રજનીકાંતની દીકરી સૌંદર્યાએ દીકરાને જન્મ આપ્યો:સો.મીડિયામાં લાડલાની તસવીર શૅર કરીને નામ જણાવ્યું, 2019માં બીજા લગ્ન કર્યા હતા

ચેન્નઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુપરસ્ટાર રજનીકાંતની નાની દીકરી તથા ફિલ્મમેકર સૌંદર્યા રજનીકાંતે બીજા દીકરાને જન્મ આપ્યો છે. સૌંદર્યાએ સો.મીડિયામાં કેટલીક તસવીરો શૅર કરી છે. આ સાથે જ સૌંદર્યાએ પોતાના દીકરાનું નામ વીર રજનીકાંત વનંગમુડી રાખ્યું છે. સૌંદર્યાના પહેલા દીકરાનું નામ વેદ કૃષ્ણા છે. સૌંદર્યાએ બિઝનેમેન વિશગન વનંગમુડી સાથે લગ્ન કર્યા છે.

સો.મીડિયામાં જાહેરાત કરી
સૌંદર્યાએ રવિવાર, 11 સપ્ટેમ્બરના રોજ સો.મીડિયામાં મેટરનિટી ફોટોશૂટની તસવીરો શૅર કરીને બેબી બોય આવ્યો હોવાની જાણ કરી હતી. આ સાથે જ તેણે દીકરાની ઝલક પણ શૅર કરી હતી. તેણે તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'ભગવાનની અસીમ કૃપાથી તથા અમારા પેરેન્ટ્સના આશીર્વાદથી વિશનગ, વેદ તથા હું, વેદના નાના ભાઈ વીર રજનીકાંતના આવવાથી ઘણાં જ ખુશ છે. તેનો જન્મ 11 સપ્ટેમ્બર, 2022ના રોજ થયો. ડૉક્ટર્સની અમેઝિંગ ટીમનો આભાર.'

વિશગન સાથે બીજા લગ્ન
સૌંદર્યાએ એક્ટર તથા બિઝનેસમેન વિશગન વનંગમુડી સાથે ફેબ્રુઆરી, 2019માં લગ્ન કર્યા હતા. વિશગન ફાર્માસ્યુટિકલ કંપનીનો માલિક તથા વનંગમુડી બિઝનેમેનનો દીકરો છે. સૌંદર્યાએ પહેલા લગ્ન બિઝનેસમેન અશ્વિન રામકુમાર સાથે કર્યા હતા. જોકે, તેમણે લગ્નના સાત વર્ષ બાદ 2017માં ડિવોર્સ લીધા હતા. બંનેને એક દીકરો વેદ છે.

વિશગન-સૌંદર્યાના એરેન્જ મેરેજ હતા
સૌંદર્યાએ એક ઇન્ટરવ્યૂમાં વિશગન અંગે વાત કરતા કહ્યું હતું કે તેમની વચ્ચે ઘણી બધી સામ્યતા છે. તેને મળ્યા બાદ એવું લાગ્યું કે તે વર્ષોથી ઓળખે છે. તેમના એરેન્જ મેરેજ હતા. તેના પપ્પાના ક્લોઝ ફ્રેન્ડે વિશગન અંગે વાત કરી હતી. તેને મળ્યા બાદ એવું લાગ્યું કે તે તેના માટે જ બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...