ભાસ્કર એક્સક્લૂઝિવ:કોર્ટમા આર્યન ખાનની તરફથી સોરી લેટર જાહેર થઈ શકે છે, વાનખેડેની દિલ્હી મીટિંગમાં પણ આર્યન પ્રત્યે રાહતના સંકેત

અજિત રેડેકરએક મહિનો પહેલાલેખક: અમિત કર્ણ
  • પ્રખ્યાત વકીલ રિઝવાન સિદ્દીકીનો દાવો, કોર્ટમાં NCBનો પક્ષ કમજોર નથી થયો

બોમ્બે હાઈકોર્ટમાં આર્યન ખાનના કેસ અંગે સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન એવા સમાચાર આવી રહ્યા છે કે આર્યન ખાન પોતાના પક્ષમાં સોરી લેટર જાહેર કરી શકે છે. કોર્ટના સૂત્રોએ તેની પુષ્ટિ કરી છે. તેનો અર્થ એ થયો કે આર્યન ખાન પોતાની ભૂલ સ્વીકારી શકે છે અને ભવિષ્યમાં તેનું પુનરાવર્તન નહીં કરવાની કોર્ટને ખાતરી આપી શકે છે. આ લેટરને કોર્ટ ગંભીરતાથી લઈને આર્યનને થોડી રાહત આપી શકે છે.

આર્યનના આ વિકલ્પ પર એડવોકેટ સવીન બેદી સચ્ચરનું કહેવું છે કે, આર્યન સામેનો આરોપ બહુ મોટો નથી. બીજું કે, આવા ઘણા કેસ છે, જ્યાં આરોપી જો સોરી લેટર જાહેર કરે છે તો તેને કોર્ટમાંથી રાહત મળે છે.

આ દરમિયાન એવી પણ સૂચના છે કે આર્યનની તરફથી એક એફિડેવિટ દાખલ કરવામાં આવી છે કે ડ્રગ્સ કેસ પર જે પણ આક્ષેપો કોર્ટની બહાર ચાલી રહ્યા છે તેની સાથે તેને કોઈ લેવાદેવા નથી. 25 કરોડની ડીલનો જે કેસ છે, તેનો તેની સાથે કોઈ સંબંધ નથી. તે NCBને સંપૂર્ટ કરી રહ્યો છે.

NCB પણ રાહત આપવાની તૈયારીમાં
બીજી તરફ NCBના સૂત્રોએ જણાવ્યું છે કે, સમીર વાનખેડેને ઉપરથી આદેશ આપવામાં આવ્યા છે. તેમને કહેવામાં આવ્યું છે કે, ડ્રગ્સના દુરૂપયોગ પર આર્યનના હવાલાથી યુવા પેઢીમાં કડક મેસેજ પહોંચી ચૂક્યો છે. તેઓ સમજી ચૂક્યા છે કે નશો કરીને જ્યારે આર્યન કાયદાની ચુંગાલમાંથી બચી શક્યો નથી તો સામાન્ય લોકો ક્યાંથી બચવાના. આ મેસેજ યુવાનો માટે ઘણો મહત્ત્વનો છે. હવે આર્યન જામીનનો દાવેદાર છે.

NCBનો પક્ષ અત્યારે પણ મજબૂત છે
બીજી તરફ વકીલ રિઝવાન સિદ્દીકી હજુ પણ માને છે કે સાક્ષી પ્રભાકર સેલ ફરી ગયો હોવા છતાં કોર્ટમાં NCBનો પક્ષ કમજોર નથી થયો. તે તેનું કારણ જણાવે છે કે, તે કમજોર નહીં થાય, કેમ કે એફિડેવિટ કોર્ટની કોઈપણ કાર્યવાહીનો ભાગ નથી. જો સાક્ષીએ જામીનની કાર્યવાહીમાં એક ઈન્ટરવેનશન એપ્લિકેશન એટલે કે હસ્તક્ષેપ અરજી દાખલ કરી હોત અને તેને તેની દલીલો ઓન રેકોર્ડ પર રાખી હોત તો કોર્ટે સાક્ષી દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની નોંધ લીધી હોત.

રિઝવાન આગળ જણાવે છે કે 'નોટરાઇઝ્ડથી ખાનગી રીતે દાખલ કરાયેલ એફિડેવિટનું પુરાવા તરીકે કોઈ મૂલ્ય નથી.'

સાક્ષીની પાસે પોતાનો દૃષ્ટિકોણ રજૂ કરવા માટે બે વિકલ્પ છેઃ
1. CRPCની કલમ 160 અંતર્ગત પોલીસની સામે પોતાનું નિવેદન રેકોર્ડ કરવું.
2. CRPCની કલમ 162 અંતર્ગત મેજિસ્ટ્રેટની સમક્ષ શપથ પર તમારું નિવેદન રેકોર્ડ કરો.

હાલના કેસમાં આમાંથી કંઈપણ કરવામાં આવ્યું ન હોવાથી, કોઈપણ કોર્ટના કાર્યક્ષેત્રની બહાર દાખલ કરાયેલ એફિડેવિટનો કોઈ પુરાવો રહેશે નહીં.

આર્યનની ધરપકડથી ભાંગી પડ્યાં છે શાહરુખ-ગૌરી
શાહરુખ તથા ગૌરી દીકરા માટે વધુ પ્રોટેક્ટિવ થઈ રહ્યાં છે. આર્યનની ધરપકડથી શાહરુખ-ગૌરી એકદમ ભાંગી પડ્યાં છે. તેઓ દિવસ-રાત બસ ભગવાનને એ જ પ્રાર્થના કરે છે કે આર્યન જલદીથી ઘરે આવે. શાહરુખ-ગૌરી ના શાંતિથી જમી શકે છે કે ના તો ચેનથી સૂઈ શકે છે.

જેલમાં આર્યનના હાલ કેવા છે?
'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે, આર્યન ખાનની બેવાર જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. આ જ વાતથી તે ઘણો જ ઉદાસ થઈ ગયો હતો. જેલ અધિકારીઓએ આર્યનને બુક્સ વાંચવાની સલાહ આપી હતી, આથી જ આર્યને બુક્સ વાંચવાનું નક્કી કર્યું હતું.

બે બુક્સ લીધી
આર્યને જેલમાંથી બે બુક્સ લીધી છે, જેમાંથી એક 'ગોલ્ડન લાયન' તથા એક બુક રામ સીતા પર આધારિત છે. ઉલ્લેખનીય છે કે 'ગોલ્ડન લાયન' ઓથર વિલબર સ્મિથ તથા ગિલ્સ ક્રિસ્ટને લખી છે. આ બુક 2015માં લૉન્ચ થઈ હતી.