હોલિવૂડ ફિલ્મે કમાણીનો રેકોર્ડ તોડ્યો:'સ્પાઇડર મેનઃ નો વે હોમ'એ અક્ષય કુમારની 'સૂર્યવંશી'ને પછાડીને પહેલા દિવસે 33 કરોડની કમાણી કરી

મુંબઈએક મહિનો પહેલા
 • 'સ્પાઇડર મેનઃ નો વે હોમ' ભારતમાં 3264 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે

સુપરહીરો ફિલ્મ 'સ્પાઇડરમેનઃ નો વે હોમ' 16 ડિસેમ્બર, ગુરુવારના રોજ રિલીઝ થઈ છે. વર્કિંગ ડે તથા ઓમિક્રોનનો ડર હોવા છતાંય આ ફિલ્મે પહેલા જ દિવસે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ભારતમાં આ ફિલ્મ 2021ની અત્યારસુધીની ઓપનિંગ ડે પર સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. આ ફિલ્મે પહેલા દિવસે 32.67 કરોડની કમાણી કરી છે.

હોલિવૂડની સેકન્ડ હાઇએસ્ટ ઓપનર બની
ભારતમાં હાઇએસ્ટ ઓપનિંગ ડેની યાદીમાં 'સ્પાઇડર મેનઃ નો વે હોમ' બીજા સ્થાને રહી છે. પહેલા સ્થાને 'એવેન્જર્સઃ એન્ડગેમ' રહી છે. આ ફિલ્મે પહેલાં દિવસે 53 કરોડની કમાણી કરી હતી.

અક્ષય કુમારની 'સૂર્યવંશી'ને પાછળ મૂકી
'સ્પાઇડર મેનઃ નો વે હોમ'એ આ વર્ષે રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ 'સૂર્યવંશી'ને પાછળ મૂકી દીધી છે. 'સૂર્યવંશી' 5 નવેમ્બરના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ફેસ્ટિવલ સીઝનમાં રિલીઝ થઈ હતી અને પહેલા દિવસે 26.50 કરોડની કમાણી કરી હતી.

ભારતમાં 3264 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ
'સ્પાઇડર મેનઃ નો વે હોમ' ભારતમાં 3264 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે. કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને કારણે મહારાષ્ટ્રમાં થિયેટર્સ 50% ક્ષમતા સાથે ખોલી શકાય છે. નોંધનીય છે કે આ પહેલાં 2019માં 'એવેન્જર્સ એન્ડગેમ' 2845 સ્ક્રીન્સમાં અને 2018માં 'એવેન્જર્સ ઇન્ફિનિટી વૉર' 2000 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ હતી.

ભારતમાં ટોપ 10 હોલિવૂડ ઓપનર્સ

 • એવેન્જર્સ એન્ડગેમઃ 53.10 કરોડ
 • સ્પાઇડર મેનઃ નો વે હોમઃ 32.67 કરોડ
 • એવેન્જર્સઃ ઇન્ફિનિટી વૉરઃ 31.30 કરોડ
 • ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ પ્રેઝન્ટ્સઃ હોબ્સ એન્ડ શૉઃ 13.15 કરોડ
 • કેપ્ટન માર્વેલઃ 12.75 કરોડ
 • ફ્યુરિયસ 7: 12 કરોડ
 • બેટમેન વર્સિસ સુપરમેનઃ ડૉન ઓફ જસ્ટિસઃ 12 કરોડ
 • ધ લાયન કિંગઃ 11.06 કરોડ
 • જંગલ બુકઃ 10.9 કરોડ
 • મિશનઃ ઇમ્પોસિબલ ફોલઆઉટઃ 10 કરોડ