તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુશાંત-દિશા સુસાઈડ કેસ:સૂરજ પંચોલીએ કહ્યું, મારી માતાને લાગે છે કે હું કોઈ ખોટું પગલું ના ભરી બેસું, કેટલાંક લોકોને કારણે હું સુસાઈડ કરવા મજબૂર બનીશ

મુંબઈ8 મહિનો પહેલા

સૂરજ પંચોલીનું નામ સુશાંત સિંહ રાજપૂત તથા દિશા સલિયન મોત કેસમાં આવતા તે ગુસ્સે થયો હતો. તેણે આ સમાચારો પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તેણે સુશાંતનું મોત થયું તેના એક દિવસ પહેલાં કોઈ પાર્ટી કરી નહોતી. તેને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે. આ બધી વાતોથી તેનો પરિવાર મુશ્કેલીમાં છે. સૂરજ એક્ટ્રેસ જિયા ખાન સુસાઈડ કેસમાં જેલમાં પણ જઈ આવ્યો હતો. સૂરજ પંચોલીએ કહ્યું હતું કે તેને ખબર નથી કે સુશાંતે સુસાઈડ કર્યું છે કે નહીં પરંતુ જો આમ જ ચાલતું રહ્યું તો કેટલાંક લોકોને કારણે તે જરૂરથી સુસાઈડ કરવા મજબૂર બનશે.

ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યૂમાં સૂરજે કહ્યું હતું, ‘હું પોઝિટિવ રહેવાનો પ્રયાસ કરું છું. હું મારા પરિવાર સાથે મારી મુશ્કેલીઓની ચર્ચા કરતો નથી, કારણ કે તેઓ પહેલાં જ મારા કારણે સ્ટ્રેસમાં છે. તેઓ સતત મારા વિશે વિચારતા હોય છે. ત્યાં સુધી કે મારી માતાને એમ લાગે છે કે હું ક્યાંક ખોટું પગલું ના ભરી બેસું. તેઓ ઘણીવાર મારી સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે. સુશાંતના મોત બાદ તેમણે મને કહ્યું હતું, ‘સૂરજ, તારા મનમાં જે પણ હોય તે અમને કહે, અમારી સાથે વાત કર અને ચૂપ ના રહીશ.’

ઈન્ડસ્ટ્રીમાં કામ મળતું નથી
સૂરજે આગળ કહ્યું હતું, ‘હું ઈન્ડસ્ટ્રીમાં મારી ઓળખ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છું અને હું આટલી જલદી હાર માનીશ નહીં. ફિલ્મ મારું સપનું અને પેશન છે. લોકોને એમ લાગે છે કે મને કંઈ પણ કર્યા વગર ફિલ્મ મળી જાય છે પરંતુ એવું નથી. પહેલી ફિલ્મ માટે મેં ઘણી જ મહેનત કરી હતી. જે લોકો મારા વિશે વાતો કરી રહ્યાં છે, તેમની અંદર થોડીક તો માણસાઈ હોવી જોઈએ. આ યોગ્ય નથી. તેઓ મારું જીવન બરબાદ કરી રહ્યાં છે. મને ઈન્ડસ્ટ્રીમાં કામ મળતું નથી.’

દિશાની સાથે કોઈ પાર્ટી કરી નથી
આ પહેલાં સૂરજે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં કહ્યું હતું કે તેણે સુશાંતની પૂર્વ મેનેજર દિશા સાથે કોઈ પાર્ટી કરી નહોતી. સોશિયલ મીડિયામાં સૂરજની એક તસવીર વાઈરલ થઈ હતી, જેમાં સૂરજ એક યુવતી સાથે જોવા મળે છે. આ યુવતી દિશા સલિયન હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. જોકે, સૂરજે આના પર સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આ યુવતી દિશા નહીં પંરતુ તેની ફ્રેન્ડ અનુશ્રી ગૌર છે અને તે ભારતમાં રહેતી નથી. આ તસવીર 2016ની છે.

29 વર્ષીય સૂરજ એક્ટર આદિત્ય પંચોલી તથા એક્ટ્રેસ ઝરીના વહાબનો દીકરો છે. 2013માં સૂરજ પર તેની પ્રેમિકા જિયા ખાનને સુસાઈડ માટે ઉશ્કેરવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો અને તેને કારણે તે જેલ પણ ગયો હતો. 2015માં સલમાન ખાનના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી ફિલ્મ ‘હીરો’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો