દુનિયાની સૌથી બીભત્સ ફિલ્મ 'કેનિબલ હોલોકોસ્ટ':રિયલ સીન બતાવવા માટે એક્ટર્સ પાસે રેપ કરાવવામાં આવ્યો, ડિરેક્ટર પર હીરોની હત્યાનો કેસ ચાલ્યો

19 દિવસ પહેલાલેખક: ઈફત કુરૈશી

આ વખતની વણકહી વાર્તા કંઈક અલગ જ છે. આજે અમે ફિલ્મસ્ટાર્સની નહીં, પરંતુ એ ફિલ્મ અંગે વાત કરીશું. એક ફિલ્મ બન્યા બાદ વિશ્વભરમાં હોબાળો થયો હતો. આ દુનિયાની સૌથી બીભત્સ, હિંસક તથા સૌથી વધુ ન્યૂડિટીવાળી ફિલ્મ માનવામાં આવે છે. આ ફિલ્મ 50 જેટલા દેશોમાં આજે પણ બૅન છે.

આ ફિલ્મનું નામ છે 'કેનિબલ હોલોકોસ્ટ.' આ ફિલ્મ ઇટાલિયન છે. આ ફિલ્મમાં હિંસાના સીન રિયલ લાગે એ માટે ડિરેક્ટરે એક્ટર્સ પાસે કેમેરાની સામે પશુઓની હત્યા કરાવી હતી. રિયલમાં રેપ પણ કરાવ્યો હતો. શૂટિંગ દરમિયાન એક્ટર્સ સેટ પર જ વોમિટ કરતા, કેટલાક ડિપ્રેશનમાં જતા રહ્યા હતા, એક એક્ટર રેપ સીનના શૂટિંગ બાદ પોતાની ગર્લફ્રેન્ડથી અલગ થઈ ગયો હતો. આ એક્ટરને પોતાની જાત પ્રત્યે નફરત થઈ ગઈ હતી, પરંતુ પર્ફેક્શનની ધૂન ડિરેક્ટર પર એવી સવાર હતી કે તેની પર કોઈ પણ વાતની અસર થતી નહોતી.

ફિલ્મ રિલીઝ થઈ તેના 10 દિવસમાં જ બૅન થઈ ગઈ હતી. ફિલ્મની તમામ રીલ જપ્ત કરવામાં આવી હતી. કેટલીક હત્યાઓના સીન એટલા રિયલ હતા કે ડિરેક્ટર પર એક્ટર્સની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને ધરપકડ થઈ હતી. કેસ પણ ચાલ્યો હતો, કારણ કે શૂટિંગ બાદ કેટલાક એક્ટર્સ ગાયબ હતા.

ફિલ્મ 50થી વધુ દેશમાં બૅન થઈ હતી, પરંતુ જ્યાં પણ રિલીઝ થઈ ત્યાં જબરદસ્ત કમાણી થઈ હતી. એક લાખ ડૉલરના બજેટમાં બનેલી આ ફિલ્મે 10 દિવસમાં 20 મિલિયન ડૉલરની કમાણી કરી હતી. આ ફિલ્મની લાઇફટાઇમ કમાણી 200 મિલિયન ડૉલર હતી. આ ફિલ્મને કલ્ટ ક્લાસિકનો દરજ્જો પણ મળેલો છે.

ફિલ્મની બીભત્સતા નામ તથા સબ્જેક્ટમાં જ છે
સૌ પહેલા ફિલ્મના નામથી શરૂ કરીએ. 'કેનિબલ હોલોકોસ્ટ.' 'કેનિબલ' એટલે નરભક્ષી. 'હોલોકોસ્ટ'નો અર્થ પ્રલય થાય છે. પૂરના નામનો અર્થ નરભક્ષીઓનો પ્રલય. ફિલ્મની વાર્તા એમેઝોનના જંગલમાં રહેતા આદિવાસીઓની છે. આ આદિવાસી નરભક્ષી છે. એક ગ્રુપ આ આદિવાસીઓ પર ડોક્યુમેન્ટરી બનાવવા માટે જંગલમાં આવે છે અને પછી હત્યા, રેપ તથા હિંસાનું તાંડવ ખેલાય છે.

