ગ્લેમર વર્લ્ડની કાળી હકીકત:સાઉથ સ્ટાર એક્ટિંગ છોડીને શૌચાલય સાફ કરવા મજબૂર, કહ્યું- 'સેલ્ફી પેટની આગ બુઝાવતી નથી'

કોચી9 દિવસ પહેલા
  • સાઉથ સ્ટાર ઉન્ની રાજન હવે હોસ્ટેલમાં સફાઈ કામદાર તરીકે કામ કરશે

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય એકટર ઉન્ની રાજન દમદાર એક્ટિંગ માટે જાણીતો છે. ઉન્નીએ મલયાલમ ફિલ્મમાં કામ કર્યું છે. ઉન્નીએ પોતાની એક્ટિંગથી દર્શકોના મનમાં અલગ જ છાપ મૂકી છે. જોકે, હવે ઉન્ની એક્ટિંગને બદલે કચરો ઉપાડવાનું કામ કરવા મજબૂર થયો છે. ઉલ્લેખનીય છે કે ઉન્નીના પિતા રાજન પી. દેવ લોકપ્રિય એક્ટર હતા. તેમણે 200થી વધુ ફિલ્મમાં કામ કર્યું હતું. 2009માં તેમનું અવસાન થયું હતું.

હોસ્ટેલમાં સફાઈ કામદાર તરીકે કામ કરશે
48 વર્ષીય ઉન્ની રાજને કેરળના કાસરગોડ સ્થિત હોસ્ટેલમાં સફાઈ કામદારની સરકારી નોકરી માટે અરજી કરી હતી. નવાઈની વાત એ છે કે ઉન્નીની પસંદગી પણ થઈ ગઈ છે. તે 15 મે પછી અહીંયા કામ શરૂ કરશે.

રોજ 10 શૌચાલય સાફ કરશે
ઉન્ની રાજન હોસ્ટેલમાં રોજ 10 શૌચાલય સાફ કરશે. ચર્ચા છે કે આ શૌચાલય કેરળ સરકારના અનુસૂચિત જાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત સરકારી પોસ્ટ મેટ્રિક હોસ્ટેલના છે. ઉન્નીએ પોતાના કામ અંગે એમ કહ્યું હતું કે તેણે સ્વેચ્છાએ જ આ કામ પસંદ કર્યું છે. અહીંયા નિયમિત પગાર મળે છે. જ્યારે ગ્લેમર વર્લ્ડમાં પૈસા માટે લાંબી રાહ જોવી પડે છે.

સેલ્ફીથી પરિવારનું પેટ ભરાતું નથી
ઉન્ની રાજને દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે જ્યારે તે સફાઈ કામદારના ઇન્ટરવ્યૂ માટે બસમાં આવતો હતો ત્યારે 50થી વધુ લોકોએ તેની સાથે સેલ્ફી લીધી હતી. જોકે, સેલ્ફી લેવાથી તેના પરિવારનું પેટ ભરાશે ખરાં?

ગયા વર્ષે ધરપકડ કરવામાં આવી હતી
ગયા વર્ષે ઉન્ની રાજનની પત્ની પ્રિયંકાએ સુસાઇડ કર્યું હતું. આ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તિરુવનંતપુરમ નજીક વટ્ટાપારા સ્થિત ઘરમાંથી ઉન્ની રાજનની 26 વર્ષીય પત્ની પ્રિયંકાની લાશ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આત્મહત્યાના એક દિવસ પહેલાં જ પ્રિયંકાએ પોલીસમાં પતિ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ કરી હતી. પ્રિયંકા સ્થાનિક શાળામાં શારીરિક વ્યાયામ શિક્ષિકા હતી. પ્રિયંકાના ભાઈએ ઉન્ની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી, જેમાં તેણે દુર્વ્યવહાર ઉપરાંત અનેક આરોપ લગાવ્યા હતા. ઉન્ની તથા પ્રિયંકાએ 2019માં લવ મેરેજ કર્યા હતા.

ઉન્ની રાજને મલયામલ સિનેમામાં 'રાક્ષાધિકારી બૈજુ', 'જનમૈથ્રિ', 'મંદારમ', 'આડુ' ઉપરાંત અનેક ફિલ્મમાં કામ કરીને ચાહકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે.

અન્ય સમાચારો પણ છે...