તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની અસર:વિજય દેવરાકોંડાની 'લાઈગર'નું ફર્સ્ટ ટીઝર રિલીઝ પોસ્ટપોન, મેકર્સે ઓફિશિયલ સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું

મુંબઈ3 મહિનો પહેલા

સાઉથ સુપરસ્ટાર વિજય દેવરાકોંડા તથા અનન્યા પાંડેની 'લાઈગરઃ સાલા ક્રોસબ્રીડ'નું ફર્સ્ટ ટીઝર રિલીઝને પોસ્ટપોન કરી દેવામાં આવ્યું છે. વિજય દેવરાકોંડાનો આજે એટલે કે 9 મેના રોજ જન્મદિવસ છે. મેકર્સે વિજયના જન્મદિવસ પર ટીઝર રિલીઝ કરવાના હતા. જોકે, દેશમાં કોરોનાની હાલની પરિસ્થિતિ વચ્ચે મેકર્સે ટીઝરને રિલીઝ ના કરવાનો નિર્ણય લીધો છે. મેકર્સે સો.મીડિયામાં આ અંગેની માહિતી આપી હતી.

બહું જ જલ્દી સારા સમય પર દુનિયાની સાથે શૅર કરીશું
મેકર્સે સ્ટેટમેન્ટમાં કહ્યું હતું, 'આ મુશ્કેલ સમયમાં અમને આશા છે કે તમે તમામ પોતાના ઘરમાં સુરક્ષિત હશો અને પોત-પોતાનું ધ્યાન રાખતા હશો. અમે તમામ 9 મેના રોજ 'લાઈગર'ના પાવર પેક ટીઝરને રિલીઝ કરવા માટે તૈયાર હતા. જોકે, દેશમાં કોરોનાની સ્થિતિને કારણે અમે પોસ્ટપોન કર્યું છે. આશા છે કે આપણે જલ્દીથી સારા સમયમાં દુનિયાની સાથે આને શૅર કરીશું.'

સ્ટેટમેન્ટમાં આગળ કહેવામાં આવ્યું હતું, 'અમે તમને વિશ્વાસ અપાવીએ છીએ કે તમે આ પહેલાં વિજય દેવરાકોંડાને આ રીતે ક્યારેય જોયો નહીં હોય અને તમે નિરાશ થશો નહીં. ઘરમાં રહો, સલામત રહો અને પોતાનું ધ્યાન રાખો. એકબીજાની મદદ કરો અને સૌથી પહેલાં વેક્સિન લો. સ્વાસ્થ્ય વિભાગે બહાર પાડેલી ગાઈડલાઈનનું પાલન કરો અને આપણે તમામે આ લડાઈમાં સાથે રહેવાનું છે. આપણે ટૂંક સમયમાં થિયેટરમાં મળીશું, જ્યારે આપણો દેશ મજબૂત તથા પૂરી રીતે સ્વસ્થ થશે. તમારો વિજય દેવરાકોંડા, ધર્મા પ્રોડક્શન તથા પૂરી કનેક્ટ્સ.' ફિલ્મની કો પ્રોડ્યૂસર ચાર્મી કૌરે પણ આ જ સ્ટેટમેન્ટ રિલીઝ કરીને ચાહકોના સપોર્ટ માટે આભાર માન્યો છે.

5 ભાષામાં ફિલ્મ રિલીઝ થશે
ફિલ્મ હિંદી, તેલુગુ, તમિળ, કન્નડ તથા મલયાલમ એમ પાંચ ભાષામાં રિલીઝ થશે. અનન્યાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યારે તે પહેલી જ વાર વિજય દેવરાકોંડાને મળી ત્યારે તે ઘણો જ વિન્રમ લાગ્યો હતો. આટલો મોટો સ્ટાર હોવા છતાંય તે ઘણી જ સહજતાથી વાત કરે છે. અનન્યાએ પોતાના રોલ અંગે કહ્યું હતું કે તે ફિલ્મમાં એવો રોલ ભજવે છે, જે તે રિયલ લાઈફમાં છે. તે ક્યૂટ, ફન્ની તથા ચાર્મિગ પર્સનાલિટીમાં જોવા મળશે. તેણે તેલુગુ ભાષા પણ શીખી છે. ફિલ્મમાં વિજય-અનન્યા ઉપરાંત રામ્યા કૃષ્ણન, વિશુ રેડ્ડી, રોનિત રોય, મકરંદ દેશપાંડે પણ જોવા મળશે.

પહેલાં આ ફિલ્મનું નામ 'ફાઈટર' હતું
ઉલ્લેખનીય છે કે જ્યારે ફિલ્મનું શૂટિંગ શરૂ થયું ત્યારે ચર્ચા હતી કે આ ફિલ્મનું નામ 'ફાઈટર' રાખવામાં આવશે. જોકે, થોડાં સમય પહેલાં જ સિદ્ધાર્થ આનંદે 'ફાઈટર' ફિલ્મની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ તથા રીતિક રોશન લીડ રોલમાં છે. સિદ્ધાર્થે 'ફાઈટર' ટાઈટલ રાખી લેતા કરન જોહરે પોતાની ફિલ્મનું નામ 'લાઈગર' રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે લાઈગર એવો મિક્સ્ડ સિંહ છે, જે મેલ સિંહ તથા ફીમેલ ટાઈગરના મિલનથી જન્મે છે.