વાત હવે ફિલ્મ બનાવવાના આઇડિયાની
રગેરો ડિઓડાટોએ ફિલ્મ 'ડજાંગો'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. તેમણે પોતાના દીકરા સાથે એક હિંસક ન્યૂઝ જોયા હતા. આ ન્યૂઝમાં રેડ બ્રિગેડ્સ (ઈટાલીનું નક્સલાઇટ ગ્રુપ) કેટલાક લોકોને દર્દનાક મોત આપતું હતું. આ દરમિયાન ઈટાલિયન મીડિયા જર્નલિઝ્મના નિયમો હટાવીને હિંસક કન્ટેન્ટ બતાવતું હતું. રગેરોએ આ જ ન્યૂઝને આધારે ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો હતો.

રગેરોએ વર્ષ 1977માં અલ્ટિમો મોંડો કેનિબલ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ કેનિબલ ટ્રાઇબ (નરભક્ષી જાતિઓ)થી બચવાની વાર્તા હતી. જર્મન ડિસ્ટ્રિબ્યુટરને મળ્યા બાદ ડિઓડાટોએ ફિલ્મની સિક્વલ 'કેનિબલ હોલોકોસ્ટ' બનાવવાનો નિર્ણય લીધો. શરૂઆતમાં આ સિક્વલનું ટાઇટલ 'ગ્રીન ઇફર્નો' રાખવામાં આવ્યું હતું. ડિરેક્ટરે આ ફિલ્મને ફાઉન્ડ ફૂટેજ કોન્સેપ્ટ બનાવવાનું નક્કી કર્યું હતું.

ફિલ્મને વધુ દેશો સુધી પહોંચાડવા માટે ડિરેક્ટરે કાસ્ટિંગ સ્ટ્રેટેજી બનાવી
ડિરેક્ટર ડિઓડાટો ઈચ્છતા હતા કે ફિલ્મ વધુમાં વધુ દર્શકો સુધી પહોંચે, આથી તેમણે આ ઇટાલિયન ફિલ્મને અંગ્રેજીમાં બનાવવાનું નક્કી કર્યું. અમેરિકન એક્ટર પેરી પિરકાનેનને કાસ્ટ કરવામાં આવ્યો હતો.

ઈટાલિયન ફિલ્મ હોવા છતાં તેને યુરોપિયન ફિલ્મ માનવામાં આવી. યુરોપના દેશમાં ડિસ્ટ્રિબ્યુટર મળી શકે એ માટે આમ કરવામાં આવ્યું હતું. પહેલાં ઈટાલીમાં કાયદો હતો કે રિલીઝ કરવા માટે એ ફિલ્મમાં ઓછામાં ઓછા બે ઈટાલિયન એક્ટર અને તેમને ઈટાલિયન ભાષા આવડે એ જરૂરી હતું. ડિરેક્ટરે ઈટાલિયન કલાકારો લુકા જ્યોર્જિયા તથા ફ્રાંસિસ્કાને પસંદ કર્યા હતા.

શૂટિંગ શરૂ થાય એ પહેલાં અડચણો આવી
ફિલ્મમાં પહેલાં અમેરિકન એક્ટર પિરકાનેનના મિત્રને કાસ્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ એમેઝોનના જંગલમાં શૂટિંગ શરૂ થાય એ પહેલાં જ તેણે ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ ટીમે સ્ટેજ એક્ટર કાર્લ ગ્રેબિએલને કાસ્ટ કર્યો હતો, કારણ કે બૂટ તથા કોસ્ચ્યૂમ તેને ફિટ આવી ગયા હતા.

4 જૂન, 1979ના રોજ ફિલ્મનું શૂટિંગ એમેઝોનના જંગલ તથા રોમમાં શરૂ થયું હતું. ડિરેક્ટર રગેરોએ VFX વગર હિંસક મર્ડર સીન એ રીતે શૂટ કર્યા કે તે અસલી લાગે. તેમણે ઈટાલિયન ડિરેક્ટર રોબર્ટ રોજેલિની પાસેથી ટ્રેનિંગ લીધી હતી. તેમણે આ પ્રકારના સીન 'અલટાઇમ ગ્રિડા ડાલ્લા સવાના'માં યુઝ કર્યા હતા.

અનેકવાર શૂટિંગ અટકાવવું પડ્યું
એક્ટર એલન યાટ્સે ફિલ્મ છોડતાં શૂટિંગ બે અઠવાડિયાં સુધી અટકાવવું પડ્યું. શૂટિંગ શરૂ થયું તો રોબર્ટ કરમેનના પિતાનું મર્ડર થયું. આ ઉપરાંત એમેઝોનના જંગલમાં શૂટિંગ સમયે ક્યારેક વરસાદ તો ક્યારેક વાવાઝોડું આવતાં અનેક અડચણો આવતી હતી.

