તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌથી મોટી પોસ્ટ રિલીઝ ડીલ:'RRR'ના ડિજિટલ અને સેટેલાઈટ રાઈટ્સ 325 કરોડ રૂપિયામાં વેચાયા, રિલીઝ પહેલાં ફિલ્મને કરોડોનો ફાયદો થયો

2 મહિનો પહેલા
જુનિયર એનટીઆર અને રામ ચરણ ફ્રીડમ ફાઈટરના લીડ રોલમાં
  • પ્રોડ્યુસર જયંતીલાલ ગડાએ ઝી ગ્રુપને રાઈટ્સ ટ્રાન્સફર કર્યા છે
  • 13 ઓક્ટોબરે દશેરાના દિવસે ફિલ્મ રિલીઝ થશે

બાહુબલી ફેમ ડિરેક્ટર એસ એસ રાજમૌલીની અપકમિંગ પીરિયડ ડ્રામા ફિલ્મ 'RRR'ના ડિજિટલ અને સેટેલાઈટ રાઈટ્સની ડીલ આશરે 325 કરોડ રૂપિયામાં થઈ છે. રિપોર્ટમાં ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોને હવાલે લખવામાં આવ્યું છે કે, પ્રોડ્યુસર જયંતીલાલ ગડાએ ઝી ગ્રુપને રાઈટ્સ ટ્રાન્સફર કર્યા છે. આ ડીલ દરેક ભાષાઓ (હિન્દી, તમિળ, તેલુગુ, કન્નડ અને મલયાલમ)ના વર્ઝન સહિત થઈ છે. રિલીઝ પછી રાઈટ્સના મામલે આ અત્યાર સુધીની સૌથી મોટી ડીલ છે.

જયંતીલાલ ગડાએ 475 કરોડમાં રાઈટ્સ ખરીદ્યા હતા
થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે, જયંતીલાલ ગડાના સ્ટુડિયો પેન(પોપ્યુલર એન્ટરટેનમેન્ટ નેટવર્ક) ઇન્ડિયા લિમિટેડે ફિલ્મની દરેક ભાષાનાં ડિજિટલ, સેટેલાઈટ અને ઇલેક્ટ્રિક રાઈટ્સ ખરીદ્યા હતા. સાથે જ તેમણે 'RRR'ના હિન્દી વર્ઝનના થિએટ્રીકલ રાઈટ્સ પણ 140 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. કુલ મળીને આ ડીલ 475 કરોડ રૂપિયામાં થઈ હતી.

આ ફિલ્મથી આલિયા ભટ્ટનું તેલુગુ ડેબ્યુ
આ ફિલ્મથી આલિયા ભટ્ટનું તેલુગુ ડેબ્યુ

રાઈટ્સ વેચતા મેકર્સને 450 કરોડ રૂપિયાનો પ્રોફિટ
પિંકવિલા વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે, 'RRR'ના મેકર્સે ઓફિશિયલી દરેક પ્રકારના રાઈટ્સ વેચી દીધા છે અને આનાથી તેમને 450 કરોડ રૂપિયાનો નફો થયો છે. રિલીઝ પહેલાં ફિલ્મનું રેવન્યુ 800 કરોડ રૂપિયા આસપાસ આંકી શકાય, જે ઇન્ડિયન સિનેમામાં કોઈ પણ પ્રોડ્યુસરના નામે અત્યાર સુધીનું સૌથી મોટું અમાઉન્ટ છે. રાઈટ્સની ડીલ વખતે સ્પષ્ટપણે ચોખવટ કરવામાં આવી છે કે, આ રિલીઝ પછીના સ્ટ્રીમિંગ અને સેટેલાઈટ્સ રાઈટ છે અને આ ડાયરેક્ટ OTT રિલીઝ માટે નથી.

ડિરેક્ટર એસ એસ રાજમૌલી જુનિયર એનટીઆર અને રામચરણ સાથે
ડિરેક્ટર એસ એસ રાજમૌલી જુનિયર એનટીઆર અને રામચરણ સાથે

'RRR' 13 ઓક્ટોબરે રિલીઝ થશે
રામ ચરણ અને જુનિયર એનટીઆર સિવાય ફિલ્મમાં અજય દેવગણ, શ્રિયા સરન અને આલિયા ભટ્ટ પણ ફિલ્મમાં લીડ રોલમાં છે. આલિયા ભટ્ટે પોસ્ટર શેર કરી લખ્યું હતું, 'RRR' માટે તૈયાર થઇ જાઓ. 13 ઓક્ટોબરે થિયેટરમાં રિલીઝ થશે.' ફિલ્મ વિશે વાત કરતા પ્રોડ્યુસર ડીવીવી દાનય્યાએ કહ્યું, 'અમે 'RRR'ના શૂટિંગ શેડ્યુઅલની અંતની નજીક પહોંચી ગયા છીએ અને આ ફિલ્મને દર્શકો સામે લાવવા માટે ઘણા ઉત્સુક છીએ. અમે દર્શકો સાથે થિયેટરમાં દશેરા જેવા મોટા તહેવારને મનાવવા માટે પણ ઘણા ઉત્સુક છીએ.'

કોરોનાને કારણે રિલીઝ ડેટ ટાળવામાં આવી
ફિલ્મ DVV એન્ટરટેનમેન્ટ્સના બેનર હેઠળ બની રહી છે. આ ફિલ્મ 1920ના દશકના ક્રાંતિકારીઓ અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમની લાઈફ પર આધારિત છે. પહેલા આ મલ્ટિ સ્ટારર પિરિયડ ડ્રામા ફિલ્મ 8 જાન્યુઆરી 2021ના રોજ રિલીઝ થવાની હતી પણ કોરોના મહામારી અને લોકડાઉનને કારણે આ ફિલ્મની રિલીઝ ડેટ ટાળવામાં આવી.

ફિલ્મમાં અજય દેવગનનો કેમિયો છે
ફિલ્મમાં અજય દેવગનનો કેમિયો છે

ફ્રીડમ ફાઈટરની સ્ટોરી
આ પિરિયડ ડ્રામા ફિલ્મ બે ફ્રીડમ ફાઈટરની સ્ટોરી છે જે 1920ના બેકડ્રોપમાં સેટ થયેલી છે. ફિલ્મમાં જુનિયર એનટીઆર કોમારમ ભીમ અને રામ ચરણ અલ્લુરી સીતારામ રાજુની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મમાં આલિયા સીતાનો રોલ કરી રહી છે અને તે રામચરણની ઓપોઝિટ કાસ્ટ થયેલ છે. આ 300 કરોડની બિગ બજેટ ફિલ્મમાં જુનિયર એનટીઆરના એન્ટ્રી સીન અને ઇન્ટ્રોડક્શન માટે જ માત્ર બજેટ 22 કરોડ રૂપિયાનું છે. અજય દેવગનનો આ ફિલ્મમાં કેમિયો છે જેની એન્ટ્રી ફ્લેશબેકમાં થશે. તે રામચરણના પિતાના રોલમાં દેખાશે.

અન્ય સમાચારો પણ છે...