તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રોલ્સના નિશાને સોનુ સૂદ:શિવરાત્રિ પર ભગવાન શિવની તસવીર ફોરવર્ડ ના કરવાની સલાહ આપી, યુઝર્સે પૂછ્યું- આ જ સંદેશો ઈદ કે ક્રિસમસ પર કેમ નથી આપતા?

મુંબઈ6 મહિનો પહેલા

જરૂરિયાતમંદની મદદ માટે હંમેશાં તૈયાર રહેનાર સોનુ સૂદે શિવરાત્રિ પર ભગવાન શિવની તસવીર ફોરવર્ડ ના કરવાની સલાહ આપી હતી. સોનુ સૂદની આ સલાહ યુઝર્સને પસંદ આવી નથી. સોનુએ પોતાની પોસ્ટમાં કહ્યું હતું, 'શિવ ભગવાનની તસવીર ફોરવર્ડ કરીને નહીં, પરંતુ કોઈની મદદ કરીને મહાશિવરાત્રિ મનાવો.' કેટલાંક સો.મીડિયા યુઝર્સને સોનુની આ પોસ્ટ પસંદ આવી હતી તો મોટાભાગના યુઝર્સે એક્ટરને ખરુંખોટું સંભળાવ્યું હતું.

સોનુ સૂદની સો.મીડિયા પોસ્ટ
સોનુ સૂદની સો.મીડિયા પોસ્ટ

સો.મીડિયા યુઝર્સે આ રીતની કમેન્ટ્સ કરી
સોનુની પોસ્ટ પર કમેન્ટ કરતાં એક યુઝરે કહ્યું હતું, 'મહેરબાની કરીને આવી જ અપીલ પોતાની ફિલ્મ રિલીઝ પહેલાં પણ કરો કે મારી ફિલ્મની ટિકિટ પર પૈસા બરબાદ કરવાની જરૂર નથી. કોઈ ગરીબને રોટલી ખવડાવીને પુણ્ય કમાવી લો.' અન્ય એકે કહ્યું હતું, 'મદદ કરવી સારી છે, પરંતુ ફોટો ફોરવર્ડ કરવા માટે મનાઈ કેમ?' અન્ય યુઝરે કહ્યું હતું, 'જો તમારે માનવતા ખાતર બોલી રહ્યાં છો તો માનવતાનો કોઈ ધર્મ હોતો નથી. જોકે, તમે આ વાતમાં ભેદભાવ કરો છો. તમે શિવરાત્રિ પર જ્ઞાનનો ભંડાર ખોલી રહ્યાં છો, પરંતુ આ જ સંદેશો ઈદ કે ક્રિસમસ પર કેમ નથી આપતા. તમે બેવડા ધોરણો અપનાવો છે. આ વાત તમે જાતે સાબિત કરી છે.'

લૉકડાઉનમાં પ્રવાસી શ્રમિકોને ઘરે પહોંચાડ્યા હતા
ગયા વર્ષે સોનુ સૂદે લૉકડાઉન દરમિયાન શ્રમિકોને બિહાર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ સહિત વિવિધ રાજ્યોમાં મોકલ્યા હતા. તેણે શ્રમિકોની મદદ કરવા માટે ટોલ ફ્રી નંબર પણ શરૂ કર્યો હતો. સોનુ સૂદે સ્પેશિયલ બસોની વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત સોનુ સૂદે મુંબઈથી 170 શ્રમિકોને ફ્લાઈટમાં દેહરાદૂન, ઉત્તરાખંડ મોકલ્યા હતા. આ પહેલાં તેણે કેરળથી 167 શ્રમિકોને ઓડિશા ફ્લાઈટમાં મોકલ્યા હતા. સોનુએ ટોલ ફ્રી નંબર તથા વ્હોટ્સએપ નંબર પણ રિલીઝ કર્યા હતા.

સોનુ સૂદે મુંબઈમાં હેલ્થવર્કર્સને PPE કિટ્સ દાન આપી હતી. પંજાબમાં 1500 PPE કિટ્સ દાનમાં મોકલાવી હતી. મહારાષ્ટ્રમાં 25 હજાર પોલીસ અધિકારીઓને ફેસશિલ્ડ દાનમાં આપ્યાં હતાં. જુલાઈમાં સોનુ સૂદે સ્પેશિયલ ચાર્ટર્ડ ફ્લાઈટ કરીને કિર્ગીસ્તાનથી 135 ભારતીય વિદ્યાર્થીને વારાણસી મોકલ્યા હતા.

સોનુ 2021માં વૃદ્ધોના ઘુંટણ ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો પ્લાન બનાવ્યો છે. 2020માં એક ઇન્ટરવ્યૂમાં સોનુએ કહ્યું હતું, 'હું વૃદ્ધોની ઘુંટણની સર્જરી કરાવવા માગું છું, જેથી તેઓ સહજતાથી ચાલી શકે.'

નવી શરૂઆત કરી
સોનુ સૂદ બ્લડ સ્ટેમ સેલ રજિસ્ટ્રેશન અને ડોનેશન પ્રત્યે લોકોને જાગૃત કરવા DKMS-BMST ફાઉન્ડેશન ઇન્ડિયા સાથે જોડાયેલા છે. DKMS-BMST એક NGO છે, જે બ્લડ કેન્સર, થેલેસીમિયા, અપ્લાસ્ટિક એનિમિયા જેવા ઘણા બ્લડ ડિસઓર્ડરના દર્દીઓની મદદ કરવા માટે કામ કરે છે. હવે સોનુ સૂદે આ NGO સાથે જોડાઈને એક પહેલની શરૂઆત કરી છે. આ પહેલ હેઠળ દેશભરમાં 10 હજાર બ્લડ સ્ટેમ સેલ ડોનર જોડાશે.

સોનુ સૂદના વર્કફ્રન્ટની વાત કરીએ હાલમાં તે ફિલ્મ ‘કિસાન’ને કારણે ચર્ચામાં છે. એક્ટરની આ ફિલ્મનું ડિરેક્શન ઈ નિવાસ કરશે, જ્યારે પ્રોડ્યુસર રાજ શાંડિલ્ય છે. ઉપરાંત સોનુ સૂદ યશરાજ બેનરની ફિલ્મ ‘પૃથ્વીરાજ’માં અક્ષય કુમાર તથા માનુષી છિલ્લર સાથે જોવા મળશે.