તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘મસીહા’ કોરોનાની ઝપેટમાં:એક્ટર સોનુ સૂદ કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કહ્યું, ‘ચિંતા જેવું કંઈ નથી, યાદ રાખજો- હું હંમેશાં તમારા સાથે જ છું’

5 મહિનો પહેલા
ગયા વર્ષે સોનુએ અનેક પ્રવાસી શ્રમિકોને તેમના ઘરે પહોંચાડ્યા હતા.
  • દેશમાં કોરોનાની સ્થિતિ જોઈને સોનુ સૂદે લાચાર બનીને કહ્યું, ‘સવારથી હજારો કોલ્સ આવી ચૂક્યા છે, સ્થિતિ ડરામણી છે’
  • સોનુ સૂદે અમૃતસરમાં કોવિડ-19 વેક્સિન લીધી હતી

બોલિવૂડમાં એક પછી એક સેલેબ્સ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. કોરોના મહામારી દરમિયાન દેશના અનેક લોકોની મદદ કરવા પડખે ઊભો રહેલો એક્ટર સોનુ સૂદનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સોનુએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે.

પોસ્ટમાં સોનુએ કહ્યું, નમસ્કાર મિત્રો, તમને બધાને કહેવા માગું છું કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેં પોતાને ક્વોરન્ટીન કરી લીધો છે. ચિંતા જેવું કઈ નથી. ઊલટાનું મારા પાસે તમારા માટે હવે વધારે સમય છે. યાદ રાખજો, હું હંમેશાં તમારી સાથે જ છું.

ગયા વર્ષે લોકડાઉન દરમિયાન હજારો પ્રવાસી શ્રમિકોને તેમના ઘર સુધી પહોંચાડનારા સોનુ સૂદે ઈમોશનલ પોસ્ટ કરી હતી. આ વર્ષે તો કોવિડના દર્દીઓ માટે બેડ અને દવાઓ ના પહોંચાડવાને લીધે લાચારી વ્યક્ત કરી છે. શુક્રવારે તેણે સો. મીડિયા પર લખ્યું, મેં સવારથી મારો ફોન મૂક્યો નથી. આખા દેશમાંથી હોસ્પિટલ, બેડ, દવાઓ, ઈન્જેક્શન માટે હજારો કોલ્સ આવી ચૂક્યા છે અને અત્યારસુધી હું ઘણાની મદદ કરી શક્યો નથી. હેલ્પલેસ અનુભવ કરું છું. સ્થિતિ ડરામણી છે. પ્લીઝ, ઘરમાં રહો, માસ્ક પહેરો અને પોતાને સંક્રમણથી બચાવો.

‘આવો મળીને જિંદગી બચાવીએ’
થોડી મિનિટ પછી સોનુએ એક બીજી પોસ્ટ કરી અને લખ્યું, જે કહ્યું, એ કર્યું. હજુ પણ મારું કામ ચાલુ છે. મને વિશ્વાસ છે કે આપણે સાથે મળીને અનેક જીવન બચાવી શકીએ છીએ. આ સમય કોઈને દોષ દેવાનો નહિ, પણ તેમના માટે આગળ આવવાનો છે. જરૂરિયાતમંદ લોકો સુધી મેડિકલ સુવિધા પહોંચાડવાનું કામ કરો. આવો, મળીને જિંદગી બચાવીએ. તમારા માટે હું હંમેશાં અવેલેબલ છું.

સોનુએ ઈન્જેકશન અને સિલિન્ડર મોકલ્યાં
એક્ટરે સોશિયલ મીડિયા પર સ્ટોરી મૂકીને જણાવ્યું, જરૂરિયાતમંદને રેમડેસિવિર અને ઇન્દોરમાં 10 ઓક્સિજન-સિલિન્ડર મોકલ્યાં છે.

આ ઉપરાંત સોનુ સૂદે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરી પરીક્ષાઓ રદ કરાવવાની માગ કરી હતી. સોનુનો આ વીડિયો તે વિદ્યાર્થીઓ માટે લાઈફ સપોર્ટની જેમ સામે આવ્યો હતો. સોનુએ લખ્યું હતું- આ મુશ્કેલ સમયમાં પરીક્ષામાં બેસવા માટે મજબૂર છે તે વિદ્યાર્થીઓને સપોર્ટ કરો. હું બધાને વિનંતી કરું છું.

દોઢ લાખ કોરોનાના કેસમાં એક્ઝામ કેવી રીતે?
વીડિયોમાં સોનુએ કહ્યું- આપણા દેશમાં બોર્ડ એક્ઝામ લેવાવાની છે, મને નથી લાગતું કે આપણા દેશની સિસ્ટમ અથવા વિદ્યાર્થીઓ આ સમયે એક્ઝામ માટે તૈયાર હોય. દેશમાં એક લાખ 35 હજાર કેસ છે. મને નથી લાગતું કે ઓફલાઈન એક્ઝામ આ સમયે કરવી યોગ્ય રહેશે. હું ઈચ્છું છું કે દરેક લોકો તેમના સપોર્ટમાં આવે, જેથી યોગ્ય સમય આવવા પર એક્ઝામ લેવાય અને લાખો લોકોના જીવનું જોખમ ટાળી શકાય.

વેક્સિન ડ્રાઈવની શરૂઆત કરી
સોનુ સૂદે અમૃતસરમાં કોવિડ-19 વેક્સિન લીધી છે. તેણે ‘સંજીવનીઃ એ શોર્ટ ઓફ લાઈફ’ વેક્સિન ડ્રાઈવની પણ શરૂઆત કરી.

વેક્સિન ડ્રાઈવનો બ્રાન્ડ-એમ્બેસેડર બન્યો
સોનુનું કામ અને પંજાબથી શરૂ કરવામાં આવેલી આ પહેલાં પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાહેરાત કરી. તેમણે કહ્યું- ‘પરોપકારી અભિનેતા સોનુ સૂદને પંજાબ સરકાર દ્વારા કોરોના વેક્સિનેશન ડ્રાઈવ માટે બ્રાન્ડ-એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. હું આ માટે તેમને અભિનંદન આપું છું.’ સોનુ સૂદના બ્રાન્ડ-એમ્બેસડર બનવાથી કોરોના વેક્સિનેશનને લઈને વધારે જાગૃતિ આવશે. હું રાજ્યના તમામ લોકોને અપીલ કરું છું કે વહેલી તકે તેઓ વેક્સિન લઈ લે.