તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

OTT સ્ટાર્સ:નવાઝ, અભિષેક તથા અલી ફઝલ સહિતના સ્ટાર્સ આ વર્ષે નવું શું લઈને આવશે

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના તથા લૉકડાઉનને કારણે 2020માં એન્ટરટેઈનમેન્ટની જવાબદારી OTT પ્લેટફોર્મે ઉઠાવી હતી. આ વર્ષે અક્ષય કુમાર, નવાઝુદ્દીન સિદ્દીકી, અલી ફઝલ તથા વિદ્યુત જામવાલ સહિતના અનેક સ્ટાર્સે ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી ચાહકોનું મનોરંજન કર્યું છે. આ વર્ષે પણ તેઓ બિગ પ્રોજેક્ટ્સ સાથે ડિજિટલ પ્લેટફોર્મ પર જોવા મળશે. 2020ના OTT સ્ટાર્સ પાસે આ વર્ષે કયા પ્રોજેક્ટ્સ છે.

વિદ્યુત જામવાલ
2020માં વિદ્યુત જામવાલની ફિલ્મ 'યારા' તથા 'ખુદા હાફિઝ' ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઈ હતી. આ બંને ફિલ્મ ચાહકોને પસંદ આવી હતી. 'યારા'માં શ્રુતિ હાસન અને 'ખુદા હાફિઝ'માં શિવાલિક ઓબેરોય લીડ રોલમાં હતી.

અપકમિંગ પ્રોજેક્ટ
ધ પાવરઃ
12 જાન્યુઆરીના રોજ વિદ્યુત જામવાલની ફિલ્મ 'ધ પાવર'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 14 જાન્યુઆરીએ ઝી5 પર રિલીઝ થશે. ફિલ્મમાં વિદ્યુતની સાથે શ્રુતિ છે. ફિલ્મ હિંદી ઉપરાંત તમિળ, તેલુગુ તથા કન્નડમાં રિલીઝ થશે. આ ફિલ્મને મહેશ માંજરેકર ડિરેક્ટ કરી છે.

ફિલ્મ/સિરીઝપ્લેટફોર્મરિલીઝ ડેટ
યારાઝી530 જુલાઈ, 2020
ખુદા હાફિઝડિઝ્ની પ્લસ હોટસ્ટાર14 ઓગસ્ટ, 2020
ધ પાવરઝી514 જાન્યુઆરી, 2021

નવાઝુદ્દીન સિદ્દીકી

નેટફ્લિક્સનો જાણીતો ચહેરો બની ચૂકેલો નવાઝ 2020માં 'ઘુમકેતૂ', 'સીરિયસ મેન' તથા 'રાત અકેલી હૈ' ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ વર્ષે તે 'બોલે ચૂડિયાં' તથા 'નો લેન્ડ્સ મેન' જેવી ફિલ્મમાં જોવા મળશે.

અપકમિંગ પ્રોજેક્ટ
બોલે ચૂડિયાં: ફિલ્મમાં તમન્ના ભાટિયા તથા નવાઝ છે. આ ફિલ્મ આમ તો 2020માં રિલીઝ થવાની હતી. જોકે, કોરોનાને કારણે રિલીઝ થઈ શકી નહીં. હવે આ ફિલ્મ 2021માં રિલીઝ થશે. આ ફિલ્મને નવાઝના ભાઈ શમાસે ડિરેક્ટ કરી છે.

નો લેન્ડ્સ મેનઃ આ એક અમેરિક-ઈન્ડિયન બાંગ્લાદેશી ડ્રામા ફિલ્મ છે. ફિલ્મમાં સાઉથ એશિયન વ્યક્તિની વાત કરવામાં આવી છે. આ વ્યક્તિનું જીવન અમેરિકન મહિલાને મળ્યા બાદ એકદમ બદલાઈ જાય છે. ફિલ્મને મુસ્તફા સરવર ફારુકીએ ડિરેક્ટ કરી છે.

