તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદગાર સ્ટાર:નેલ્લોર સરકારી હોસ્પિટલમાં સોનુ સૂદનો પહેલો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત, દેશભરમાં હજી 16 પ્લાન્ટ્સ લગાવશે

મુંબઈએક મહિનો પહેલા
  • સોનુ સૂદ દેશભરમાં વિવિધ રાજ્યમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરશે.

થોડાં અઠવાડિયા પહેલાં સોનુ સૂદે વચન આપ્યું હતું કે તે વિદેશમાંથી ઓક્સિજન પ્લાન્ટ મગાવી રહ્યો છે અને તેને દેશભરમાં લગાવવામાં આવશે. સોનુએ પોતાનું વચન પૂરું કર્યું છે. સૌ પહેલો પ્લાન્ટ આંધપ્રદેશના નેલ્લોરમાં લગાવવામાં આવ્યો છે. સોનુએ સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો છે, જેમાં ઓક્સિજન પ્લાન્ટ હોસ્પિટલમાં આવે છે. પ્લાન્ટથી ખુશ થયેલા સ્થાનિક લોકો રસ્તા પર આવી ગયા હતા અને તાળીઓથી સોનુ સૂદનું સ્વાગત કર્યું હતું.

અન્ય રાજ્યમાં પણ પ્લાન્ટ લગાવવામાં આવશે
દેશમાં આંધ્ર પ્રદેશ ઉપરાંત તમિલનાડુ, પંજાબ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે.

વીડિયો શૅર કરીને સોનુએ કહ્યું હતું, આટલા બહોળા સ્વાગત માટે નેલ્લોરનો આભાર. મને વિશ્વાસ છે કે અમે જે ઓક્સિજન પ્લાન્ટ મોકલ્યો છે, તે અનેક કિંમતી જીવન બચાવવામાં મદદ કરશે. અન્ય રાજ્યોને ઓક્સિજન પ્લાન્ટ મોકલવામાં આવી રહ્યાં છે. જય હિંદ, મિશન હોસ્પિટલ ઓક્સિજન.

ઓક્સિજન પ્લાન્ટ ઈન્સ્ટોલેશન ડ્રાઇવ અંગે સોનુ સૂદે કહ્યું હતું, મને આનંદ છે કે નેલ્લોરની એક સરકારી હોસ્પિટલમાં પહેલો ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. અમારી મદદ કરવા માટે સ્થાનિક લોકો તથા ત્યાંના ડૉક્ટર્સનો ઘણો જ આભાર. હજી તો ઓક્સિજન પ્લાન્ટ લગાવવાનું અભિયાન શરૂ થયું છે. ઘણાં પ્લાન્ટ્સ આવશે. તે દેશના અનેક રાજ્યમાં શરૂ કરવામાં આવશે. હકારાત્મક બનો. જય હિંદ.

ચાહકોને અપીલ કરી હતી
કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની અછતને કારણે ઘણાં લોકોના મોત થયા હતા અને પછી સોનુને ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. સોનુએ ચાહકોને અપીલ કરી હતી કે જ્યાં ગરીબોની સારવાર ફ્રીમાં થઈ શકે તે હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવાનો પ્રયાસ કરો. ખબર નહીં તમારા હાથમાં કોઈનો જીવ બચાવવાનું લખ્યું હોય.

અન્ય સમાચારો પણ છે...