કહ્યું હતું કે આમિર ખાન ઘણો જ ટેલેન્ટેડ વ્યક્તિ છે. મારા એક મિત્રે મને આમિર અંગે વાત કરી હતી. તે ફિલ્મ માટે પ્રોસ્થેટિક આર્ટિસ્ટ શોધતા હતા. જ્યારે હું તેમને પહેલી જ વાર ટ્રાયલ આપવા ગયો તો તેમને સારો અનુભવ રહ્યો હતો. મારું કામ જોયું અને પછી તે જ પ્રોસ્થેટિક મેકઅપનો ઉપયોગ કરવાનું કહ્યું હતું. મેકઅપ કર્યા બાદ મારી પાસે જ મેકઅપ રીમૂવ કરાવ્યો હતો. ખાસ વાત એ હતી કે બીજાને ના ખબર હોય તેવી પ્રોડક્ટસના નામ આમિરને ખબર હતી. એક્ટરે 'લગાન' દરમિયાન આ બધું જોયું હતું. 'ફના' સમયે ઘણી સલાહ આપી હતી. તેમણે ઘણી ફિલ્મમાં મારું નામ સજેસ્ટ કર્યું છે. 'ધૂમ 2'માં લોકોએ તેમને કપાયેલા વાળ અંગે સવાલ કર્યો તો તેમણે કહ્યું હતું કે આ તો પ્રોસ્થેટિક છે.'

અન્ય સમાચારો પણ છે...