તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામ ચરણને કોરોના:સાઉથ સુપરસ્ટાર રામ ચરણ તેજાનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો, કહ્યું- કોઈ લક્ષણ નથી અને હું ઘરે ક્વોરન્ટીન છું

2 મહિનો પહેલા

સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રામ ચરણ તેજા કોવિડ પોઝિટિવ આવ્યા છે. આ વાતની જાણકારી ખુદ તેણે મંગળવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આપી છે. રામ ચરણ હોમ ક્વોરન્ટીન છે. તેણે પોતાના સંપર્કમાં આવેલા બધા લોકોને ટેસ્ટ કરાવવાની અપીલ પણ કરી છે.

પોસ્ટ શેર કરીને રામે લખ્યું, મારો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મને અત્યારે કોરોનાના કોઈ લક્ષણ નથી અને હું ઘરે જ ક્વોરન્ટીન છું. આશા છે કે હું ટૂંક સમયમાં ઠીક થઇ જઈશ અને વધુ સ્ટ્રોંગ થઈને પરત ફરીશ. આ સિવાય રામે પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું, 'જે પણ લોકો ગયા દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા છે, એ બધા લોકોને મારું નિવેદન છે કે તેઓ કોવિડ ટેસ્ટ કરાવી લે. મારી રિકવરીને લઈને જાણકારી જલ્દી આપીશ.'

રામ ચરણના પિતા ચિરંજીવી પણ કોરોના પોઝિટિવ હતા
નવેમ્બરની શરૂઆતમાં રામ ચરણના પિતા અને સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી પણ કોરોના પોઝિટિવ હતા. તેના થોડા દિવસ પછી ચિરંજીવીએ કહ્યું હતું કે, તેમણે ત્રણ વખત તેમનો કોવિડ ટેસ્ટ કરાવ્યો અને તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. તેમણે એવો પણ ખુલાસો કર્યો હતો કે PCR કિટમાં રહેલી ખામીને કારણે અગાઉ તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ ઇન્ડિયન એક્ટર્સ પણ કોરોનાનો શિકાર થઇ ગયા છે
અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય અને તેની દીકરી આરાધ્યા. આ સિવાય નીતુ કપૂર, વરુણ ધવન, કૃતિ સેનન, મલયાલમ એક્ટર પૃથ્વીરાજ સુકુમારન, 'બાહુબલી' એક્ટ્રેસ તમન્ના ભાટિયા, રકૂલ પ્રીત સિંહ, સની દેઓલ, મનીષ પોલ, ડિરેક્ટર એસ રાજામૌલી પણ કોરોનાના શિકાર બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો