તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રજનીકાંતે ફરી એકવાર રાજકારણમાં ના આવવાનો પોતાનો નિર્ણય જાહેર કર્યો છે. સોમવાર, 11 જાન્યુઆરીના રોજ રજનીકાંતે ચાહકોને નામ એક સોશિયલ મીડિયા પોસ્ટ શૅર કરી હતી. રજનીકાંતે તમિળમાં શૅર કરેલી આ પોસ્ટમાં કહ્યું હતું, 'મેં પહેલાં જ વિગતવાર કહ્યું છે કે હું કયા કારણોસર રાજકારણમાં આવીશ નહીં. મહેરબાની કરીને મને વારંવાર તકલીફ ના આપો અને આ પ્રકારના આયોજન કરીને મને રાજકારણમાં આવવાનું ના કહો.'
— Rajinikanth (@rajinikanth) January 11, 2021
ડિસેમ્બરમાં રાજકારણમાં ના આવવાનો નિર્ણય લીધો હતો
29 ડિસેમ્બરના રોજ રજનીકાંતે ખરાબ સ્વાસ્થ્યની વાત કરીને રાજકારણમાં ના પ્રવેશવાનો નિર્ણય જાહેર કર્યો હતો. તમિળમાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે તે ચૂંટણી લડ્યા વગર જ લોકોની સેવા કરશે. રજનીકાંતે કહ્યું હતું, 'ખેદ સાથે જણાવવું પડે છે કે હું રાજકારણમાં નહીં આવી શકું. હું મારો પક્ષ પણ રચી રહ્યો નથી. આ જાહેરાત કરતાં જે તકલીફ થાય છે એ માત્ર હું જ અનુભવી શકું છું. મને ડૉક્ટરે કહ્યું છે કે મારા બ્લડ પ્રેશરમાં અસામાન્ય વધઘટની સ્થિતિ ઊભી થવી જોઈએ નહીં. જો તેમ થશે તો મારી કિડની પર ખરાબ અસર પડશે. ત્રણ દિવસ ડોક્ટરની દેખરેખ હેઠળ હતો. આને હું ભગવાન તરફથી મળેલી ચેતવણી માનું છું. મારે તેના પર ધ્યાન આપવું પડશે.' વધુમાં રજનીકાંતે કહ્યું હતું, 'મારા આ નિર્ણયથી ચાહકોને નિરાશા થશે, પરંતુ મને માફ કરો.'
— Rajinikanth (@rajinikanth) December 29, 2020
ડૉક્ટર્સે આરામ કરવાની સલાહ આપી હતી
સુપરસ્ટાર રજનીકાંતને શુક્રવાર (25 ડિસેમ્બર) સવારે હૈદરાબાદની અપોલો હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. 70 વર્ષીય રજનીકાંતનું બ્લડપ્રેશર વધ-ઘટ થતું હતું. આ સાથે જ તેમને થાક લાગતો હતો. તેમને બે દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ડૉક્ટર્સ એક અઠવાડિયું સંપૂર્ણ આરામ કરવાનું તથા ફિઝિકલ એક્ટિવિટી કરવાની ના પાડી હતી.
2021માં વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે રજનીકાંતે સત્તાવાર રીતે રાજકારણમાં ઝુકાવવાનું અને પોતાની રાજકીય પાર્ટી બનાવવાનું જાહેર કર્યું હતું. અભિનેતાએ 2021માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં લડવાની પણ જાહેરાત કરી હતી.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.