હોલિવૂડ ફિલ્મનો કમાણીનો રેકોર્ડ:'સ્પાઇડરમેનઃ નો વે હોમ'એ 'સૂર્યવંશી'ને કમાણીમાં પાછળ મૂકી, બોક્સ ઓફિસ પર 202 કરોડ કમાયા

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 'સ્પાઇડમેનઃ નો વે હોમ'ની કમાણી 'સૂર્યવંશી'ના લાઇફટાઇમ કલેક્શન કરતાં પણ વધુ

હોલિવૂડ ફિલ્મ 'સ્પાઇડર મેનઃ નો વે હોમ' ભારતમાં ઘણી જ લોકપ્રિય છે. આ ફિલ્મે ઇન્ડિયન બોક્સ ઓફિસ પર નવો જ રેકોર્ડ બનાવ્યો છે. આ ફિલ્મે 200 કરોડ કરતાં વધુ કમાણી કરી છે. અક્ષય કુમારની 'સૂર્યવંશી'નું લાઇફટાઇમ કલેક્શન 196 કરોડ રૂપિયા છે. આ ફિલ્મે અક્ષય કુમારની ફિલ્મ કરતાં પણ વધુ કમાણી કરી છે.

202 કરોડની કમાણી
ન્યૂ યર વીકેન્ડ બોક્સ ઓફિસ પર ફિલ્મના બિઝનેસમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. આનો સીધો ફાયદો 'સ્પાઇડર મેન'ને મળ્યો હતો. ફિલ્મે અત્યાર સુધી 202 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.

ભારતમાં હોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ
એવેન્જર્સ એન્ડ ગેમઃ 367.43 કરોડ
એવેન્જર્સ ઇન્ફિનિટી વૉરઃ 228.5 કરોડ
સ્પાઇડરમેનઃ નો વે હોમઃ 202.34 કરોડ
નવાઈની વાત એ છે કે ત્રણેય ફિલ્મ માર્વેલ ફિલ્મ્સની છે.

'સ્પાઇડર મેન'એ આ કમાણી કોરોનાકાળમાં કરી છે. જો કોરોના ના હોત અને તમામ જગ્યાએ 100% ઓક્યુપન્સી સાથે થિયેટર ખુલ્યા હોત તો 'સ્પાઇડરમેન'એ આનાથી પણ વધુ કમાણી કરી હોત એ નક્કી છે.

ઉલ્લેખનીય છે કે સુપરહીરો ફિલ્મ 'સ્પાઇડરમેનઃ નો વે હોમ' 16 ડિસેમ્બર, ગુરુવારના રોજ રિલીઝ થઈ હતી. વર્કિંગ ડે તથા ઓમિક્રોનનો ડરની વચ્ચે ફિલ્મે પહેલા દિવસે 32.67 કરોડની કમાણી કરી હતી. 'સૂર્યવંશી' 5 નવેમ્બરના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ફેસ્ટિવલ સીઝનમાં રિલીઝ થઈ હતી અને પહેલા દિવસે 26.50 કરોડની કમાણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...