તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવસાન:સાઉથ ઈન્ડિયન ફિલ્મના ડાયરેક્ટ થામિરાએ દુનિયાને અલવિદા કહ્યું, કોરોના સામે ફાઈટ બેક આપતાં ચેન્નઈની પ્રાઈવેટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થામિરાએ 'Aan Devadhai'અને 'Rettai Suzhi' જેવી તમિળ ફિલ્મ્સ ડાયરેક્ટ કરી હતી
  • થામિરા તેમની કળા અને સરળ સ્વભાવને લીધે પોતાની અલગ પ્રતિભા ધરાવતા હતા

સાઉથ ઈન્ડિયન ફિલ્મ્સના ડાયરેક્ટર થામિરાનું અવસાન થયું છે. તેઓ કેટલાક દિવસોથી કોરોના સંક્રમણ સામે ફાઈટ બેક આપી રહ્યા હતા. મંગળવારે ચેન્નઈની માયા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. થામિરાએ કે. બાલાચંદર અને ભારતીરાજા જેવા દિગ્જ ડાયરેક્ટર્સ સાથે કામ કર્યું હતું. તેમણે 'Aan Devadhai'અને 'Rettai Suzhi' જેવી તમિળ ફિલ્મ્સ ડાયરેક્ટ કરી હતી.

સેલિબ્રિટીઝે દુ:ખ વ્યક્ત કર્યું
થામિરાના અવસાન પર સાઉથ ઈન્ડિયન સેલિબ્રિટીઝે દુ:ખ વ્યક્ત કર્યું છે. ટ્રેડ એનાલિસ્ટ કૌશિક એલ. એમએ લખ્યું કે, ડાયરેક્ટર થામિરા (Aan Devadhai, Rettai Suzhi ફેમ)નું કોરોના સામે લડતાં દુખદ અવસાન થયું છે. આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમની આત્માને શાંતિ મળે. તેમની ફેમિલી અને મિત્રોને સંવેદના.

મ્યુઝિક કમ્પોઝર એમ ઘિબરણે લખ્યું કે, 'આપણે વધુ એક સાચો રતન ખોઈ નાખ્યો. થામિરા સર પોતાની કળા પ્રત્યે સાચા રહ્યા અને ક્યારેય પ્રસિદ્ધિ અને ધન પાછળ ન રહ્યા. તેમની સાથે કામ કરવું એ એક શાનદાર ગિફ્ટ હતી. તેમની આત્માને શાંતિ મળે. સરના પરિવાર પ્રત્યે સંવેદના.'

એક્ટ્રેસ રામ્યા પાંડિયને લખ્યું કે, 'હું હંમેશા થમીરા સરની સ્ક્રિપ્ટ રાઈટિંગ એબિલિટીની પ્રશંસક રહી છું. તમિળ માટે તેમના પ્રેમ અને ઝુનુને મારા સહિત અનેક લોકોને પ્રેરિત કર્યા છે. તેમની આસપાસના લોકો સાથેનો તેમનો વ્યવહાર તેમને હટ કે બનાવે છે.' 'Aan Devadhai' દરમિયાન તેઓ એક્ટર્સ અને ક્રુ મેમ્બર્સ સાથે હંમેશાં સમ્માન સાથે વાત કરતા હતા. તેઓ ક્યારેય પણ પ્રતિભાની પ્રશંસા કરવાનું ચૂકતા નહોતા અને તે પણ દિલથી. તેમણે મને સપોર્ટ આપ્યો અને તેમના પરિવારજનની જેમ મને સાચવી છે. આ પર્સનલ લોસ છે. દરેક વસ્તુ માટે થેન્ક્યુ સર. તમને પ્રેમથી યાદ કરવામાં આવે છે. પરિવાર પ્રત્યે સંવેદના.

કેટલાક સેલેબ્સની શ્રદ્ધાંજલિ ભરી પોસ્ટ