બોલિવૂડની હેલોવીન પાર્ટી:જાહન્વી કપૂર-આર્યન ખાન-અનન્યા પાંડે સહિતના સ્ટાર્સ-કિડ્સે પાર્ટી માણી, તસવીરોમાં ખાસ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલમાં જ દિવાળી પાર્ટી પૂરી થઈ છે અને હવે બોલિવૂડ સેલેબ્સ હેલોવીન પાર્ટીમાં બિઝી થઈ ગયા છે. મુંબઈનો પોપ્યુલર સેલેબ ઓરહાન અવત્રામણીએ હેલોવીન પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડના જાણીતા સ્ટાર કિડ્સ આવ્યા હતા. સ્ટાર કિડ્સ ફન્કી આઉટફિટમાં જોવા મળ્યા હતા.

જાહન્વી કપૂર હાલમાં ફિલ્મ 'મિલી'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ચાર નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. જાહન્વી તથા ઓરહાન એકબીજાને ડેટ કરતા હોવાની ચર્ચા છે. જોકે, બંનેમાંથી કોઈએ તેમના સંબંધો અંગે વાત કરી નથી. પાર્ટીમાં જાહન્વી ઑફ શોલ્ડર બ્લેક ડ્રેસ, બ્લેક હિલ્સ તથા ડાર્ક લિપસ્ટિકમાં જોવા મળી હતી. જાહન્વીનો લુક ફિલ્મ 'ધ એડમ્સ ફેમિલી'ની મોર્ટિસિયા સાથે મળતો આવતો હતો.

સારા અલી ખાન કોરસેટ ટોપ તથા મિની સ્કર્ટમાં હતી. તેણે હિલવાળા બૂટ પહેર્યા હતા. જ્યારે સારા અલી ખાનનો ભાઈ ઈબ્રાહિમ અલી ખાન સિમ્પલ વ્હાઇટ ટી શર્ટ-જેકેટ તથા ડેનિમમાં હતો. સારા અલી ખાન એક્ટર વિકી કૌશલ સાથે ફિલ્મમાં જોવા મળશે. ઈબ્રાહિમ અલી ખાન 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની'માં આસિસ્ટન્ટ ડિરેક્ટ તરીકે કામ કરે છે.

અનન્યા પાંડેની વાત કરીએ તો તેના આઉટફિટ જોઈને 'કભી ખુશી કભી ગમ'ની પૂ (કરીના કપૂર)ની યાદ આવી ગઈ હતી. અનન્યા કપૂર છેલ્લે 'લાઇગર'માં વિજય દેવરાકોંડા સાથે જોવા મળી હતી. આ ફિલ્મ ફ્લોપ રહી હતી. શનાયા કપૂર શોર્ટ વ્હાઇટ ફ્રોક, ગ્લોવ્સમાં આવી હતી. શનાયાનો લુક 'ફ્રોગ પ્રિન્સેસ' સાથે મળતો આવતો હતો. શનાયા ફિલ્મ 'બેધડક'થી બોલિવૂડ ડેબ્યૂ કરશે.

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા બ્લેક આઉટફિટમાં હતી. સુનીલ શેટ્ટીનો દીકરો અહાન કમાન્ડો લુકમાં હતો. ગયા વર્ષે તેની ફિલ્મ 'તડપ' રિલીઝ થઈ હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી નહોતી. અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા 'અલાદ્દીન'ની પ્રિન્સેસ જાસ્મીનના લુકમાં આવી હતી. શાહરુખ ખાનનો દીકરો બ્લેક આઉટફિટમાં હતો અને આંખમાં કાજળ લગાવ્યું હતું.

તસવીરોમાં હેલોવિન પાર્ટી...

સારા અલી ખાન.
સારા અલી ખાન.
અહાના શેટ્ટી (વચ્ચે) પ્રેમિકા તાન્યા સાથે.
અહાના શેટ્ટી (વચ્ચે) પ્રેમિકા તાન્યા સાથે.
ઓરહાન.
ઓરહાન.
ઈબ્રાહિમ અલી ખાન.
ઈબ્રાહિમ અલી ખાન.
જ્યોર્જિયા.
જ્યોર્જિયા.
અનન્યા પાંડે.
અનન્યા પાંડે.
આર્યન ખાન.
આર્યન ખાન.
જાહન્વી કપૂર.
જાહન્વી કપૂર.
નવ્યા નવેલી નંદા.
નવ્યા નવેલી નંદા.
શનાયા કપૂર.
શનાયા કપૂર.

સાઉથ કોરિયામાં હેલોવીન સેલિબ્રેશન દરમિયાન અનેકે જીવ ગુમાવ્યા
સાઉથ કોરિયાની રાજધાની સિયોલમાં 29 ઓક્ટોબર, શનિવાર મોડી રાત્રે હેલોવીન ફેસ્ટિવલમાં ભાગદોડ થવાથી 151 લોકોના મોત થયા હતા. બે હજારથી વધુ લોકો ગુમ થયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે કહ્યું હતું કે એકદમ સાંકડી ગલીમાં લાખો લોકો ભેગા થયા બાદ ભાગદોડ થતાં આ ઘટના બની હતી.

સાઉથ કોરિયામાં હેલોવીન ફેસ્ટિવલ દરમિયાન લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતાં અન્ય લોકોએ CPR આપીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
સાઉથ કોરિયામાં હેલોવીન ફેસ્ટિવલ દરમિયાન લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતાં અન્ય લોકોએ CPR આપીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

શું છે હેલોવીન?
હેલોવીન દર વર્ષે 31 ઓક્ટોબરે સેલિબ્રેટ કરવામાં આવે છે. આ દિવસોમાં બાળકો તથા મોટેરા ભૂત-પ્રેત, પિશાચ જેવા કપડાં પહેરીને તૈયાર કરે છે. આ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરનારા માને છે કે આનાથી દુષ્ટતા દૂર થાય છે અને હકારાત્મકતા વધે છે.

અન્ય સમાચારો પણ છે...