તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બર્થડે:ઐશ્વર્યાની આરાધ્યાના જન્મદિવસ પર સ્પેશિયલ પોસ્ટ, પાર્ટીની તસવીરો શૅર કરી

મુંબઈ5 મહિનો પહેલા

16 નવેમ્બરના રોજ ઐશ્વર્યા-અભિષેકની દીકરી આરાધ્યાનો નવમો જન્મદિવસ હતો. બચ્ચન પરિવારે આ વર્ષે કોરોનાને કારણે ગ્રાન્ડ પાર્ટી આપી નહોતી, પરંતુ ઘરમાં જ જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. ઐશ્વર્યા રાયે સોશિયલ મીડિયામાં આરાધ્યાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અને બર્થડે પાર્ટીની તસવીરો શૅર કરી હતી.

ઐશ્વર્યાએ સ્પેશિયલ પોસ્ટ શૅર કરી
ઐશ્વર્યાએ આરાધ્યા તથા અભિષેક સાથેની તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'મારા જીવનનો પ્રેમ, મારી એન્જલ આરાધ્યાને નવમા જન્મદિવસની હાર્દિક શુભેચ્છા. હું તને ઘણો જ પ્રેમ કરું છું, હંમેશાં કરતી રહીશ. ભગવાનની કૃપા હંમેશાં તારી પર રહે. હું મારો પ્રત્યેક શ્વાસ તારા માટે લઉં છું અને ભગવાનનો આભાર માનું છું. લવ યુ...'

બિગ બીએ આરાધ્યાની નવ તસવીરો શૅર કરી
દાદા અમિતાભ બચ્ચને પૌત્રી આરાધ્યાને જન્મદિવસની શુભેચ્છા સોશિયલ મીડિયામાં પાઠવી હતી. અમિતાભ આરાધ્યાની નાનપણની નવ તસવીરોનું કોલાજ શૅર કરીને કહ્યું હતું, 'હેપી બર્થડે આરાધ્યા...'

જુલાઈમાં આરાધ્યાને પણ કોરોના થયો હતો
જુલાઈમાં અમિતાભ, અભિષેક, ઐશ્વર્યા તથા આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શરૂઆતમાં અમિતાભ તથા અભિષેકને નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જોકે, પછી આરાધ્યા તથા ઐશ્વર્યાની તબિયત લથડતાં તેમને પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો