તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૃથ્વીરાજ શૂટિંગ:મોહમ્મ્દ ગૌરીની રાહ જોઈ રહ્યા છે ચંદબરદાઈ, પરંતુ મેકર્સે નિર્ણય કર્યો કે સંજય દત્તના ઘોડેસવારી- તલવારબાજીવાળા સીન હોલ્ડ પર રહેશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

4 દિવસ પહેલાં જ સંજય દત્તે કેન્સર સામે જંગ જીતવાની વાત સોશિયલ મીડિયા પર શેર કરી છે.ત્યારબાદથી જ તેના કો-સ્ટાર્સ સેટ પર સંજુના કમબેક માટે રાહ જોઈ રહ્યા છે. સોનુ સૂદ પણ તેમાંના એક છે જેણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તે પૃથ્વીરાજના સેટ પર સંજુની રાહ જોઈ રહ્યા છે. 'પાનીપત'માં અહમદ શાહ અબ્દાલીનો રોલ પ્લે કરી ચૂકેલા સંજય આ વખતે મોહમ્મદ ગૌરીના રોલમાં જોવા મળશે જ્યારે સોનુ ચંદબરદાઈના રોલમાં છે.

સંજય દત્ત દિવાળી પછી શૂટિંગ કરશે
'પૃથ્વીરાજ' ફિલ્મનું શૂટિંગ શરૂ થયું તે સમયે સંજય દત્ત લંગ કેન્સરની સારવાર લઇ રહ્યા હતા, માટે તેનું શેડ્યુઅલ દિવાળી પછી રાખવામાં આવ્યું છે. હાલ અક્ષય કુમાર, સોનુ સૂદ અને માનવ વિજ વગેરેના સિક્વન્સ પૂરા કરવામાં આવી રહ્યા છે. ફિલ્મમાં સંયોગિતાનો રોલ પ્લે કરનારી માનુષી છિલ્લરે પણ 13 તારીખથી શૂટિંગ શરૂ કરી દીધું છે.

હોલ્ડ પર સંજયના એક્શન સીન
માત્ર આ જ ફિલ્મ નહીં 'KGF 2' જેવી ફિલ્મોના મેકર્સે પણ સંજય સાથે જોડાયેલા એક્શન સીન્સ હોલ્ડ પર રાખી દીધા છે. મેકર્સનું કહેવું છે કે તેમના માટે 61 વર્ષીય સંજયની હેલ્થ પહેલા છે, જેણે હાલમાં જ લાઈફની કેન્સર સામેની જંગ જીતી છે. 'પૃથ્વીરાજ' ફિલ્મમાં સંજુને આઉટડોર ઘોડેસવારી અને તલવારબાજીના સીન શૂટ કરવાના હતા, જે હવે તે સંપૂર્ણ રીતે હેલ્ધી થશે ત્યારબાદ શૂટ કરવામાં આવશે.

લોકડાઉનના 6 મહિનાના લાંબા બ્રેક પછી હાલ શૂટિંગ યશરાજ સ્ટુડિયોમાં જ થઇ રહ્યું છે, પરંતુ ટૂંક સમયમાં તે મુંબઈના મડ આઇલેન્ડમાં પૂરું કરવામાં આવશે. આ શેડ્યુઅલ 30 નવેમ્બર સુધી ચાલશે. શૂટિંગ યુનિટ પાસેની હોટલમાં જ રહે છે. ત્યાંથી જ બાયો બબલ કન્સેપ્ટ પર કામ થઇ રહ્યું છે. ફિલ્મનું ડિરેક્શન ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદી કરી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો