તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્લ્ડ એન્જિનિયર્સ ડે:એક્ટિંગ માટે સ્ટાર્સે એન્જનિયરિંગ છોડ્યું, સુશાંતે મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો તો તાપસી પન્નુ સોફ્ટવેર એન્જિનિયર

મુંબઈ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

15 સપ્ટેમ્બરના રોજ વિશ્વભરમાં વર્લ્ડ એન્જિનિયર ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. બોલિવૂડમાં પણ અનેક સેલેબ્સ છે, જેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે પરંતુ પછી તેઓ ફિલ્મમાં આવી ગયા હતા. આવા જ કેટલાંક સેલેબ્સ અંગે વાત કરીએ.

1. સુશાંત સિંહ રાજપૂત
14 જૂન, 2020ના રોજ સુશાંતનું મોત થયું હતું. સુશાંતે દિલ્હી ટેક્નોલોજિકલ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. તે AIEEEની એક્ઝામમાં સાતમા રેન્ક પર આવ્યો હતો. સુશાંતને એક્ટિંગ પ્રત્યે લગાવ હતો અને તેથી જ તેણે એન્જિનિયરિંગ છોડીને એક્ટિંગ વર્લ્ડમાં આવવાનું નક્કી કર્યું હતું.

2. આર માધવન
માધવને IIT મદ્રાસમાંથી ટેક્નોલોજી ઈન મિકેનિકલ એન્જિનિયરિંગની બેચલર ડિગ્રી છે. જોકે, ફિલ્મમાં રસ હોવાથી તેણે એન્જિનિયરિંગમાં કરિયર બનાવી નહીં. તે મણિ રત્નમની ફિલ્મ 'અલાઈપાયુથે'થી સાઉથ ઈન્ડસ્ટ્રીમાં લોન્ચ થયો હતો.

3. સોનુ સૂદ
સોનુએ પણ ફિલ્મમાં આવ્યા પહેલા યશવંતરાવ ચવ્હાણ કોલેજ ઓફ એન્જિનિયરિંગ, નાગપુરમાંથી ઈલેક્ટ્રોનિક્સમાં એન્જિનિયરિંગમાં ડિગ્રી લીધી હતી. આ દરમિયાન સોનુ સૂદને મોડલિંગમાં રસ જાગ્યો હતો અને પછી તે એન્જિનિયરિંગ છોડીને ફિલ્મમાં આવી ગયો હતો. સોનુની પહેલી તમિળ ફિલ્મ 'કાલઝઘર' હતી. આ ફિલ્મ 1999માં રિલીઝ થઈ હતી.

4. વિકી કૌશલ
'મસાન'થી ડેબ્યૂ કરનાર વિકીએ પણ એન્જનિયરિંગ છોડીને ફિલ્મમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેની પાસે ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગની ડિગ્રી છે. 2009માં મુંબઈના રાજીવ ગાંધી ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી આ ડિગ્રી લીધી હતી.

5. કાર્તિક આર્યન
25 વર્ષની ઉંમરમાં 'પ્યાર કા પંચનામા'થી બોલિવૂડ ડેબ્યૂ કરનાર કાર્તિકનો જન્મ ગ્વાલિયરમાં થયો છે. તેણે મુંબઈમાંથી બાયોટેક્નોલોજીમાં એન્જિનિયરિંગમાં ડિગ્રી લીધી છે. જોકે, ફિલ્મમાં કામ કરવા માટે તેણે આ ફીલ્ડ છોડી દીધું હતું.

6. રિતેશ દેશમુખ
રિતેશની પાસે આર્કિટેક્ચરલ એન્જિનિયરિંગમાં બેચલરની ડિગ્રી છે. તેણે મુંબઈની કમલા રહેજા કોલેજ ઓફ આર્કિટેક્ચરમાંથી અભ્યાસ કર્યો હતો.

7. ક્રિતિ સેનન
ફિલ્મમાં આવ્યા પહેલા ક્રિતિએ જેપી, નોઈડાથી ઈલેક્ટ્રોનિક્સ તથા કમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. તેણે ટાઈગર શ્રોફની સાથે ફિલ્મ 'હીરોપંતી'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું.

8. તાપસી પન્નુ
તાપસી પણ ફિલ્મમાં આવી તે પહેલા સફળ સોફ્ટવેર એન્જિનિયર હતી. તેણે દિલ્હીની ગુરુ તેગ બહાદુર ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો હતો અને સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કર્યું હતું. તાપસીએ 'ચશ્મેબદ્દૂર'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું.

9. અમીષા પટેલ
અમીષાએ બાયો જેનેટિકમાં એન્જિનિયરિંગ કર્યું છે. ત્યારબાદ 1992માં ટફ્ટ્સ યુનિવર્સિટીમાં ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો હતો. અહીંયા તેણે ઈકોનોમિક્સમાં ગોલ્ડમેડલ મેળવ્યો હતો. ત્યારબાદ તેણે ઈકોનોમિક એનાલિસ્ટ તરીકે ખંડવાલા સિક્યોરિટી લિમિટેડમાં પોતાની કરિયર શરૂ કરી હતી. જોકે, પછી તેણે આકર સત્યદેવ દુબેનું થિયેટર ગ્રુપ જોઈન કર્યું હતું. અમીષાએ 2000માં 'કહોના પ્યાર હૈ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...