'વિક્રમ વેધા' ટ્રેલર આઉટ:હૃતિક રોશન અને સૈફ અલી ખાન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે, 30 સપ્ટેમ્બરે ફિલ્મ રિલીઝ થશે

3 મહિનો પહેલા

સૈફ અલી ખાન અને હૃતિક રોશનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ''વિક્રમ વેધા'નું ટ્રેલર રિલીઝ થયું છે. ફિલ્મમાં સૈફ અલીની હૃતિક રોશન સાથે જ ટક્કર થાય છે.. વિક્રમ વેધા સાઉથની ફિલ્મની રિમેક છે. આ ફિલ્મ પુષ્કર-ગાયત્રી દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે. આ ફિલ્મ 30 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ 'વિક્રમ વેધા'ની સ્ટોરી વિશે વાત કરવામાં આવે તો પોલીસ અને ગેંગસ્ટરની વાર્તા છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન એક સખત પોલીસના રોલમાં ચે, જ્યારે હૃતિક રોશન ગેંગસ્ટરના રોલમાં જોવા મળે છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાનનું નામ વિક્રમ છે અને હૃતિક રોશનનું નામ વેધા છે.

હૃતિકના લુકે વિજય સેતુપતિની યાદ અપાવી
હૃતિકનો દમદાર લુક જોવા મળે છે. 'વિક્રમ વેધા' સાઉથની રિમેક છે અને ઓરિજિનલી આ ફિલ્મમાં 'વેધા'નો રોલ વિજય સેતુપતિએ કર્યો હતો. હૃતિકના આ લુકે વિજય સેતુપતિની યાદ અપાવી હતી.

હૃતિકનું પાત્ર 'વેધા' કાનપુરનું છે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આખરે મેકર્સે અબુધાબીમાં જઈને ત્યાં કાનપુર ક્રિએટ કર્યું. ત્યાં 'વેધા' તરીકે હૃતિકનું પાત્ર કાનપુરથી બિલોન્ગ કરે છે. મેકર્સે તેનો ટોન અવધિ હિન્દીમાં મિશ્રિત રાખ્યો છે. એવી જ રીતે જેવી રીતે જૂના 'ડોન'માં અમિતાભ બચ્ચનનો હતો. અબુધાબીમાં મેકર્સે ગયા વર્ષે ઓક્ટોબરમાં શૂટિંગ કર્યું હતું. એ દિવસોમાં માધવન તેના પુત્ર સાથે દુબઈમાં હતો. ઓરિજિનલ 'વિક્રમ વેધા'માં તેણે ઈન્સ્પેક્ટર વિક્રમનો રોલ પ્લે કર્યો હતો. મેકર્સ પુષ્કર-ગાયત્રી સાથે સારા સંબંધો ધરાવે છે. આવી સ્થિતિમાં એ પણ દુબઈથી અબુધાબીના સેટ પર જતો હતો. ત્યાં હૃતિક રોશનને ફિલ્મ અને પાત્ર સાથે સંબંધિત ઝીણવટભરી વાતો જણાવતા હતા.

દુબઈ-લખનઉમાં ફિલ્મનું શૂટિંગ થયું
'વિક્રમ વેધા'માં હૃતિક રોશન તથા સૈફ અલી ખાન લીડ રોલમાં છે. હૃતિકે 'વેધા' તથા સૈફે 'વિક્રમ'નો રોલ પ્લે કર્યો છે. ફિલ્મમાં રાધિકા આપ્ટે પણ મહત્ત્વના રોલમાં છે. ફિલ્મનું શૂટિંગ દુબઈ તથા લખનઉમાં કરવામાં આવ્યું છે.

તમિળમાં 2017માં રિલીઝ થઈ હતી
'વિક્રમ વેધા' ઓરિજિનલી તમિળ ફિલ્મ છે. ફિલ્મને પુષ્કર ગાયત્રીએ ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં આર. માધવન તથા વિજય સેતુપતિ લીડ રોલમાં હતા. 2017માં રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરડુપર હિટ રહી હતી.

જુઓ ટ્રેલર