મહેશબાબુના પિતાનું અવસાન:એક્ટર અંતિમ દર્શન કરતાં સમયે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો, ચિરંજીવી-રામચરણે ગળે લગાવીને આંસુ લૂછ્યાં

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુના પિતાનું અવસાન 15 નવેમ્બરના રોજ થયું હતું. હજી બે મહિના પહેલાં મહેશબાબુની માતાનું અવસાન થયું હતું. માતા બાદ પિતાના જવાથી મહેશબાબુ એકદમ ભાંગી પડ્યો હતો. પિતાના અંતિમ દર્શન દરમિયાન મહેશબાબુ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. મહેશબાબુના પિતા તથા તેલુગુ સુપરસ્ટાર ક્રિષ્નાના અંતિમ સંસ્કાર 16 નવેમ્બરના રોજ રાજકિય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. હૈદરાબાદ સ્થિત મહાપ્રસ્થાનમ સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મહેશબાબુએ પિતાની અંતિમ વિધિ કરી હતી.

સાથી કલાકારોએ સાંત્વના આપી હતી
એક્ટર કૃષ્ણાના અંતિમ દર્શન માટે સાઉથ ઇન્ડસ્ટ્રીના અનેક સ્ટાર્સ આવ્યા હતા. પ્રભાસ, ચિરંજીવી, જુનિયર NTR, રામચરણ, અલ્લુ અર્જુન, નાગ ચૈતન્ય, વેંકટેશ સહિતના સેલેબ્સ આવ્યા હતા. રામચરણ તથા ચિરંજીવીના ખભે માથું મૂકીને મહેશબાબુ રડી પડ્યો હતો. બંનેએ એક્ટરને સાંત્વના પાઠવી હતી.

પત્ની નમ્રતા સાથે મહેશબાબુ.
પત્ની નમ્રતા સાથે મહેશબાબુ.
પિતાની તસવીરને હાર પહેરાવતો મહેશબાબુ.
પિતાની તસવીરને હાર પહેરાવતો મહેશબાબુ.
રામચરણ સાથે મહેશબાબુ.
રામચરણ સાથે મહેશબાબુ.
પવનકલ્યાણ અંતિમ દર્શનાર્થે આવ્યો હતો.
પવનકલ્યાણ અંતિમ દર્શનાર્થે આવ્યો હતો.
દુઃખી ચહેરે મહેશ બાબુ
દુઃખી ચહેરે મહેશ બાબુ
પિતાને છેલ્લીવાર મનભરીને જોતો મહેશબાબુ
પિતાને છેલ્લીવાર મનભરીને જોતો મહેશબાબુ
મહેશબાબુના ઘરની બહાર ચાહકોની ભીડ ઉમટી પડી હતી
મહેશબાબુના ઘરની બહાર ચાહકોની ભીડ ઉમટી પડી હતી
ડાબેથી, મહેશબાબુ, નાગ ચૈતન્ય તથા જુનિયર NTR
ડાબેથી, મહેશબાબુ, નાગ ચૈતન્ય તથા જુનિયર NTR
મહેશબાબુના પિતાના અંતિમ દર્શન કરતો જુનિયર NTR
મહેશબાબુના પિતાના અંતિમ દર્શન કરતો જુનિયર NTR
પ્રભાસ પણ શ્રદ્ધાંજલિ પાઠવવા આવ્યો હતો.
પ્રભાસ પણ શ્રદ્ધાંજલિ પાઠવવા આવ્યો હતો.
અલ્લુ અર્જુન.
અલ્લુ અર્જુન.

15 નવેમ્બરે અંતિમ શ્વાસ લીધા
સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુના પિતા કૃષ્ણા ઘટ્ટામનેનીનું 15 નવેમ્બરના રોજ સવારે ચાર વાગે કાર્ડિયેક અરેસ્ટને કારણે અવસાન થયું છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને 14 નવેમ્બરના રોજ હૈદરાબાદમાં કોન્ટિનેન્ટલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.

એક જ એક્ટ્રેસ સાથે 48થી વધુ ફિલ્મ કરી
કૃષ્ણાના નામે સૌથી ઝડપથી 200 ફિલ્મ કરવાનો રેકોર્ડ છે. તેમણે એક જ એક્ટ્રેસ સાથે 48 ફિલ્મમાં કામ કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. આ રેકોર્ડ કૃષ્ણાએ પોતાની બીજી પત્ની વિજયા સાથે બનાવ્યો હતો. તેમણે જયાપ્રદા સાથે 47થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે. આ રીતે તેમણે માત્ર 2 હિરોઈન સાથે 95 ફિલ્મમાં કામ કર્યું હતું.

કૃષ્ણાએ પોતાના કરિયરની શરૂઆત 1961માં સામાન્ય રોલ પ્લે કરીને કરી હતી. માત્ર ચાર વર્ષની અંદર તે તેલુગુ સ્ટાર બની ગયા હતા. 1975માં તેમની બેક ટુ બેક 15 ફિલ્મ ફ્લોપ રહી હતી. તેમણે સંઘર્ષ ચાલુ રાખ્યો અને બીજા જ વર્ષે તેમણે હિટ ફિલ્મ આપી હતી. વર્ષ 1998માં તેઓ સંસદ પણ રહી ચૂક્યા હતા.

પરિવાર પર દુઃખોનો પહાડ તૂટ્યો
કૃષ્ણાબાબુની બીજી પત્ની વિજયાનું 2019માં 27 જૂનના રોજ હાર્ટ અટેકથી અવસાન થયું હતું. આ વર્ષે 8 જાન્યુઆરીના રોજ કૃષ્ણાના મોટા દીકરા રમેશબાબુએ દુનિયાને અલવિદા કહી દીધું હતું. સપ્ટેમ્બર મહિનામાં કૃષ્ણાની પહેલી પત્ની ઈન્દિરાનું અવસાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...