ફિલ્મ રિવ્યૂ:સૂર્યવંશીઃ અક્ષય કુમારની દમદાર એક્ટિંગ ને ધમાકેદાર એક્શને ચાહકોને જકડી રાખ્યા

મુંબઈ3 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક
  • ડિરેક્ટરઃ રોહિત શેટ્ટી
  • સ્ટાર-કાસ્ટઃ અક્ષય કુમાર, કેટરીના કૈફ
  • રેટિંગઃ 4/5

ડિરેક્ટર રોહિત શેટ્ટીની પહેલી ફિલ્મ 'જમીન' હતી. આ ફિલ્મ પ્લેન હાઇજેક કરનારા પાકિસ્તાની આતંકીઓના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. આ ફિલ્મ 2003માં રિલીઝ થઈ હતી. ત્યારબાદ રોહિત શેટ્ટીએ અલગ અલગ કોમેડી ફિલ્મ બનાવી હતી. હવે રોહિત શેટ્ટી ફરી એકવાર 18 વર્ષ પછી 'સૂર્યવંશી' લઈને આવ્યો છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર એક્શન સ્ટાર તરીકે જોવા મળે છે.

ફિલ્મમાં કેટરીના કૈફ, ગુલશન ગ્રોવર, અભિમન્યુ સિંહ, નિકેતન ધીર, સિકંદર ખેર, જેકી શ્રોફ, કુમુદ મિશ્રા, જાવેદ જાફરી, રાજેન્દ્ર ગુપ્તા, વિવાન ભતેના જેવા કલાકારો છે. ફિલ્મમાં અજય દેવગન તથા રણવીર સિંહના કેમિયો પણ છે. રોહિત શેટ્ટીએ સ્ટાર પાવરનો ઉપયોગ બખૂબી કર્યો છે. ફિલ્મની વાર્તા સંચિત બેદ્રે, વિધિ ઘોડગાંવકર, યુનૂસ સજાવલે લખી છે.

ફિલ્મમાં 1993થી આતંકી હુમલા સહન કરતા મુંબઈ તથા મુંબઈકરની વાત છે. કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટ્યા બાદ ફરી એકવાર મુંબઈ શહેરમાં હુમલો કરવા ષડયંત્ર રચવામાં આવે છે. 600 કિલો વિસ્ફોટક ઉપયોગ માટે લાવવામાં આવે છે. અહીંયા રોહિત શેટ્ટીના રાઇટર સામાન્ય વ્યક્તિમાંથી આતંકી બનેલા બિલાલ અહમદ (કુમુદ મિશ્રા), ઉમર હાફિઝ (જેકી શ્રોફ), રિયાઝ (અભિમન્યુ સિંહ), રઝાક મુખ્તાર (નિકેતન ધીર) તથા તેના સાથીઓનો પક્ષ પણ રજૂ કરે છે. જોકે, તે રિપીટેટિવ લાગે છે.

આતંકીઓ પોતાના ખતરનાક ઈરાદાને અંજામ આપવા જે મોડલ ઓપરેન્ડીનો ઉપયોગ કરે છે, ક્રિએટીવ ટીમ તેના મૂળ સુધી જાય છે. સ્ક્રીનપ્લે પાત્રોની સફર પર ફોકસ કરે છે. ATS (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ) વીર સૂર્યવંશી (અક્ષય કુમાર), પત્ની રિયા (કેટરીના કૈફ) તથા દીકરા આર્યનના માધ્યમથી ફરજ તથા પરિવારની વચ્ચેના સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ફિલ્મને સબપ્લોટ આપે છે. રિયા સ્ક્રીન પર પોતાના સ્ટેન્ડ પર ફર્મ નજર આવે છે. લશ્કર જેવા આતંકી સંગઠન ગોળીઓને બદલે બોમ્બિંગના માધ્યમથી શું અસર કરે છે તે વાત પણ મેકર્સે બતાવી છે. ફંડિંગ કરનારા કાદર ઉસ્માની (ગુલશન ગ્રોવર)ના પાત્રને પણ બતાવવામાં આવ્યું છે.

ફિલ્મના તમામ પાત્રો લાર્જર ધેન લાઇફ છે, પરંતુ લાઉડ નથી. મેન પાત્રો એક્શન તથા હ્યુમર વચ્ચે બેલેન્સ રાખીને ચાલે છે. ફિલ્મ ક્યાંય કંટાળાજનક લાગતી નથી. વીર સૂર્યવંશી જોખમી મિશનને અંજામ આપે છે. આ સાથે જ તેને નામ ભૂલવાની આદત છે. તે નામ બગાડીને વાત કરે છે. આ રીતે ફિલ્મમાં કોમેડી જનરેટ થાય છે. ફિલ્મમાં જાવેદ જાફરીએ પણ પોતાના પાત્રમાં જીવ રેડી દીધો છે.

20 મહિના બાદ આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ છે. તમમ પાત્રોની એક્ટિંગ લાજવાબ છે અને ફિલ્મનું એડિટીંગ પણ સારું છે. ફિલ્મમાં એક પણ મોમેન્ટ નબળી નથી. ફિલ્મના એક સીનમાં વીર બેંગકોકમાં જઈને હેલિકોપ્ટરથી પકડે છે અને ક્લાઇમેક્સમાં 'સિમ્બા' તથા 'સિંઘમ'ની એન્ટ્રી થાય છે. રણવીર સિંહે કોમેડીમાં અક્ષય કુમારને બરોબરની ટક્કર આપી છે.

મુંબઈના ગીચ માર્કેટમાં ગણપતિની મૂર્તિને બોમ્બ બ્લાસ્ટથી બચાવવા માટે મુસ્લિમો સાથે આવવાનો સીન ફિલ્મનો હાઇપોઇન્ટ છે. ફિલ્મ બિગ સ્ક્રીન એક્સપિરિયન્સ માટેની છે. DoP (ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી) જોમોન ટી જોનની સિનેમેટોગ્રાફીએ ફિલ્મને વિઝ્યુઅલી ઘણી જ રિચ બનાવી છે. મેકર્સે સારું કામ કર્યું છે, હવે જવાબદારી દર્શકોની છે કે તે થિયેટરમાં કેવો રિસ્પોન્સ આપે છે.