કપડાં વગર ખરાબ વાતાવરણમાં શૂટિંગ ને ડિરેક્ટરની હઠાગ્રહ
આદિવાસી બનેલા તમામ એક્ટર્સે મોટા ભાગે કપડાં વગર જ શૂટિંગ કર્યું હતું. લીડ એક્ટર્સે પણ ઘણીવાર ન્યૂડ સીન આપવા પડતા. દરેક સીનને હિંસક બનાવવાની ડિમાન્ડ વધતી જતી હતી અને તેનું ગંભીર પરિણામ એક્ટર્સે ભોગવવું પડતું.

ડિરેક્ટર એક્ટર્સ સાથે ખરાબ વર્તન કરતા
લીડ એક્ટર રોબર્ટ કરમેન તથા ડિરેક્ટર રગેરોની વચ્ચે સેટ પર હંમેશાં ઝઘડો થતો. રોજ સેટ પર બંને મોટે-મોટેથી બૂમો પાડતા. એક ઇન્ટરવ્યૂમાં રોબર્ટે ડિરેક્ટરને આત્માહીન અને બેદરકાર ગણાવ્યા હતા. અન્ય ક્રૂ-મેમ્બર્સ તથા આર્ટિસ્ટને પણ ડિરેક્ટરનો વ્યવહાર ગમતો નહોતો. એક્ટર કાર્લ યોર્ક તથા એક્ટ્રેસ ફ્રાંસિસ્કા વચ્ચે ઝઘડો થયો હતો, કારણ કે કાર્લે તેની સાથે સેક્સ સીન કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

એક્ટરની મરજી વિરુદ્ધ તેમના હાથે પશુઓની હત્યા કરાવવામાં આવતી
શૂટિંગ દરમિયાન કાસ્ટ કરવામાં આવેલા અનેક સભ્યો ફિલ્મ રહેલી ન્યૂડિટ, સેક્સ, ગ્રાફિક કન્ટેન્ટ તથા પશુઓને વાસ્તવમાં મારવાને કારણે અસહજ હતા. એક્ટર કાર્લે શૂટિંગ દરમિયાન કહ્યું હતું કે તેને ખ્યાલ નહોતો કે ફિલ્મમાં આ પ્રકારની નિર્દયતા કરવામાં આવશે.

કાર્લે એક સીનમાં ભૂંડને મારી નાખવાનું હતું, પરંતુ તેણે આ સીન કરવાની ના પાડી દીધી હતી. અંતે ડિરેક્ટરે જબરદસ્તી તેની પાસે આ સીન શૂટ કરાવ્યો હતો. જ્યારે સીન શૂટ થયો ત્યારે કાર્લે એક મોનોલોગ પણ બોલવાનો હતો. તે ઘણો જ ભાવુક થઈ ગયો હતો. એક્ટર કારમેને એક જંગલી જાનવરની હત્યા કરવાની ના પાડી દીધી હતી. ડિરેક્ટર સાથે તેનો ઝઘડો પણ થયો હતો. તેણે ડિરેક્ટરને વિનંતી કરી હતી કે હત્યાના સીન પહેલાં એ જાનવરને છોડી મૂકવામાં આવે, પરંતુ ડિરેક્ટરે કોઈનું સાંભળ્યું નહીં અને તેની હત્યા કરાવી દીધી હતી. પિરકાનેન પણ કાચબાની હત્યાથી રડી પડ્યો હતો.

સીન એટલા બીભત્સ હતા કે શૂટિંગ સેટ પર હાજર લોકોએ વોમિટ કરી હતી
એક્ટરના હાથે પશુઓની હત્યા કરાવનારા સીન એ હદે હિંસક અને ક્રૂર હતો કે શૂટિંગ દરમિયાન સેટ પર હાજર અનેક લોકોને વોમિટ થતી. સૌથી ઘાતકી રીતે સ્ક્વિરલ વાંદરાને મારવામાં આવ્યો હતો.

