જાન્યુઆરી, 2022માં સાઉથ સુપરસ્ટાર ધનુષ તથા ઐશ્વર્યા રજનિકાંતે ડિવોર્સની જાહેરાત કરીને ચાહકોને નવાઈમાં મૂકી દીધાં હતાં. બંનેએ 18 વર્ષના લગ્નજીવનનો અંત આણવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન એવી પણ ચર્ચા થઈ હતી કે બંને ભેગા થશે. જોકે આ વાતથી તદ્દન અલગ જ સીન હાલમાં જ એક પાર્ટીમાં જોવા મળ્યો હતો.
ચેન્નઈની પાર્ટીમાં બંને જોવા મળ્યાં
તાજેતરમાં જ ચેન્નઈમાં એક પાર્ટી યોજવામાં આવી હતી. આ પાર્ટીમાં ઐશ્વર્યા રજનિકાંત તથા ધનુષ પણ આવ્યાં હતાં. પાર્ટીમાં હાજર તમામ મહેમાનોની નજર આ બંને પર જ હતી. તમામને હતું કે આ બંને પાર્ટીમાં એકબીજા સાથે વાત કરશે.
એકબીજા સામે જોયું પણ નહીં
પાર્ટીમાં ધનુષ તથા ઐશ્વર્યા અલગ અલગ આવ્યાં હતાં. પાર્ટીમાં બંનેએ એકબીજા સામે નજર સુધ્ધાં કરી નહોતી અને બંનેએ એકબીજાની અવગણના કરી હતી. પાર્ટીમાં બંનેનું આ રીતનું વર્તન જોઈને હાજર મહેમાનોને આશ્ચર્ય થયું હતું.
17 જાન્યુઆરીએ અલગ થયાની જાહેરાત કરી હતી
ધનુષ તથા ઐશ્વર્યાએ છૂટાછેડા અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું ‘અમે 18 વર્ષ સુધી મિત્રતા, કપલ, પેરેન્ટ્સ અને એકબીજાના શુભચિંતક બનીને ગ્રોથ, સમજણ અને પાર્ટનરશિપથી લાંબી સફર કરી છે. આજે અમે જે જગ્યાએ ઊભાં છીએ ત્યાંથી અમારા બંનેના રસ્તા અલગ થઈ રહ્યા છે. મેં અને ઐશ્વર્યાએ એક કપલ તરીકે અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે પોતાને સારી રીતે સમજવા માટે સમય આપવા ઇચ્છીએ છીએ. અમારા નિર્ણયનું સન્માન કરો અને અમારી પ્રાઈવસીનું ધ્યાન રાખો.’
વર્ષ 2004માં લગ્ન કર્યા હતા
ધનુષે 18 નવેમ્બર, 2004ના રોજ સુપરસ્ટાર રજનિકાંતની સૌથી મોટી દીકરી ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા. તેમને યાત્રા અને લિંગા નામે બે દીકરા છે, જેમનો જન્મ અનુક્રમે 2006 અને 2010માં થયો હતો. ધનુષે ઐશ્વર્યાના ડિરેક્શનમાં બનેલી પ્રથમ ફિલ્મ '3'માં કામ કર્યું છે. આ ફિલ્મનું સોંગ ‘કોલાવેરી ડી’ વર્ષ 2011નું સૌથી બિગેસ્ટ હિટ સોંગ બન્યું હતું.
પરિવાર ડિવોર્સના વિરોધમાં
ધનુષ અને ઐશ્વર્યા બંનેનો પરિવાર ઈચ્છે છે કે તે બંને ડિવોર્સના નિર્ણય પર પુનર્વિચાર કરે અને લગ્ન બચાવે. ડિવોર્સ પછી પણ બંને હૈદરાબાદની એક જ હોટલમાં સાથે રહ્યાં હતાં. ડિવોર્સના આટલા સમય બાદ પણ ઐશ્વર્યાએ સોશિયલ મીડિયામાંથી તેના પતિનું નામ હટાવ્યું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.