આર્યનની ધરપકડની અસર:ડ્રગ્સ કેસમાં પકડાયા બાદ સ્ટાર કિડ્સ ભયમાં, લેટ નાઇટ રંગીન પાર્ટીઓ કરી દીધી છે બંધ

મુંબઈ3 મહિનો પહેલાલેખક: જ્યોતિ શર્મા
  • બોલિવૂડના આ સ્ટાર કિડ્સ ઘરે અથવા ક્લબ હાઉસમાં પાર્ટી કરતા હોય છે

બોલિવૂડ સ્ટાર્સને પાર્ટી કરતાં તો મોટાભાગના ચાહકોએ જોયા જ હશે, જોકે, ઘણાં ઓછા લોકોને ખ્યાલ છે કે તેમના બાળકો પણ પાર્ટી માણતા હોય છે. છોટે ઉસ્તાદોની આ પાર્ટી લેટ નાઇટ હોય છે અને આ રંગીન પાર્ટીની રોનક સહેજેય ઓછી હોતી નથી. જોકે, જ્યારથી NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ શાહરુખના દીકરા આર્યન ખાનની ધરપકડ કરી છે, ત્યારથી જ આ સ્ટાર કિડ્સ ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. તેમણે પાર્ટી કરવાનું બંધ કરી દીધું છે. આ તમામ સ્ટાર કિડ્સ ધરપકડથી અથવા તો નામ ખરાબ થાય તે ડરમાં છે. આ તમામ એ વાતથી ડરી રહ્યા છે કે તે રાત્રે આર્યનની જગ્યાએ તેઓ હોત તો શું થાત?

પોપ્યુલર સ્ટાર કિડ્સ
સ્ટાર કિડ્સ સો.મીડિયામાં જેટલા વધુ લોકપ્રિય તેટલી મીડિયાની નજર તેમના પર વધુ રહે છે. આ સ્ટાર કિડ્સ મોટી રાત સુધી ઘર કે પછી ક્લબમાં પાર્ટી કરતા હોય છે. આ ગ્રુપમાં આર્યન ખાન, સુહાના ખાન, નવ્યા નવેલી(બિગ બીની દોહિત્રી), શનાયા કપૂર (સંજય કપૂરની દીકરી)જાહન્વી કપૂર, આરવ કુમાર (અક્ષય કુમારનો દીકરો), અનન્યા પાંડે, ખુશી કપૂર (જાહન્વીની બહેન, શ્રીદેવી-બોનીની દીકરી), નિર્વાણ ખાન (સોહેલ ખાનનો દીકરો), અસલમ ખાન, અરહાન ખાન (મલાઇકા અરોરા-અરબાઝનો દીકરો), રાઇસા પાંડે (ચંકી પાંડેની દીકરી)ના નામ સામેલ છે. આ તમામ સ્ટાર કિડ્સની લોકપ્રિયતા કોઈ સ્ટારથી ઓછી નથી. તેમની પાર્ટીના કિસ્સા પણ કમાલના છે.

આ વર્ષે 28, જાન્યુઆરીના રોજ અનન્યા પાંડેએ આ તસવીર સો.મીડિયામાં શૅર કરી હતી, સુહના ખાન, નવ્યા નવેલી, શનાયા કપૂર સાથે અનન્યા
આ વર્ષે 28, જાન્યુઆરીના રોજ અનન્યા પાંડેએ આ તસવીર સો.મીડિયામાં શૅર કરી હતી, સુહના ખાન, નવ્યા નવેલી, શનાયા કપૂર સાથે અનન્યા

સ્ટાર કિડ્સ ક્યા પાર્ટી કરે છે?
આ સ્ટાર કિડ્સ ક્યારેક ઘરે તો ક્યારેક ક્લબ-બારમાં પાર્ટી કરતા હોય છે. અનન્યા પાંડેના ઘરે, સંજય કપૂર, જાહન્વી કપૂર, અરબાઝ ખાન, સોહેલ ખાનના ઘરે પાર્ટી થતી હોય છે. ક્યારેક ક્યારેક આ પાર્ટી મન્નત (શાહરુખના બંગલે)માં પણ થતી હતી. આ ઉપરાંત અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી પણ આ જ ગ્રુપનો હિસ્સો છે. ક્યારેક આ રીતની પાર્ટી શ્વેતા બચ્ચનના ઘરે પણ યોજાતી હતી.

અન્ય સમાચારો પણ છે...