રેપ તથા સેક્સ સીન રિયલમાં શૂટ કરવામાં આવ્યા
ડિરેક્ટરે એક્ટર્સ પર સેક્સ સીન શૂટ કરવાનું દબાણ કર્યું હતું. સેટ પર મોટા ભાગે લોકો તણાવ તથા ગુસ્સામાં રહેતા હતા. એક્ટ્રેસ ફ્રાંસિસ્કાએ સેક્સ સીન દરમિયાન પોતાનાં કપડાં ઉતારવાની ના પાડી દીધી હતી. ડિરેક્ટરે તેને ગુસ્સામાં બહાર કાઢી મૂકી હતી. જોકે ફ્રાંસિસ્કાને કપડાં વગર જ છેલ્લે શૂટિંગ કરવું પડ્યું હતું.

એક્ટરને પોતાની જાત પ્રત્યે નફરત થઈ હતી
એક સ્થાનિક યુવતી સાથે રેપ સીન શૂટ કરતા સમયે કાર્લને ઊંડી અસર થઈ હતી. આ સીનમાં કાર્લ પોતાના સાથી સાથે એક ટ્રાઇબલ યુવતીની સાથે જબરદસ્તી રિલેશન બાંધે છે અને તેને ટોર્ચર કરે છે. આ સીનના શૂટિંગ સમયે તે સેટ પર ડિસ્ટર્બ રહેતો હતો. તેને પોતાની જાત પ્રત્યે નફરત થઈ હતી. શૂટિંગની એ હદે ખરાબ અસર થઈ હતી કે ન્યૂ યોર્ક જઈને કાર્લે ગર્લફ્રેન્ડ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. તેને ડૉલરને બદલે કોલંબિયન કરન્સીમાં પેમેન્ટ થયું તો તેણે નારાજ થઈને શૂટિંગ કરવાની ના પાડી દીધી હતી.

સીન રિયલ બતાવવા માટે ડિરેક્ટરે ક્રૂને સળગતી ઝૂંપડીમાં બંધ કર્યો
એક સીનમાં આદિવાસીને ઝૂંપડીની અંદર રાખીને સળગાવવામાં આવ્યો હતો. ડિરેક્ટર પર એ હદે ગાંડપણ સવાર હતું કે તેણે ક્રૂ-મેમ્બરને સળગતી ઝૂંપડીની અંદર બંધ કરી દીધો હતો. આટલો જોખમી સીન શૂટ કર્યા બાદ પણ ડિરેક્ટરે ક્રૂ-મેમ્બર્સને પૈસા આપ્યા નહોતા.

રિલીઝ બાદ કેટલાક લોકોએ ફિલ્મના વખાણ કર્યા હતા, પરંતુ અનેક લોકોએ ફરિયાદ કરી હતી. ફિલ્મમાં પશુઓની સાથે થયેલી ક્રૂરતા તથા હિંસક સીન જોયા બાદ તેને સેન્સર કરવાની માગણી કરવામાં આવી હતી. ફિલ્મમાં સેક્સ્યૂઅલ વાયોલન્સની ભરમાર હતી. આ જ કારણે આજે પણ આ ફિલ્મને સૌથી વિવાદાસ્પદ અને હિંસક માનવામાં આવે છે.

'કેનિબલ હોલોકોસ્ટ' એક માસ્ટરપીસ!
ફિલ્મ જોયા બાદ ડિરેક્ટર સેરજિયો લિયાનીએ રગેરોને પત્ર લખીને કહ્યું હતું, 'ડિયર રગેરો, બેસ્ટ ફિલ્મ હતી. આ બીજો ભાગ સિનેમેટોગ્રાફી રિયાલિઝ્મનો એક માસ્ટરપીસ છે. બધું જ અસલી લાગતું હતું. મને લાગે છે કે તું મુશ્કેલીમાં ફસાઈ જઈશ.'

રિલીઝના 10 દિવસ બાદ જ ફિલ્મની તમામ રીલ્સ જપ્ત થઈ
દર્શકોની ફરિયાદ બાદ ફિલ્મને લોકલ કોર્ટના જજે સીઝ કરી દીધી હતી. ફિલ્મની તમામ કૉપી જપ્ત કરી લેવામાં આવી હતી અને ડિરેક્ટર પર અશ્લીલતાના આક્ષેપો મૂકવામાં આવ્યા હતા. જપ્ત કરેલી રીલ્સ ભવિષ્યમાં પુરાવા તરીકે ઉપયોગમાં લેવાઈ હતી.