ફિલ્મ/સિરીઝપ્લેટફોર્મરિલીઝ ડેટ
રાત અકેલી હૈનેટફ્લિક્સ31 જુલાઈ, 2020
ઘુમકેતૂઝી522 મે, 2020
સીરિયસ મેનનેટફ્લિક્સ2 ઓક્ટોબર, 2020
બોલે ચૂડિયાંથિયેટર2021
નો લેન્ડ્સ મેનથિયેટર2021

​​​​અલી ફઝલ​​​​​​​

'મિર્ઝાપુર 2' તથા 'ફૉરબિડન લવઃ અરેન્જ મેરેજ' જેવી વેબ સિરીઝ તથા ફિલ્મમાં જોવા મળેલો અલી ફઝલ 2020માં ઘણો જ ચર્ચામાં રહ્યો છે. 'મિર્ઝાપુર'માં ગુડ્ડુ પંડિતના પાત્રમાં જોવા મળેલો અલી હવે હોલિવૂડ ફિલ્મમાં જોવા મળશે.

અપકમિંગ પ્રોજેક્ટ
ડેથ ઓન ધ નાઈલઃ આ હોલિવૂડ ફિલ્મ છે. આ ફિલ્મની વાર્તા 1937ની નોવેલ 'ડેત ઓન ધ નાઈલ' પર આધારિત છે. આ ફિલ્મમાં અલી ફઝલ પણ મહત્ત્વના રોલમાં છે. ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરી દેવામાં આવ્યો છે. કૈનેથ બ્રનાગના ડિરેક્ટરમાં બનેલી ફિલ્મ 21 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

ફિલ્મ/સિરીઝ ​​​​​​​પ્લેટફોર્મરિલીઝ ડેટ
ફૉરબિડન લવઃ અરેન્જ મેરેજ ​​​​​​​ઝી59 સપ્ટેમ્બર, 2020
મિર્ઝાપુર 2એમેઝોન પ્રાઈમ​​​​​​​​​​​​​​22 ઓક્ટોબર, 2020
ડેથ ઓન ધ નાઈલથિયેટર17 સપ્ટેમ્બર, 2021

નીના ગુપ્તા​​​​​​​

નીના ગુપ્તા સ્ટારર એમેઝોન પ્રાઈમ વીડિયોની સિરીઝ 'પંચાયત'ને દર્શકોએ ઘણી જ પસંદ કરી હતી. આ ઉપરાંત નીના ગુપ્તા દીકરી મસાબા ગુપ્તા પર બનેલી નેટફ્લિક્સની ફિલ્મ 'મસાબા મસાબા' તથા હોટસ્ટારની ફિલ્મ 'પરિવાર'માં જોવા મળ્યા હતા. આ વર્ષે પણ નીના ગુપ્તા ઘણી ફિલ્મમાં જોવા મળશે.

અપકમિંગ પ્રોજેક્ટ
83:
નીના ગુપ્તા હોળી પર રિલીઝ થનારી ફિલ્મ '83'માં કેમિયો કરશે. આ ફિલ્મ 1983ના ક્રિકેટ વર્લ્ડ કપ પર આધારિત છે. આ ફિલ્મમાં રણવીર સિંહે કપિલ દેવનો રોલ પ્લે કર્યો છે અને દીપિકા રોમી ભાટિયાના પાત્રમાં છે.

ડાયલ 100: આ એક થ્રિલર ડ્રામા ફિલ્મ છે, જેમાં નીના ગુપ્તા, મનોજ વાજપેયી તથા સાક્ષી તંવર લીડ રોલમાં છે. ફિલ્મને રેન્સિલ ડિસિલ્વાએ ડિરેક્ટ કરી છે.

ગ્વાલિયરઃ નીના ગુપ્તા તથા સંજય મિશ્રા સ્ટારર ફિલ્મ 'ગ્વાલિયર' ફેમિલી ડ્રામા છે. ફિલ્મને જસપાલ સિંધુએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં નીના ઓછી ભણેલી હાઉસ વાઈફના રોલમાં છે. ઓન સ્ક્રીન પતિ સંજય રિટાયર્ડ ટીચરના રોલમાં છે.

