વાઇરલ વીડિયો:કેમેરા જોતાં જ SRKની દીકરી સુહાનાએ મોં ફેરવી લીધું, ફોટોગ્રાફર્સે આ વાત કહી દીધી

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

શાહરુખ ખાનની દીકરી સુહાના ડિરેક્ટર ઝોયા અખ્તરની ફિલ્મ 'ધ આર્ચીઝ'થી એક્ટિંગ ડેબ્યૂ કરી રહી છે. સુહાના ખાનની એક પણ બોલિવૂડ ફિલ્મ રિલીઝ થઈ ના હોવા છતાં તેનું બહોળું ફેન ફોલોઇંગ છે. હાલમાં જ સુહાના ખાન મુંબઈના અંધેરી વિસ્તારમાં જોવા મળી હતી. ગાડીમાંથી ઉતરતાં જ ફોટોગ્રાફર્સને જોતાં સુહાના ખાને મોં ફેરવી લીધું હતું. આ જ કારણે સુહાનાને સો.મીડિયામાં ટ્રોલ પણ કરવામાં આવી છે.

ફોટોગ્રાફર્સને જોઈને ચમકી ગઈ
સુહાના ખાનનો વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં જોવા મળે છે કે સુહાના કારમાંથી બહાર આવે છે. એક વ્યક્તિ કારનો દરવાજો ખોલે છે અને બીજી વ્યક્તિ છત્રી ખોલે છે. એક્ટ્રેસની નજર ત્યાં હાજર રહેલા ફોટોગ્રાફર્સ પર પડે છે અને તે ચમકી જાય છે અને ચહેરો બીજી તરફ ફેરવી લે છે.

ફોટોગ્રાફર્સે પૂછ્યું, હવે શું ટેન્શન છે?
સુહાના ખાન આ રીતનું વર્તન કરશે, તેનો અંદાજો ફોટોગ્રાફર્સને નહોતો. સુહાના પોઝ આપ્યા વગર જ ચાલવા લાગે છે. આ જોઈને ફોટોગ્રાફર્સે કહ્યું હતું, 'સુહાનાજી ઊભા રહો, હવે તો તમારી ફિલ્મ આવી રહી છે, હવે શું ટેન્શન છે? અમારો ચહેરો યાદ રાખજો, રોજ મળવાનું થશે.'

ફોટોગ્રાફર્સની વાત સાંભળીને સુહાનાએ શું કર્યું?
ફોટોગ્રાફર્સની વાત સાંભળીને સુહાના ખાન હસે છે અને પોઝ આપ્યા વગર જ બિલ્ડિંગની અંદર જતી રહી છે. સુહાના લાઇટ પિંક ક્રોપ ટોપ તથા મેચિંગ પેન્ટમાં હતી. હાથમાં સફેદ બેગ હતી.

યુઝર્સે ટ્રોલ કરી
સુહાના ખાને ફોટોગ્રાફર્સને પોઝ ના આપ્યો તે વાત સો.મીડિયા યુઝર્સને સહેજ પણ પસંદ આવી નહોતી. યુઝર્સે સુહાનાને ટ્રોલ કરી હતી. એક યુઝરે કહ્યું હતું આટલી ખરાબ રીતે અવગણના કરવાની. બીજા એકે એમ કહ્યું હતું કે આ તો એટિટ્યૂડની ક્વીન છે. અન્ય એકે એમ કહ્યું હતું કે હજી તો પહેલી ફિલ્મ પણ આવી નથી અને આવો એટિટ્યૂડ, એક મિનિટ પણ વાત ના કરી. આ બિગ સ્ટાર બનશે તો પોતાના પપ્પાને પણ બોલાવશે નહીં.

'ધ આર્ચીઝ'નું શૂટિંગ પૂરું કર્યું
સુહાના ખાન, ખુશી કપૂર, અગસ્ત્ય નંદા ઉટીમાં ફિલ્મ 'ધ આર્ચીઝ'નું શૂટિંગ પૂરું કરીને હાલમાં જ મુંબઈ પરત ફર્યા હતા. આ ફિલ્મ આવતા વર્ષે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે.