ડ્રગ્સ કેસ:જામીન મળ્યા બાદ આર્યન ખાન સાયકોલોજિકલ થ્રિલર વાંચે છે, NCBની ઓફિસ નોવેલ લઈને આવ્યો

મુંબઈ7 મહિનો પહેલા
  • આર્યન ખાનને 28 ઓક્ટોબરે બોમ્બે હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હતા

શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને 28 ઓક્ટોબરે બોમ્બે હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હતા. બે દિવસ બાદ એટલે કે 30 ઓક્ટોબરે તે પોતાના ઘરે આવ્યો હતો. આર્યન ખાનને શરતી જામીન મળ્યા હતા, જેમાં આર્યન ખાને દર શુક્રવારે બપોરે 11થી 2ની વચ્ચે NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)ની ઓફિસમાં હાજરી પૂરાવી પડશે.

આર્યનના હાથમાં સાયકોલોજિકલ બુક
આર્યન ખાન NCBની ઓફિસ જતો હતો ત્યારે કારમાં તે બુક વાંચતો હતો. તે સાયકોલોજિકલ થ્રિલર બુક 'ધ ગર્વ વિધ ધ ડ્રેગન ટેટૂ' વાંચતો હતો. સ્વીડિશ ઓથર સ્ટીગ લાર્સનની નોવેલ પરથી ફિલ્મ પણ બની છે. આ ફિલ્મમાં 'જેમ્સ બોન્ડ' ફૅમ એક્ટર ડેનિયલ ક્રેગ તથા એક્ટ્રેસ રૂની મારાએ એક્ટિંગ કરી હતી. ફિલ્મને બેસ્ટ એડિટિંગનો ઓસ્કર અવોર્ડ મળ્યો છે.

NCB ઓફિસમાં આર્યન ખાન
હાઇકોર્ટના આદેશનું પાલન કરીને શાહરુખનો દીકરો આજે, 5 નવેમ્બરના રોજ NCBની ઓફિસ આવ્યો હતો. આર્યન ખાન પિતા શાહરુખની રેન્જ રોવરમાં બેસીને આવ્યો હતો. NCBની ઓફિસમાં તેના વકીલ સતીશ માનશિંદે હાજર રહ્યા હતા. જામીન મળ્યા બાદ આર્યન ખાન પહેલી જ વાર NCBની ઓફિસમાં હાજરી પૂરાવવા આવ્યો હતો.

NCB ઓફિસની બહાર આર્યન
NCB ઓફિસની બહાર આર્યન

3 ઓક્ટોબરે ધરપકડ થઈ હતી
2 ઓક્ટોબરના રોજ આર્યન ખાનની NCB (નાર્કોટ્રિક્સ કંટ્રોલ બ્યુરો)એ અટકાયત કરી હતી અને બીજા દિવસે ધરપકડ કરી હતી. 28 દિવસ બાદ આર્યન ખાન 'મન્નત' આવ્યો હતો. આર્યન ખાન ઘરે આવતા જ મન્નતની બહાર ચાહકોની ભીડ જોવા મળી હતી. ચાહકોએ ઢોલ નગારા તથા ફટાકડા ફોડીને આર્યનનું સ્વાગત કર્યું હતું. આર્યન ખાન ઘરે આવવાનો હોવાથી શાહરુખ-ગૌરીના સંબંધીઓ પણ મન્નત આવ્યા હતા.

આર્યન માટે અલગ બૉડીગાર્ડ
ચર્ચા છે કે શાહરુખ તથા ગૌરી ખાને આર્યન માટે પર્સનલ બૉડીગાર્ડ રાખવાનો નિર્ણય લીધો છે. શાહરુખની સાથે જેમ બૉડીગાર્ડ રવિ પડછાયાની જેમ રહે છે, એ જ રીતે આર્યનની સાથે બૉડીગાર્ડ રહેશે.

બૉડીગાર્ડ રવિ સાથે શાહરુખ
બૉડીગાર્ડ રવિ સાથે શાહરુખ

સૂત્રોના મતે, શાહરુખ ખાન આ આખી ઘટનાથી ઘણો જ હચમચી ગયો છે. તે વિચારી રહ્યો છે કે જો આર્યનનો પોતાનો બૉડીગાર્ડ હોત તો કદાચ વાત આટલી વણસી ના હોત. રવિ જે રીતે શાહરુખનું ધ્યાન રાખે છે એ જ રીતે આર્યનનું પણ તે ધ્યાન રાખત, આથી જ શાહરુખ હવે દીકરા માટે જેમ બને તેમ જલદી બૉડીગાર્ડ રાખશે.

આર્યન હવે મન્નતમાં નહીં રહે
આ દરમિયાન એવી પણ ચર્ચા છે કે દિવાળી પછી આર્યન ખાનને મન્નતથી દૂર મોકલાશે. ડ્રગ્સ કેસમાં જામીન મળ્યા બાદ આર્યન ખાને પોતાનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવ્યો છે. શરત પ્રમાણે, આર્યન મુંબઈ કે ભારત બહાર પરવાનગી વગર જઈ શકશે નહીં, આથી એમ માનવામાં આવે છે કે આર્યન અલીબાગ સ્થિત ફાર્મહાઉસમાં રહેશે.

શાહરુખનું અલીબાગ સ્થિત ફાર્મહાઉસ
શાહરુખનું અલીબાગ સ્થિત ફાર્મહાઉસ

આર્યન માટે ઓક્ટોબર મહિનો ઘણો જ મુશ્કેલીભર્યો રહ્યો છે. શાહરુખ-ગૌરી ઈચ્છે છે કે આર્યનને મીડિયાની નજરમાંથી બ્રેક મળે અને તે પોતાની પર ધ્યાન રાખે, આથી જ આર્યન ખાનને દિવાળી બાદ અલીબાગ મોકલવામાં આવશે. અહીં શાહરુખનું વિશાળ ફાર્મહાઉસ છે. શાહરુખ દીકરાને ટ્રોમમાંથી બહાર કાઢવા માગે છે.