બોલિવૂડ સ્ટાર્સને જ્યારે પણ સમય મળે ત્યારે સંતાનો સાથે બહાર જતા હોય છે. તાજેતરમાં જ સૈફ અલી ખાન પત્ની ને તૈમુર સાથે જોવા મળ્યો હતો. તો બીજી બાજુ શાહરુખ ખાન દીકરી ને દીકરા માટે ડ્રાઇવર બની ગયો હતો.
ડ્રાઇવર સીટ પર જોવા મળ્યો
શાહરુખ ખાન મન્નતની બહાર કારમાં ડ્રાઇવિંગ સીટ પર જોવા મળ્યો હતો. તેની બાજુમાં દીકરી સુહાના બેઠી હતી. સુહાનાના ખોળામાં નાનો દીકરો અબરામ જોવા મળ્યા હતા. સો.મીડિયામાં શાહરુખની તસવીરો વાઇરલ થતાં જ ચાહકો કહેવા લાગ્યા કે આ ત્રણેય સ્ટેડિયમમાં જાય છે. નોંધનીય છે કે આજે IPLમાં શાહરુખની ટીમ કોલકતા નાઇટ રાઇડર્સ તથા દિલ્હી કેપિટલ વચ્ચે મેચ છે.
શાહરુખ ખાને હાલમાં જ ફિલ્મ 'પઠાન'નું શૂટિંગ પૂરું કર્યું હતું. હાલમાં તે ડિરેક્ટર એટલીની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. 15 એપ્રિલથી શાહરુખ ખાન ડિરેક્ટર રાજકુમાર હિરાનીની ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. સુહાના ખાનની વાત કરીએ તો તે ડિરેક્ટર ઝોયા અખ્તરની 'ધ આર્ચીઝ'માં જોવા મળશે. આ ફિલ્મમાં તે વેરોનિકાનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મથી સુહાના ઉપરાંત ખુશી કપૂર તથા બિગ બીનો દોહિત્ર અગસ્ત્ય નંદા પણ બોલિવૂડ ડેબ્યૂ કરી રહ્યા છે. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે.
કરીના દીકરા ને પતિ સાથે જોવા મળી
સૈફ અલી ખાન પત્ની કરીના અને દીકરા તૈમુર અલી ખાન સાથે વીકેન્ડ લંચ માટે જોવા મળ્યો હતો. કરીના પિંક આઉટફિટમાં તો સૈફ અલી ખાન બ્લૂ ઝભ્ભો તથા વ્હાઇટ પાયજામામાં હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.