'લાઇગર' ટ્રેલર લૉન્ચના વાઇરલ વીડિયો:વિજય દેવરાકોંડા સ્લિપરમાં જોવા મળ્યો તો અનન્યા પાંડે સ્ટેજ પર જ સોંગના ડાન્સ સ્ટેપ ભૂલી ગઈ!

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફિલ્મ 'લાઇગર'નું 21 જુલાઈના રોજ ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનું ટ્રેલર મુંબઈ તથા હૈદરાબાદ એમ બે શહેરમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું. મુંબઈ લૉન્ચિંગ ઇવેન્ટમાં ફિલ્મ સ્ટાર વિજય દેવરાકોંડા હવાઇ સ્લિપર પહેરીને આવ્યો હતો. આ જોઈને રણવીર સિંહે કમેન્ટ પણ કરી હતી. આટલું જ નહીં ટ્રેલર લૉન્ચિંગ ઇવેન્ટમાં અનન્યા પાંડે પોતાની ફિલ્મના ગીતના ડાન્સ સ્ટેપ જ ભૂલી ગઈ હતી અને સ્ટેજ પર રણવીર સિંહે સ્ટેપ યાદ કરાવ્યા હતા.

રણવીરે સ્લિપર પર કમેન્ટ કરી
મુંબઈમાં આયોજીત ટ્રેલર લૉન્ચિંગ ઇવેન્ટમાં રણવીર સિંહ સ્પેશિયલ ગેસ્ટ હતો. વિજય દેવરાકોંડાને સ્લિપરમાં જોતા જ તેણે કમેન્ટ કરી હતી, 'ભાઈની સ્ટાઇલ જુઓ, એવું લાગે છે કે તે મારી ટ્રેલર લૉન્ચમાં આવ્યો છે કે હું તેની ટ્રેલર લૉન્ચમાં આવ્યો છું.'

બ્લેક ટી શર્ટમાં હતો વિજય
સાઉથ સુપરસ્ટાર વિજય દેવરાકોંડા એકદમ સિમ્પલ લુકમાં જોવા મળ્યો હતો. તેણે બ્લેક ટી શર્ટ પહેરી હતી અને તેની પર 'THE' કેપિટલમાં લખ્યું હતું. બેઝ રંગના કાર્ગો પેન્ટ સાથે વ્હાઇટ સ્લિપર પહેર્યા હતા. રણવીર સિંહે વિજય દેવરાકોંડાની તુલના જ્હોન અબ્રાહમ સાથે કરી હતી. જ્હોન અબ્રાહમ પણ અવારનવાર ઇવેન્ટ્સમાં ચંપલ પહેરીને આવતો હોય છે. રણવીર બ્લેક ટી શર્ટ, પ્રિન્ટેડ બ્લેક ટ્રાઉઝર તથા સિલ્વર-ગ્રે જેકેટ તથા બ્લેક બૂટમાં હતો.

રણવીર સિંહને પરસેવો વળતા કરન જોહરે લૂછ્યો
ઇવેન્ટમાં રણવીર સિંહ સ્ટેજ પર વાત કરતો હતો, આ સમયે તેને કપાળ પર પરસેવો વળી ગયો હતો. આ જોઈને તરત જ કરન જોહર આવ્યો હતો અને તેણે રૂમાલથી પરસેવો લૂછી આપ્યો હતો.

રણવીરે વિજય અંગે શું કહ્યું?
ઇવેન્ટમાં રણવીર સિંહે વિજય અંગે કહ્યું હતું, 'સર અમને તમારા બ્લોકબસ્ટર ટૉક શોની ઉત્તર ભારતમાં કેટલી ડિમાન્ડ છે તે ખ્યાલ છે.' ઉલ્લેખનીય છે કે 'કૉફી વિથ કરન'માં સારા અલી ખાને કહ્યું હતું કે તે વિજય દેવરાકોંડાને ડેટ કરવા માગે છે. રણવીર સિંહે આ સંદર્ભે જ વાત કરી હતી.

વિજયે ઇવેન્ટમાં શું કહ્યું?
વિજયે સાઉથ ને બોલિવૂડ વચ્ચેના ક્લેશ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે આશા રાખે છે કે ભવિષ્યમાં સાઉથ કે નોર્થ એવું કહેવામાં ના આવે અને માત્ર ઇન્ડિયન સિનેમા જ કહેવામાં આવે. કલાકારોને માત્ર ઇન્ડિયન એક્ટર્સ તરીકે સંબોધવામાં આવે. તે આ રીતનું જોવા ઈચ્છે છે.

અનન્યા ડાન્સ સ્ટેપ ભૂલી ગઈ
ટ્રેલર લૉન્ચ દરમિયાન રણવીર સિંહ તથા વિજય દેવરાકોંડાએ ફિલ્મના પહેલા ગીત 'અકડી પકડી' પર ડાન્સ કર્યો હતો. રણવીર સિંહે અનન્યાને પણ ડાન્સ કરવાનું કહ્યું હતું. જોકે, એક્ટ્રેસ ડાન્સના સ્ટેપ જ ભૂલી ગઈ હતી. આ દરમિયાન રણવીર સિંહે તેને ડાન્સના સ્ટેપ શીખવ્યા હતા અને પછી તેણે ડાન્સ કર્યો હતો.

પાંચ ભાષામાં રિલીઝ થશે ડિરેક્ટર પૂરી જગન્નાથની ફિલ્મ 'લાઇગર' પાંચ ભાષામાં રિલીઝ થશે. હિંદી, તેલુગુ, તમિળ, કન્નડ તથા મલયાલમમાં આવશે. આ ફિલ્મ 25 ઓગસ્ટના રોજ રિલીઝ થશે.

અન્ય સમાચારો પણ છે...