તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂત આંદોલન:સોનુ સૂદે ખેડૂતોને સપોર્ટ કર્યો, સોશિયલ મીડિયામાં કહ્યું- ખેડૂત મારા ભગવાન

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તર ભારતમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂત આંદોલનને સોનુ સૂદે સપોર્ટ કર્યો છે. સોનુએ સોશિયલ મીડિયામાં પોસ્ટ પરથી ખ્યાલ આવે છે કે તે ખેડૂત આંદોલનને યોગ્ય માને છે. સોનુએ સોશિયલ મીડિયામાં માત્ર એક જ લાઈન લખી છે પરંતુ તો પણ તે ટ્રોલ થયો હતો.

યુઝરે કહ્યુ્ં, ખુલીને સામે આવ

સોનુના આ પગલાંનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. કેટલાંક યુઝરે ખુલીને પોર્ટ કરવાની વાત કરી હતી. એક યુઝરે કહ્યું હતું કે ભાઈની પોસ્ટ પણ કોંગ્રેસની જેમ પ્રાયોજિત છે, ઉડતા પંજાબની જેમ. એક યુઝરે કહ્યું હતું કે સર, બિલ તો એકવાર વાંચી લેવું હતું, આજે જે લોકો પ્રદર્શન કરી રહ્યાં છે, તેની પાછળ કોંગ્રેસનો દોરી સંચાર છે.

ખેડૂત આંદોલનની હાલની સ્થિતિ
કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન દિલ્હી સુધી આગળ વધી ગયું છે. અંતે, સરકાર ઝૂકી ગઈ છે. ખેડૂતોને દિલ્હીમાં આવવાની પરવાનગી આપી દેવામાં આવે છે. જોકે, સિંધુ બોર્ડર પર તણાવ છે. અહીંયા હરિયાણા તથા પંજાબના ખેડૂતો મોટી સંખ્યામાં જમા થયા છે. વચ્ચે પથ્થરમારો પણ થાય છે.

અન્ય સમાચારો પણ છે...