એક્ટ્રેસ સામંથા રુથ પ્રભુની ફિલ્મ 'શાકુંતલમ' 17 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. 9 જાન્યુઆરીના રોજ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. લાંબા સમય બાદ સામંથા પબ્લિક વચ્ચે જોવા મળી હતી. સામંથાનો એક વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. ટ્રેલર લૉન્ચિંગ ઇવેન્ટમાં સામંથા ઘણી જ ઇમોશનલ થઈ હતી. તે પોતાની લાગણીઓ પર કંટ્રોલ રાખી શકી નહોતી અને રડવા લાગી હતી.
મુશ્કેલીઓમાં પણ સિનેમા પ્રત્યેનો પ્રેમ ઓછો થયો નથીઃ સામંથા
ડિરેક્ટર ગુનાશેખરે સામંથા અંગે વાત કરી હતી. ગુનાશેખરની વાતો સાંભળીને સામંથા ઇમોશનલ થઈ જાય છે અને તેની આંખોમાંથી આંસુ સરી પડે છે. ટ્રેલર લૉન્ચિંગ ઇવેન્ટમાં સામંથાએ કહ્યું હતું, 'મુશ્કેલ દિવસો હોવા છતાં સિનેમા પ્રત્યેનો તેનો પ્રેમ ક્યારેય ઓછો થયો નથી. તેને વિશ્વાસ છે કે 'શાકુંતલમ'ની સાથે તેનો આ પ્રેમ ઘણો જ વધી ગયો છે.' તેણે હિંમત સાથે આ ઇવેન્ટમાં ભાગ લીધો છે.
ટ્રોલરને જવાબ આપ્યો
બીમારી ને સારવારને કારણે સામંથા ખાસ્સા સમયથી લાઇમલાઇટથી દૂર હતી. એક સો.મીડિયા યુઝર્સે સામંથાન લુક્સ અંગે કમેન્ટ કરી હતી. યુઝરે કહ્યું હતું કે સામંથાએ ચાર્મ તથા ગ્લો ગુમાવી દીધો છે. આ અંગે સામંથાએ જવાબ આપ્યો હતો કે તે પ્રાર્થના કરે છે કે તમારે ક્યારેય મહિનાઓની સારવાર ને દવામાંથી પસાર ના થવું પડે. આ પોસ્ટ પર સામંથાના ચાહકોએ એક્ટ્રેસનું સમર્થન કર્યું હતું.
માયોસાઇટિસ એટલે શું?
માયોસાઇટિસ એટલે મસલ્સ એટલે કે માંસપેશીમાં દુખાવો અથવા સોજો. આ બીમારીને કારણે દર્દીના મસલ્સ નબળાં પડી જાય છે અને દુખાવો રહે છે. આ બીમારીને કારણે સ્કિન પર ચકામા પણ પડી જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.