ફિલ્મ/સિરીઝપ્લેટફોર્મરિલીઝ ડેટ
પંચાયતએમેઝોન પ્રાઈમ3 એપ્રિલ, 2020
મસાબા મસાબા​​​​​​​​​​​​​​નેટફ્લિક્સ28 ઓગસ્ટ, 2020
પરિવારડિઝ્ની પ્લસ હોટસ્ટાર23 સપ્ટેમ્બર, 2020
83થિયેટર2021
ડાયલ 100થિયેટર2021
ગ્વાલિયર2021

બોબી દેઓલ​​​​​​​

બોબી દેઓલે 2020માં ડિજિટલ ફિલ્મ 'ક્લાસ ઓફ 83'માં લીડ રોલ પ્લે કર્યો હતો. બોબી 'આશ્રમ' સિરીઝમાં પણ જોવા મળ્યો હતો.

અપકમિંગ પ્રોજેક્ટ
લવ હોસ્ટેલઃ
શાહરુખ ખાનના પ્રોડક્શન હાઉસમાં બનેલી આ ફિલ્મમાં બોબી દેઓલ, વિક્રાંત મેસ્સી તથા સાન્યા મલ્હોત્રા લીડ રોલમાં છે. ફિલ્મને શંકર રમને ડિરેક્ટ કરી છે.

અપને 2: દેઓલ પરિવારે 2007માં આવેલી ફિલ્મ 'અપને'ની સીક્વલ 'અપને 2'ની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં દેઓલ પરિવારની ત્રણ જનરેશન ધર્મેન્દ્ર, સની, બોબી તથા કરન દેઓલ જોવા મળશે.

ફિલ્મ/સિરીઝપ્લેટફોર્મ ​​​​​​​રિલીઝ ડેટ
ક્લાસ ઓફ 83નેટફ્લિક્સ21 ઓગસ્ટ, 2020
આશ્રમMX પ્લેયર28 ઓગસ્ટ, 2020
લવ હોસ્ટલથિયેટર2021
અપને 2થિયેટર2021

મનોજ વાજપેયી​​​​​​​

ફિલ્મ/વેબ સિરીઝપ્લેટફોર્મરિલીઝ ડેટ
મિસિસ સીરિયલ કિલરનેટફ્લિક્સ1 મે, 2020
ધ ફેમિલી મેન 2એમેઝોન પ્રાઈમ12 ફેબ્રુઆરી, 2020
ડાયલ 100થિયેટર2021

​​​​​​​અભિષેક બચ્ચન

ફિલ્મ/વેબ સિરીઝપ્લેટફોર્મરિલીઝ ડેટ
બ્રીધઃ ઈન ટૂ ધ શેડોઝ ​​​​​​​એમેઝોન પ્રાઈમ10 જુલાઈ, 2020
લુડો ​​​​​​​નેટફ્લિક્સ12 નવેમ્બર, 2020
બ્રીધઃ 3એમેઝોન પ્રાઈમ​​​​​​​​​​​​​​સપ્ટેમ્બર, 2021
ધ બિગ બુલ ​​​​​​​ડિઝ્ની પ્લસ હોટસ્ટાર2021

​​​​​​​પંકજ ત્રિપાઠી

ફિલ્મ/વેબ સિરીઝપ્લેટફોર્મરિલીઝ ડેટ
એક્સટ્રેક્શન ​​​​​​​નેટફ્લિક્સ24 એપ્રિલ, 2020
ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ ​​​​​​​નેટફ્લિક્સ12 ઓગસ્ટ, 2020
લુડોનેટફ્લિક્સ12 નવેમ્બર, 2020
કાગઝઝી57 જાન્યુઆરી, 2021
મુંબઈ સાગાથિયેટર2021
83 થિયેટરથિયેટર2021
સંદીપ ઔર પિંકી ફરારથિયેટર2021
બચ્ચન પાંડે ​​​​​​​થિયેટર2021

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser