મેગા બ્લોકબસ્ટર કે મેગા ભૂલ!:સૌરવ ગાંગુલીની સોશિયલ મીડિયા ટીમે કર્યો ભગ્ગો, કરોડોના એડ કેમ્પેઇનનો ફુગ્ગો ફોડી નાખ્યો

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા થોડા દિવસથી બોલિવૂડના સિતારાઓ સહિત અનેક લોકો Mega Blockbusterનું પોસ્ટર સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યા હતા. સૌથી પહેલાં કપિલે અપકમિંગ પ્રોજેક્ટ 'મેગા બ્લોકબસ્ટર'નું પોસ્ટર શૅર કર્યું હતું. બાદમાં અનેક સિતારાઓ પણ પોસ્ટર શેર કરી રહ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટર શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, તે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ મેગા બ્લોક બસ્ટરનું ટ્રેલર 4 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

લોકો પણ આ જાણવા માટે ઉત્સાહિત હતા કે, આખરે આ મેગા બ્લોકબસ્ટર શું છે? શું આ ફિલ્મ છે કે પછી કોઈ મોટો પ્રોજેક્ટ છે. પરંતુ આ વચ્ચે સૌરભ ગાંગુલીની એક પોસ્ટથી સમગ્ર પ્રોજેક્ટનો ભાંડો ફૂટી ગયો હતો અને કરોડોના ખર્ચે ચાલતા આ કેમપેઇનનો ધબડકો કર્યો હતો.

સૌરભ ગાંગુલીએ મેગા બ્લોક બસ્ટરમનું પોસ્ટર શેર કરીને કેપશનમાં લખ્યું હતું કે, 'Post copy: It was fun shooting for it! My new Mega Blockbuster is releasing soon. #TrailerOut4theSept #MegaBlockbuster. Please ensure that the MEESHO branding or hashtag is nowhere mentioned in September 1’s post.'

એટલે કે, આ કોપી-પેસ્ટ કરો. શૂટિંગમાં મજા આવશે. મારું નવું મેગા બ્લોકબસ્ટર જલ્દી જ રિલીઝ થશે. પરંતુ ધ્યાન રાખો કે, 1 સપ્ટેમ્બરની પોસ્ટમાં ક્યાંય પણ MEESHOની બ્રાન્ડિંગનો કે હેશટેગનો ઉલ્લેખ કરવામાં ન આવે.

ફેસબુક પોસ્ટના સ્ક્રીનશોટમાં ગાંગુલી તમે પણ જોઈ શકો છો આ મસમોટી ભૂલ
આ કોઈ ફિલ્મ ન હતી પરંતુ MEESHO નામની જે એપ છે તેમની પ્રમોશનલ સ્ટ્રેટેજી હતી. આ એપ પર કપડાં અને વેરેબલ્સ વેચવામાં આવે છે. બની શકે કે, MEESHO 4 સપ્ટેમ્બરે કોઈ સેલની જાહેરાત કરવાના હોય અથવા પ્રમોશનલ વિડીયો રીલીઝ કરવાના હોય. પરંતુ સૌરવ ગાંગુલીની એક ભૂલે મીશોની આખી સ્ટ્રેજી પર પાણી ફેરવી દીધું હતું.

સૌરગ ગાંગુલીએ MEESHO દ્વારા મોકલવામાં આવેલા કન્ટેન્ટને ફેસબુક પર કોપી-પેસ્ટ કરી દીધું હતું. આ બાદ ભૂલને સુધારવા માટે પોસ્ટ તરત જ ડીલીટ કરી દીધી હતી,. પરંતુ ત્યાં સુધીમાં તો પોસ્ટનો સ્ક્રીનશોટ વાઇરલ થઇ ગયો હતો. લોકો સામે રાઝ ખુલ્લી ગયું હતું કે, Mega Blockbuster એપરલ બ્રાન્ડ MEESHOનું એક જાહેરાત માટેનું અભિયાન હતું. કંપની છેલ્લા ચાર દિવસથી જે માહોલ બનાવી રહી હતી તે ખરાબ થઇ ગયો હતો.

મીશોએ પણ દાદાની ભૂલની મજાક ઉડાવી પરંતુ તેનો અર્થ એ હતો કે તે હજુ પણ સફળ અભિયાન હતું. મીશોએ દાદાના ડિલીટ કરેલા ટ્વીટના વાયરલ સ્ક્રીનશોટ સાથે ટ્વીટ કર્યું, "જ્યારે દાદા હિટ કરે છે, તે 6 છે."

રશ્મિકા મંદાના તથા કપિલ શર્માએ પણ આ પ્રોજેક્ટમાં પોતાનો લુક શૅર કર્યો હતો. રશ્મિકા હાથ જોડતી જોવા મળી હતી. કપિલ જૂના ફિલ્મી હીરોના લુકમાં જોવા મળ્યો હતો. તેણે કલરફુલ કપડાં પહેર્યા હતા.દીપિકાએ સો.મીડિયામાં પોસ્ટર શૅર કરીને ચાહકોને 'સરપ્રાઇઝ' કર્યા હતા.