તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે દાદાની બાયોપિક:પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીના જીવન પર ફિલ્મ બનશે, રણબીર કપૂર લીડ રોલમાં જોવા મળશે?

મુંબઈ23 દિવસ પહેલા
  • ફિલ્મનું બજેટ 200-250 કરોડ રૂપિયા હોવાની ચર્ચા
  • ટૂંક સમયમાં ડિરેક્ટરના નામની જાહેરાત કરવામાં આવશે

ક્રિકેટર સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની તથા મોહમ્મદ અઝહરુદ્દીન પછી હવે સૌરવ ગાંગુલી પર બાયોપિક બનશે. સૌરવ ઇન્ડિયન ક્રિકેટ ટીમનો કેપ્ટન રહી ચૂક્યો છે. BCCIના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીએ બાયોપિક માટે હા પાડી દીધી છે.

200-250 કરોડનું બજેટ
સૂત્રોના મતે, સૌરવની બાયોપિકનું બજેટ 200-250 કરોડ રૂપિયા હશે. ચર્ચા છે કે સૌરવના રોલ માટે રણબીર કપૂર પહેલી પસંદ છે.

સૌરવે બાયોપિક બનતી હોવાની સ્વીકાર કર્યો
ન્યૂઝ 18 બાંગ્લા સાથેના ઇન્ટરવ્યૂમાં સૌરવે કહ્યું હતું કે હા તેણે બાયોપિક બનાવવા માટે હા પાડી દીધી છે. આ ફિલ્મ હિંદીમાં હશે, પરંતુ અત્યારે તે ડિરેક્ટરનું નામ જાહેર કરી શકે તેમ નથી. બધી જ વાત ફાઇનલ થયા બાદ તે ચાહકોને આ અંગે જાણકારી આપશે.

રિપોર્ટ પ્રમાણે, ફિલ્મની સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે. પ્રોડક્શન હાઉસે અનેકવાર સૌરવ સાથે મુલાકાત પણ કરી છે. પ્રોડક્શન હાઉસે લીડ રોલ માટે એક્ટરનું નામ નક્કી કર્યું છે, પરંતુ અન્ય બે એક્ટરના નામ પણ વિચારણા હેઠળ છે. જોકે, હજી સુધી કંઈ જ કન્ફર્મ થયું નથી.

નોંધનીય છે કે થોડાં દિવસ પહેલાં નેહા ધૂપિયાએ સૌરવ ગાંગુલીનો રોલ રીતિક રોશન પ્લે કરે તેવી ઈચ્છા પ્રગટ કરી હતી. આ અંગે સૌરવે કહ્યું હતું કે રીતિકે તેના જેવી બૉડી બનાવવી પડશે અને તેના માટે આ મુશ્કેલ રહેશે.

ફિલ્મમાં શું હશે?
ફિલ્મમાં સૌરવ ગાંગુલીની જર્ની અંગે વાત કરવામાં આવશે, જેમાં યુવા ક્રિકેટરથી લઈ ઇન્ડિયન નેશનલ ટીમના કેપ્ટન સુધીની સફર સામેલ છે. ફિલ્મમાં એ પણ બતાવવામાં આવશે કે સૌરવ કેવી રીતે BCCIનો પ્રેસિડન્ટ બન્યો. સૌરવના અંગત જીવનમાં આવેલા ચઢાવ-ઉતારની વાત પણ ફિલ્મમાં હશે.