મેગેઝિનની તસવીરને આધારે ડિરેક્ટર પર મર્ડર કેસ થયો
વર્ષ 1981માં આ ફિલ્મને ફ્રાંસમાં રિલીઝ કરવામાં આવી હતી. ફોટો મેગેઝિને ફિલ્મ સાથે જોડાયેલી એક તસવીર છાપીને દાવો કર્યો હતો ફિલ્મમાં જેટલાં પણ એક્ટર્સના મર્ડર સીન છે તે તમામે તમામ અસલી છે. ફિલ્મને રિયલ બનાવવા માટે ડિરેક્ટરે પોતાના જ એક્ટર્સની હત્યા કરી દીધી હતી. પબ્લિકેશનના આ ન્યૂઝને આધારે ડિરેક્ટર વિરુદ્ધ અનેક એક્ટર્સના મર્ડરનો કેસ કરવામાં આવ્યો હતો. આ કેસને ગંભીરતાથી લેવામાં આવ્યો હતો, કારણ કે શૂટિંગ બાદ ઘણાં એક્ટર્સ ગુમ થઈ ગયા હતા. ફિલ્મ રિલીઝ બાદ તેમની કોઈ ભાળ નહોતી.

એક્ટર્સ કોર્ટમાં હાજર રહ્યા હતા
સુનાવણી દરમિયાન ડિરેક્ટર રગેરોએ તમામ એક્ટર્સને પુરાવા તરીકે કોર્ટમાં હાજર કર્યા હતા. પ્રમોશનલ સ્ટ્રેટજીના ભાગ રૂપે ડિરેક્ટરે તમામ એક્ટર્સને દુનિયાની નજરથી છુપાવીને રાખ્યા હતા. તમામ એક્ટર્સે ડિરેક્ટર સાથે આ અંગે એક ડીલ સાઇન કરી હતી.

વિવાદિત સીન કેવી રીતે શૂટ થયા?
ડિરેક્ટરે કોર્ટમાં કહ્યું હતું કે મેગેઝિનમાં છપાયેલી તસવીરનો સીન કેવી રીતે શૂટ કર્યો હતો. તેમણે લાકડીના ટુકડામાં સાયકલની સીટ ફીટ કરી હતી અને તેની પર એક્ટ્રેસ બેઠી હતી. તેણે આકાશ તરફ જોવાનું હતું અને તેના મોંમાં વાંસનો એક ટુકડો નાખવામાં આવ્યો હતો. આ સીનને એ રીતે બતાવવામાં આવ્યો હતો કે તેના આખા શરીરને વાંસમાં પરોવવામાં આવ્યું છે. મર્ડર કેસમાં છૂટ્યા બાદ પશુઓ સાથેની હિંસાના કેસમાં ડિરેક્ટર તથા પ્રોડ્યૂસરને ચાર મહિના માટે ઇન્ડસ્ટ્રીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

3 વર્ષ બાદ ફિલ્મથી બૅન હટાવવામાં આવ્યો
ફિલ્મના કન્ટેન્ટને કારણે બૅન મૂકવામાં આવ્યો હતો. ડિરેક્ટરે 3 વર્ષ સુધી કેસ લડ્યો અને 1984માં કોર્ટે ડિરેક્ટર તરફી ચુકાદો આપ્યો હતો. બૅન હટ્યા બાદ પણ ફિલ્મ દુનિયાના 50 દેશમાં પ્રતિબંધિત છે.

ફિલ્મની વાર્તા શું છે?
વાર્તાઃ કેનિબલ ટ્રાઇબ્સ પર ડોક્યુમેન્ટરી બનાવવા માટે કેટલાંક ફિલ્મમેકર એમેઝોનના જંગલમાં જાય છે અને ગુમ થઈ જાય છે. ન્યૂ યોર્ક યુનિવર્સિટીના એન્થ્રોપૉલજિસ્ટ હોરાલ્ડ મુનરો પોતાની રેસ્ક્યૂ ટીમ સાથે તેમની શોધખોળ માટે એમેઝોનના જંગલમાં આવે છે. અહીંયા તેમને ફિલ્મમેકર્સ તો નથી મળતા, પરંતુ કેટલીક રીલ્સ મળે છે. આ રીલ્સ જ્યારે તેઓ જુએ છે તો ખ્યાલ આવે છે કે આદિવાસીઓએ ફિલ્મમેકર્સની ઘાતકી રીતે હત્યા કરી છે. ટીવી ચેનલ તે ફૂટેજને સ્પેશિયલ પ્રોગ્રામિંગ હેઠળ બ્રોડકાસ્ટ કરવા માગે છે, પરંતુ હોરાલ્ડ આની વિરુદ્ધમાં છે, કારણ કે રીલ્સનું કન્ટેન્ટ ઘણું જ હિંસક છે. આ સાથે જ રીલ્સ પરથી એ ખ્યાલ આવે છે કે ફિલ્મમેકર્સે હિંસક ફૂટેજની લાલચમાં કેટલાંક આદિવાસીઓને જીવતા સળગાવ્યા હતા અને સ્થાનિક યુવતીઓનો રેપ કર્યો હતો.

