વેડિંગ બેલ્સ:સાઉથ એક્ટ્રેસ નયનતારા લોંગ ટાઇમ બોયફ્રેન્ડ વિગ્નેશ સાથે 9 જૂને લગ્ન કરશે

ચેન્નઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ બાદ હવે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં લગ્ન થઈ રહ્યા છે. એક્ટ્રેસ નયનતારા બોયફ્રેન્ડ વિગ્નેશ સિવન સાથે લગ્ન કરવાના છે. બંને 9 જૂનના રોજ મહાબલિપુરમના રિસોર્ટમાં ફેરા ફરશે. બંનેએ લગ્નની જાહેરાત ચેન્નઈમાં પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી.

તમિળનાડુના મુખ્યમંત્રીને આમંત્રણ આપ્યું
નયનતારા તથા વિગ્નેશે તમિળનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનને લગ્નનું આમંત્રણ આપ્યું હતું. તેમની સાથે નેતા ઉદયનિધિ સ્ટાલિન પણ હાજર હતાં. આ મુલાકાતની તસવીર વાઇરલ થઈ હતી.

કપલની લવસ્ટોરી
ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા વિગ્નેશ તથા નયનતારાને સાથે કામ કરતાં કરતાં એકબીજા પ્રત્યે પ્રેમ થયો હતો. છ વર્ષના ડેટિંગ બાદ બંનેએ 25 માર્ચ, 2021ના રોજ સગાઈ કરી હતી. ઉલ્લેખનીય છે કે નયનતારા તથા પ્રભુદેવા વચ્ચે અફેર હતું. જોકે, પછી આ સંબંધોનો અંત આવ્યો હતો.

નયનતારા-વિગ્નેશના અપકમિંગ પ્રોજેક્ટ
વિગ્નેશે ડિરેક્ટ કરેલી ફિલ્મ 'કથુવાકુલા રેંડુકધલ' 28 એપ્રિલે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં વિજય સેતુપતિ, નયનતારા તથા સામંથા હતા. નયનતારાની ફિલ્મ 'O2' ડિજિટલ પ્લેટફોર્મ પર 17 જૂને સ્ટ્રીમે થશે. ત્યારબાદ તે વિગ્નેશની જ ફિલ્મ 'એકે 62'નું શૂટિંગ શરૂ કરશે. નયનતારા બોલિવૂડ એક્ટર શાહરુખની ફિલ્મ 'જવાન'માં પણ કામ કરી રહી છે.