કોરોનાકાળની સૌથી મોટી બ્લોકબસ્ટર:સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની 'પુષ્પા'એ ઓપનિંગ ડેમાં 45 કરોડની કમાણી કરી, 'સૂર્યવંશી'-'સ્પાઇડર મેન'ને પછાડ્યા

મુંબઈ5 મહિનો પહેલા

તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુન તથા રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ સ્ટાર'ને કોરોનાકાળામાં અત્યાર સુધીનું સૌથી મોટું ઓપનિંગ મળ્યું છે. આ ફિલ્મનું ઓપનિંગ કલેક્શન 45 કરોડ રૂપિયા રહ્યું છે. ફિલ્મને દર્શકો તથા ક્રિટિક્સનો પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. 50% ઓક્યુપન્સીમાં રિલીઝ થયેલી આ ફિલ્મ અંગે અપેક્ષા હતી કે આ ફિલ્મ પહેલાં દિવસે 30-35 કરોડની કમાણી કરશે. જોકે, ફિલ્મે અપેક્ષા કરતાં ઘણો જ સારો બિઝનેસ કર્યો છે.

કોરોનામાં સૌથી મોટું ઓપનિંગ

  • પુષ્પાઃ 45 કરોડ
  • માસ્ટરઃ 34.80 કરોડ
  • સ્પાઇડર મેનઃ નો વે હોમઃ 32.67 કરોડ
  • સૂર્યવંશીઃ 26 કરોડ

કોરોનાકાળમાં રિલીઝ થયેલી સાઉથની ફિલ્મના ઓપનિંગ કલેક્શન સારા રહ્યાં છે. 13 જાન્યુઆરીના રોજ રિલીઝ થયેલી 'માસ્ટર'એ પહેલાં દિવસે 34.80 કરોડની કમાણી કરી હતી. 4 નવેમ્બરે રજનીકાંતની ફિલ્મ 'અન્નાથે' રિલીઝ થઈ હતી. આ ફિલ્મે પણ પહેલાં દિવસે 34.70 કરોડનું કલેક્શન કર્યું હતું. મોહનલાલની 'મરક્કરઃ લાયન ઓફ ધ અરેબિયન સી'એ પણ પહેલાં દિવસે 6 કરોડની કમાણી કરી હતી.

'પુષ્પા' ગેરકાયદેસર ધંધા પર આધારિત
'પુષ્પા ધ રાઇઝ સ્ટાર'ને સુકુમારે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ ચંદનના ગેરકાયદેસર વેપાર પર આધારિત છે. ફિલ્મમાં પુષ્પ રાજ (અલ્લુ અર્જુન) મજૂરી કરતાં કરતાં આ ધંધામાં ઝંપલાવે છે. આ ફિલ્મમાં રશ્મિકા મંદાના મજૂરની દીકરીના રોલમાં છે. તે પુષ્પ રાજને પ્રેમ કરે છે.