SRKની જન્મદિવસ પર ચાહકોને ખાસ ભેટ:'અપની કુર્સી કી પેટી બાંધ લીજિયે', કિંગ ખાનની 'પઠાન'નું દમદાર ટીઝર રિલીઝ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનનો આજે એટલે કે 2 નવેમ્બરના રોજ 57મો જન્મદિવસ છે. શાહરુખના જન્મદિવસ પર ચાહકોને ખાસ ભેટ આપવામાં આવી છે. આ દિવસે 'પઠાન'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝરમાં શાહરુખ ખાન દમદાર એક્શન કરતો જોવા મળ્યો છે. ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે.

શાહરુખે ટીઝર શૅર કરીને શું કહ્યું?
ટીઝર શૅર કરીને શાહરુખે કહ્યું હતું, 'અપની કુર્સી કી પેટી બાંધ લીજિયે, 'પઠાન'નું ટીઝર રિલીઝ.' આ ફિલ્મ હિંદી, તમિળ, તેલુગુમાં આવતા વર્ષે 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. ફિલ્મમાં શાહરુખ ઉપરાંત દીપિકા પાદુકોણ તથા જ્હોન અબ્રાહમ છે.

શાહરુખ ખાન ફૂલ ઑન એક્શન મોડમાં
ટીઝરની શરૂઆતમાં શાહરુખ ખાન લોહીથી લથપથ હાલતમાં જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવે છે, 'ક્યા જાનતે હો તુમ પઠાન કે બારે મેં, તીન સાલ સે ઉસકી કોઈ ખબર નહીં, અપને લાસ્ટ મિશન મેં વો પકડા ગયા, સુના હૈ બહોત ટોર્ચર કિયા ઉસે, પતા નહીં કી પઠાન મર ગયા યા....' ત્યારબાદ શાહરુખ ખાનની એન્ટ્રી થાય છે અને તે કહે છે, 'જિંદા હૈ.' ત્યારબાદ શાહરુખ ધમાકેદાર એક્શન કરતો જોવા મળે છે. વચ્ચે વચ્ચે દીપિકા-જ્હોન પણ જોવા મળે છે. ટીઝરના અંતે શાહરુખ ખાન કહે છે, 'અપની કુર્સી કી પેટી બાંધ લીજિયે, મૌસમ બિગડને વાલા હૈ.' આ સંવાદે ચાહકોની ઉત્સુકતા વધારી દીધી છે,.
ટીઝરમાં શાહરુખ ખાન ખૂંખાર રૂપમાં જોવા મળ્યો છે. દીપિકા પણ એક્શન કરતી જોવા મળી છે. દીપિકા તથા શાહરુખની કેમિસ્ટ્રીની આછેરી ઝલક પણ જોવા મળે છે. શાહરુખ ખાન એન્ગ્રી લુકમાં તો જ્હોન કૂલ લુકમાં જોવા મળ્યો છે.

2018માં 'ઝીરો'માં છેલ્લે જોવા મળ્યો હતો
શાહરુખ ખાન છેલ્લે 2018માં 'ઝીરો'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં કેટરીના કૈફ તથા અનુષ્કા શર્મા હતા. ફિલ્મ બહુ જ ખરાબ રીતે બોક્સ ઓફિસ પર પિટાઈ ગઈ હતી. આ જ કારણે શાહરુખ ખાને થોડા સમયનો બ્રેક લીધો હતો. હવે શાહરુખ ખાને ત્રણ ફિલ્મ સાથે બોલિવૂડમાં કમબેક કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...