બાબા સિદ્દીકીએ 17 એપ્રિલ, રવિવારના રોજ ઈફ્તાર પાર્ટી મુંબઈની હોટલ તાજ લેન્ડ્સ એન્ડમાં યોજી હતી. સિદ્દીકીની ઈફ્તર પાર્ટીમાં ટીવી તથા બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. બાબા સિદ્દીકીએ બે વર્ષ બાદ ઈફ્તાર પાર્ટી આપી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લાં બે વર્ષ કોરોના હોવાને કારણે તેઓ ઈફ્તાર પાર્ટી આપી શક્યા નહોતા. પાર્ટીમાં શાહરુખ ખાન, સલમાન ખાન, શેહનાઝ ગિલ, સંજય દત્ત, શિલ્પા શેટ્ટી, કરન કુંદ્રા, તેજસ્વી પ્રકાશ, રશ્મિ દેસાઈ, ઉર્વશી ધોળકિયા સહિતના સેલેબ્સ આવ્યાં હતાં.
સના ખાન, રકુલ પ્રીત સિંહ, જેકી ભગનાની, જાસ્મિન ભસીન, અલી ગોની, આમના શરીફ, તમન્ના ભાટિયા, કરન સિંહ, હરનાઝ કૌર, હિના ખાન, સલીમ ખાન, દીપશીખા નાગપાલ, આયુષ શર્મા-અર્પિતા ખાન જોવા મળ્યાં હતાં.
શાહરુખ બ્લેક પઠાનીમાં જોવા મળ્યો
સલમાન ખાન પિતા સલીમ ખાન સાથે આવ્યો હતો. શાહરુખ ખાન બ્લેક પઠાનીમાં આવ્યો હતો. શાહરુખે પોતાના લાંબા વાળ કપાવી નાખ્યા હતા. માનવામાં આવે છે કે શાહરુખ ખાન ડિરેક્ટર રાજકુમાર હીરાનીની ફિલ્મમાં આ લુકમાં જોવા મળશે.
કોણ છે બાબા સિદ્દીકી?
બાબા સિદ્દીકી કોંગ્રેસના રાજકીય નેતા છે. તેઓ મહારાષ્ટ્રના પૂર્વ MLA (મેમ્બર ઓફ લેજિસ્લેટિવ ઍસેમ્બ્લી) છે. તેઓ 1999, 2004 તથા 2009 એમ ત્રણ વાર MLA રહી ચૂક્યા છે. આ પહેલાં 1992-1997 સુધી મ્યુનિસિપલ કોર્પોરેટર હતાં. બાબા સિદ્દીકીએ શેહઝીન સિદ્દીકી સાથે લગ્ન કર્યા છે. તેમને એક દીકરી ડૉ, અર્શીયા સિદ્દીકી તથા દીકરો ઝીશાન સિદ્દીકી છે. રમઝાન મહિનામાં તેઓ એકવાર ઈફ્તાર પાર્ટી આપતા હોય છે. આ ઈફ્તાર પાર્ટીમાં બોલિવૂડ તથા ટીવી વર્લ્ડની અનેક જાણીતી હસ્તીઓ સામેલ થતી હોય છે. છેલ્લાં બે વર્ષમાં કોરોના હોવાને કારણે તેમણે ઈફ્તાર પાર્ટી આપી નહોતી.
તસવીરોમાં બાબા સિદ્દીકીની પાર્ટી....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.