દર્શકોમાં ફિલ્મ અંગે ખાસ્સી ઉત્સુકતા
ફિલ્મ ત્રણ વર્ષ સુધી પ્રતિબંધિત રહી, પરંતુ જ્યારે તે ફરી વાર રિલીઝ થઈ તો કમાણીને અનેક રેકોર્ડ તોડ્યા હતા. ફિલ્મ અંગે દર્શકોમાં ઘણી જ ઉત્સુકતા જોવા મળી હતી.

આ છે 'કેનિબલ હોલોકોસ્ટ'ના રૂંવાડાં ઊભાં કરી દેતા સીન્સ

Scene-1 રેસ્ક્યૂ માટે જંગલ પહોંચેલા પ્રોફેસરે જોયં કે ટ્રાઇબનો એક પુરુષ એક મહિલાને અમાનવીય રીતે સજા આપે છે. આ સીનમાં તે વ્યક્તિ મહિલાના પ્રાઇવેટ પાર્ટ પર પથ્થરના ટુકડા તથા માટી નાખીને ધારદાર હથિયારથી શરીર છોલે છે.

Scene-2 ડોક્યુમેન્ટરી બનાવવા માટે આવેલા ફિલ્મમેકર્સ કાચબાને ઘાતકી રીતે કાપે છે અને તડપતા કાચબાના એક એક અંગને કાઢે છે. શરીરના અનેક અંગો કપાઈ ગયા હોવા છતાં કાચબો જીવત છે. આ સીન રિયલમાં કાચબાને મારીને શૂટ કરવામાં આવ્યો હતો.

Scene-3 અન્ય એક સીનમાં ટ્રાઇબ જંગલમાં આવેલા પ્રોફેસરને માણસનું હૃદય કાચું ખાવાનું કહે છે. પ્રોફેસર તેનો વિશ્વાસ જીતવા આમ કરે પણ છે.

Scene - 4 એક સીનમાં વાંદરાની કુરબાની આપવામાં આવે છે. તે વાંદરાને ધારદાર હથિયારથી મારવામાં આવે છે. આ સીનને કોઈ પણ જાતના કટ વગર બતાવવામાં આવ્યો છે.

Scene-5 ટ્રાઇબ્સ ડોક્યુમેન્ટરી બનાવવા આવેલા લોકો પર હુમલો કરે છે. પહેલાં તેઓ એકને ભાલાથી મારે છે અને પછી તેનું માથું કાપીને શરીરના અનેક ટુકડા કરે છે.

Scene-6 જ્યારે ટ્રાઇબ લોકો ટીમની એક યુવતીને પકડે છે તો અનેક લોકો તેની સાથે દુષ્કર્મ કરે છે. આ દરમિયાન તે યુવતીના પગને ચીરી નાખવામાં આવે છે.

Scene-7 એક ટ્રાઇબ મહિલાના શરીરમાં લાકડી નાખવામાં આવે છે અને પછી તેને લાકડી સાથે જ જમીનમાં દાટી દેવામાં આવે છે. (આ સીનને કારણે ડિરેક્ટર પર મર્ડરનો કેસ કરવામાં આવ્યો હતો)

આ સીન્સ ઉપરાંત ફિલ્મમાં ન્યૂડિટી, સેક્સ સીન તથા રેપ સીન ભરપૂર માત્રામાં છે.

ડિસ્ક્લેમરઃ 'કેનિબલ હોલોકોસ્ટ' ફિલ્મની આ સ્ટોરી માત્ર જાણકારી આપવાના ઉદ્દેશથી લખવામાં આવી છે. દિવ્ય ભાસ્કર કોઈ પણ પ્રકારના હિંસક કન્ટેન્ટ, ન્યૂડિટી તથા બૅન કન્ટેન્ટનું સમર્થન કરતું નથી અને પ્રમોટ પણ કરતું નથી. ભારતમાં બૅન કન્ટેન્ટને પાયરેટેડ માધ્યમથી જોવું દંડનીય અપરાધ છે.

અન્ય સમાચારો પણ છે...