તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કિંગ ખાન 55 વર્ષનો થયો:શાહરુખ ખાન દિલ્હીમાં કેમ પત્ની ગૌરીને ભાભી કહેવા લાગે છે? આ કિસ્સો રસપ્રદ છે

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

શાહરુખ ખાનનો દિલ્હી સાથે ગાઢ સંબંધ છે. 2 નવેમ્બર, 1965માં અહીંયા જ જન્મ થયો અને અહીંયા જ ભણ્યો હતો. શાહરુખ ખાનને પ્રેમ પણ દિલ્હીની પંજાબી છોકરી ગૌરી સાથે થયો અને પછી બંનેએ લગ્ન કરી લીધા હતા. શાહરુખ ખાને દિલ્હીમાં રહેતા સમયે તેની સાથે થયેલી રસપ્રદ ઘટના અંગેની વાત 2016માં 'ધ કપિલ શર્મા શો' માં કરી હતી.

ગુંડાઓએ માર માર્યો હતો

હરુખ ખાને કહ્યું હતું કે બદમાશ યુવકોના એક ગ્રુપે એક યુવતીને ગર્લફ્રેન્ડ કહેવા પર તેની ધોલાઈ કરી હતી. શાહરુખ ખાને કહ્યું હતું, 'હું ગ્રીન પાર્કમાં હતો. મેં એક નવી નવી ગર્લફ્રેન્ડ બનાવી હતી. ગર્લફ્રેન્ડ જેવું નહોતું. પણ દિલ્હીના લોકો બોલે છે એ રીતે ગર્લફ્રેન્ડ હતી. એમ જ બિચારી મારી સાથે ફરતી હતી. જ્યારે અમે સાથે ફરી રહ્યા હતા ત્યારે કેટલાંક ગુંડા ટાઈપના એક ગ્રુપે મને પકડી લીધો અને તેમાંથી એક છોકરાએ મને અટકાવ્યો હતો અને પૂછ્યું હતું કે આ કોણ છે? હું સેન્ટ કોલબંસ સ્કૂલનો હતો અને મેં અંગ્રેજીમાં જવાબ આપ્યો હતો, ‘She’s my girlfriend’ (આ મારી પ્રેમિકા છે) તો તેણે કહ્યું હતું કે આ ગર્લફ્રેન્ડ નથી, તારી ભાભી છે.'

શાહરુખ દિલ્હીમાં પત્નીને ભાભી કહે છે

શાહરુખે પછી શોમાં આગળ કહ્યું હતું, 'ગર્લફ્રેન્ડ હજી બોલી પણ નહોતો રહ્યો અને યુવકો મને મારી મારીને અધમૂવો કરી નાખ્યો હતો. એક યુવકના હાથમાં ચાની કુલડી હતી અને તેણે એ જ કુલડી મારા મોં પર મારી હતી. હવે તો હું મારી પત્ની સાથે પણ દિલ્હીમાં ક્યાંક બહાર જાઉં અને કોઈ પૂછે કે આ કોણ છે તો હું એમ જ કહું છું કે મારી ભાભી છે.'

1991માં લગ્ન કર્યા હતા

શાહરુખ-ગૌરીએ 1991માં લગ્ન કર્યા હતા. હાલમાં જ બંનેએ 29મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. બંનેને આર્યન, સુહાના તથા અબરામ એમ ત્રણ બાળકો છે. શાહરુખ છેલ્લે 2018માં 'ઝીરો'માં જોવા મળ્યો હતો. હવે તે 'પઠાણ' ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે તેવી ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...