• Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Sonu Sood's Suggestion To Film Federations And Associations There Should Be An Emergency Fund For Medical Emergency And Workers Who Retire Prematurely

મસીહાની નવી પહેલ:સોનુ સૂદે ફિલ્મ સંગઠનોને ઈમર્જન્સી ફંડ રાખવાની સલાહ આપી, IASની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ લોન્ચ કરી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્કોલરશિપમાં અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન રાખી છે - Divya Bhaskar
સ્કોલરશિપમાં અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન રાખી છે
  • એક્ટરે કહ્યું, શૂટિંગ દરમિયાન ઈન્ટિમેટ સીન્સથી બચો
  • સિવિલ સર્વિસમાં જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપની જાહેરાત કરી છે

કોરોનાટાઈમમાં જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહેલા સોનુ સૂદે કહ્યું, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ઈમર્જન્સી ફંડ હોવું જોઈએ. જે ઈમર્જન્સીમાં મેડિકલની સાથોસાથ એવા વર્કર્સને પણ કામમાં આવે જેઓ અચાનક નિવૃત્ત થઈ રહ્યા છે. સોનુએ એક વાતચીત દરમિયાન કહ્યું, દરેકનું જીવન કિંમતી છે. જો મારું ચાલે તો કોઈનો જીવ જવા ના દઉં. હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આવું છું અને બધા પીડિત અને ડેલી વર્કર્સનું દુઃખ જોઇને મારો જીવ બળે છે. કોવિડને લીધે ઘણા લોકોની આજીવિકા છીનવાઈ ગઈ છે અને અમારી ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ બાકી રહ્યું નથી.

‘શૂટિંગ દરમિયાન ઈન્ટિમેટ સીન્સથી બચો’
સ્પોટબોય સાથે વાતચીત દરમિયાન સોનુએ કહ્યું, હું ખુશ છું કે શૂટિંગ ફરીથી શરુ થઈ ગયા, પરંતુ કોરોનાની ગાઈડલાઈન ભૂલવાની નથી. સેટ પર લોકોની સંખ્યા વધારે ના હોવી જોઈએ. મને લાગે છે કે હાલ માટે ઈન્ટિમેટ સીન્સથી બચવું જોઈએ.

‘ઈમર્જન્સી માટે હંમેશાં ફંડ હોવું જોઈએ’
સોનુએ ફિલ્મ્સ ફેડરેશન અને એસોસિયેશન્સને અપીલ કરી છે કે, મેડિકલ ઈમર્જન્સી અને સમય પહેલાં નિવૃત્ત થતા કર્મચારીઓ માટે ઈમર્જન્સી ફંડ હોવું જોઈએ. કોને વિચાર્યું હતું કે કોરોનાથી અચાનક આટલી તકલીફ થશે? આ અનુભવમાંથી આપણે શીખવું જોઈએ. આપત્તિ માટે ફંડ બચાવીને રાખવું જોઈએ.

સોનુએ કોચિંગ સ્કોલરશિપની જાહેરાત કરી
શુક્રવારે રાતે સોનુ સૂદે સિવિલ સર્વિસમાં જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપની જાહેરાત કરી છે. તેની આ પહેલની નામ સંભવમ છે. IASની તૈયારી કરનારા વિદ્યાર્થીઓની મદદ કરશે.

સોનુએ આ જાહેરાત કરતા લખ્યું, IASની તૈયારી કરવી હોય તો અમે તમારી જવાબદારી લઈશું. સૂદ ફાઉન્ડેશન અને દિયા ન્યૂ દિલ્લીની પહેલ સંભવમની જાહેરાત કરીને ઘણી ખુશી થઈ રહી છે. સોનુએ સ્કોલરશિપ માટે અરજી માગી છે અને તેની છેલ્લી તારીખ 30 જૂન રાખી છે. ઈચ્છુક લોકો સૂદ ફાઉન્ડેશનની વેબસાઈટ www.soodcharityfoundation.org પર વિઝિટ કરી શકે છે .

અન્ય સમાચારો પણ છે...