ન્યૂ કપલ ઇન બોલિવૂડ?:સાઉથ સુપરસ્ટાર પ્રભાસ 10 વર્ષ નાની ક્રિતિ સેનનને ડેટ કરતો હોવાની ચર્ચા

મુંબઈ12 દિવસ પહેલા

32 વર્ષીય બોલિવૂડ એક્ટ્રેસ ક્રિતિ સેનન પોતાની લવ લાઇફને કારણે ચર્ચામાં રહે છે. હવે એવી વાતો થઈ રહી છે કે ક્રિતિ સેનન 42 વર્ષીય સાઉથ એક્ટર પ્રભાસને ડેટ કરી રહી છે. બંને ફિલ્મ 'આદિપુરુષ'માં કામ કરી રહ્યાં છે.

'કૉફી વિથ કરન'થી ડેટિંગ અફવાએ જોર પકડ્યું
ક્રિતિ સેનન તથા ટાઇગર શ્રોફ શો 'કૉફી વિથ કરન'માં આવ્યાં હતાં. અહીંયા ક્રિતિએ કૉલિંગ સેગમેન્ટ રાઉન્ડમાં પ્રભાસને ફોન કર્યો હતો. ત્યારથી જ બંને વચ્ચે સ્પેશિયલ બૉન્ડ હોવાની ચર્ચા છે. હવે લેટેસ્ટ રિપોર્ટ્સ પ્રમાણે બંને વચ્ચે રોમેન્ટિક રિલેશનશિપ હોવાનું માનવામાં આવે છે.

વેબ પોર્ટલ 'બોલિવૂડ લાઇફ'ના અહેવાલ પ્રમાણે, પ્રભાસ તથા ક્રિતિને એકબીજા માટે ઘણી જ ફીલિંગ્સ છે. ફિલ્મ 'આદિપુરુષ'ના સેટ પર બંને વચ્ચેનું બૉન્ડિંગ ગાઢ બન્યું છે. તેમના બૉન્ડિંગથી તમામને નવાઈ લાગી છે, કારણ કે પ્રભાસ ઘણો જ શરમાળ છે. જોકે, તે ક્રિતિ સાથે ઘણી જ સહજતાથી વાત કરે છે. બંને વચ્ચે કંઈક છે તે વાત પણ બંને સાથે હોય ત્યારે દેખાઈ આવે છે. બંને હાલમાં પોતાના સંબંધો ધીમે ધીમે આગળ વધારી રહ્યાં છે.

સૂત્રોના મતે, ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયા બાદ પણ બંને એકબીજા સાથે મેસેજ અને ફોન પર વાત કરે છે. આમ તો ફિલ્મના સેટ પર એકબીજા સાથે ખાસ બૉન્ડ શૅર કરવું સામાન્ય વાત છે, પરંતુ સેટ પર બંને સીન માટે એકબીજાની અપ્રૂવલ લેતાં હતાં.

ગયા વર્ષે ક્રિતિએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પ્રભાસ થોડો શરમાળ છે, પરંતુ જ્યારે તેણે વાત કરવાનું શરૂ કર્યું તો પ્રભાસ ઘણો જ ફ્રેંક લાગ્યો. ઉલ્લેખનીય છે કે ક્રિતિના સંબંધો આ પહેલાં સ્વ. સુશાંત સિંહ રાજપૂત સાથે હતા. થોડા સમય પહેલાં એવી ચર્ચા હતી કે ક્રિતિ તથા કાર્તિક આર્યન એકબીજાને ડેટ કરે છે. પ્રભાસની વાત કરીએ તો તેનું નામ સાઉથ એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી સાથે અવાર-નવાર ચર્ચાતું હતું.

ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે
'આદિપુરુષ' આવતા વર્ષે 12 જાન્યુઆરીએ રિલીઝ થશે. ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ કરી છે અને ફિલ્મમાં સૈફ અલી ખાન, સની સિંહ પણ છે. આ ફિલ્મમાં પ્રભાસ રામના અને ક્રિતિ સેનન સીતના રોલમાં જોવા મળશે. સૈફ અલી ખાને રાવણનું પાત્ર ભજવ્યું છે.