SRK 55નો થયો:શાહરુખ ખાન ત્રણ-ત્રણ શિફ્ટમાં 18 કલાક કામ કરતો, સાથે કામ કરી ચૂકેલા સેલેબ્સે રસપ્રદ કિસ્સા શૅર કર્યા

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

2 નવેમ્બરના રોજ શાહરુખ ખાન 55 વર્ષનો થયો છે. 80ના દાયકાથી શાહરુખ એન્ટરટેઇનમેન્ટ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે. તેણે 10થી વધુ ટીવી શો તથા 75થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે. શાહરુખ ખાનના જન્મદિવસ પર દિવ્ય ભાસ્કરે એક્ટર સાથે કામ કરી ચૂકેલા સેલેબ્સ સાથે વાત કરી હતી.

હની ઈરાનીએ બે કિસ્સા શૅર કર્યા
કિસ્સો નંબર 1: 'ડર'માં રાહુલ ખાસ કારણથી તોતડાતો હતો

ફિલ્મ 'ડર'માં રાહુલના પાત્ર માટે તોતડાપણું ખાસ કારણ બન્યું હતું. રાહુલ જ્યારે પણ કિરણને જોતો તો તે બહુ જ કોન્શિયસ થઈ જતો હતો. તે વર્ષોથી પોતાના પ્રેમનો ઇકરાર કરી શક્યો નહોતો. આ સાથે જ માતા ના હોવાને કારણે તેને મેન્ટલ પ્રોબ્લેમ તો હતો જ. આવામાં તે જ્યારે પણ કિરણને પોતાની સામે જોતો ત્યારે તે તોતડાતો હતો. તે તોતડાપણા પર શાહરુખ ખાને ખાસ્સી પ્રેક્ટિસ કરી હતી. કિરણનું પૂરું નામ લેવામાં રાહુલને બહુ જ સમય લાગ્યો હતો. રાહુલનું આ પાસુ શાહરુખ ખાને ઘણી જ સારી રીતે ભજવ્યું હતું.

કિસ્સો નંબર 2: શાહરુખ ખાનને સવારે વહેલો ઊઠાડવો મુશ્કેલ
અમે લોકો 'ડર'નું શૂટિંગ કરતા હતા. યશ ચોપરાજીએ કહ્યું હતું કે સવારે જલ્દી શૂટિંગ શરૂ કરી દઈશું. રાત્રે 11 વાગે બધા ડિનર માટે લૉનમાં બેઠા હતા. જ્યારે શાહરુખ ખાન સૂવા ગયો તો તેણે મને કહ્યું હતું કે સવારે વહેલા ઊઠાડી દેજો. સવારે પાંચ વાગે મેં તેના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં.

પછી જોયું તો દરવાજો ખુલ્લો હતો અને હું અંદર ગઈ હતી. જોયું તો શાહરુખ ખાન ગાઢ ઊંઘમાં હતો. તેના નામની બૂમો પાડી, તેને ખભેથી હલાવ્યો પરંતુ તેણે કંઈ જ જવાબ આપ્યો નહીં. પછી મેં આદિત્ય ચોપરાને બોલાવ્યો અને કેટલાંક આસિસ્ટન્ટ પણ આવી ગયા હતા.

બધાએ ભેગા થઈને તેને ઊંચક્યો અને સૂતેલા શાહરુખને બસમાં બેસાડી દીધો હતો. ત્યાર પછી જ્યારે યશજીએ ખોખારો ખાઈને પૂછ્યું, 'ચલો ભાઈ શૂટિંગ કરવું છે કે નહીં? ત્યારે શાહરુખ ખાનની આંખ ખુલી હતી. ટૂંકમાં શાહરુખને તમે વહેલી સવારે ઊઠાડી શકો નહીં.

જૂહી ચાવલાએ એક કિસ્સો સંભળાવ્યો
'શાહરુખની સાથે મેં સૌ પહેલી ફિલ્મ 'રાજુ બન ગયા જેન્ટલમેન'માં કામ કર્યું હતું. 'ક્યામત સે ક્યામત તક' હિટ હતી અને મારી પાસે ઘણી જ ફિલ્મ હતી. શાહરુખ ખાન પાસે માત્ર ત્રણ ફિલ્મ હતી.

'રાજુ બન ગયા જેન્ટલમેલ' ઉપરાંત મારા મતે શાહરુખ પાસે 'દિલ આશના હૈ' તથા 'દીવાના' હતી. નવાઈની વાત એ છે કે આ બંને ફિલ્મની સાથે જ શાહરુખ 'રાજૂ બન ગયા જેન્ટલમેલ'નું પણ શૂટિંગ કરતો હતો. તે ત્રણ શિફ્ટમાં કામ કરતો હતો. એક શિફ્ટ પતાવીને બીજી અને પછી ત્રીજી શિફ્ટમાં જતો હતો. રોજ 18 કલાક કામ કરતો હતો.'

અન્ય સમાચારો પણ છે...