તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોનુ સૂદનું નવું કામ:ક્યાંક રેમડેસિવિર ઇન્જેક્શન મોકલ્યા તો ક્યાંક ઓક્સિજન સિલિન્ડર મોકલ્યા, હાથમાં બેન્ડ લઈને ઉભેલા એક્ટરે કહ્યું, ‘લગ્ન માટે સંપર્ક કરો’

2 મહિનો પહેલા
ગયા વર્ષે સોનુએ અનેક પ્રવાસી શ્રમિકોને તેમના ઘરે પહોંચાડ્યા હતા
  • સોનુએ ઇન્દોરમાં 10 ઓક્સિજન સિલિન્ડર મોકલ્યા
  • એક્ટરે બોર્ડ એક્ઝામ ના લેવા માટે વિનંતી કરી હતી

સોનુ સૂદનું નામ આવતાની સાથે જ એ જ વાત યાદ આવે જે તે ફરીથી કોઈ જરૂરિયાતમંદની મદદ માટે આગળ આવ્યો છે, પરંતુ આ વખતે તેણે નવું કામ શરુ કર્યું છે. તેમાં તે બેન્ડ સાથે દેખાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને સોનુએ લખ્યું, લગ્ન માટે તરત સંપર્ક કરો. જો કે, સોનુ પોતાની અન્ય ફિલ્મનોનું શૂટિંગ પણ કરી રહ્યો છે.

સોનુએ ઈન્જેકશન અને સિલિન્ડર મોકલ્યા
એક્ટરે સોશિયલ મીડિયા પર સ્ટોરી મૂકીને જણાવ્યું કે, જરૂરિયાતમંદને રેમડેસિવિર અને ઇન્દોરમાં 10 ઓક્સિજન સિલિન્ડર મોકલ્યા છે.

આ ઉપરાંત સોનુ સૂદે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરી પરીક્ષાઓ રદ કરાવવાની માગ કરી હતી. સોનુનો આ વીડિયો તે વિદ્યાર્થીઓ માટે લાઈફ સપોર્ટની જેમ સામે આવ્યો હતો. સોનુએ લખ્યું હતું- આ મુશ્કેલ સમયમાં પરીક્ષામાં બેસવા માટે મજબૂર છે તે વિદ્યાર્થીઓને સપોર્ટ કરો. હું બધાને વિનંતી કરું છું.

દોઢ લાખ કોરોનાના કેસમાં એક્ઝામ કેવી રીતે?
વીડિયોમાં સોનુએ કહ્યું- આપણા દેશમાં બોર્ડ એક્ઝામ લેવાવાની છે, મને નથી લાગતું કે આપણા દેશની સિસ્ટમ અથવા વિદ્યાર્થીઓ આ સમયે એક્ઝામ માટે તૈયાર હોય. દેશમાં એક લાખ 35 હજાર કેસ છે. મને નથી લાગતું કે ઓફલાઈન એક્ઝામ આ સમયે કરવી યોગ્ય રહેશે. હું ઈચ્છું છું કે દરેક લોકો તેમના સપોર્ટમાં આવે, જેથી યોગ્ય સમય આવવા પર એક્ઝામ લેવાય અને લાખો લોકોના જીવનું જોખમ ટાળી શકાય.

વેક્સિન ડ્રાઈવની શરૂઆત કરી
સોનુ સુદે અમૃતસરમાં કોવિડ-19 વેક્સિન લીધી છે. તેણે ‘સંજીવનીઃ એ શોર્ટ ઓફ લાઈફ’ વેક્સિન ડ્રાઈવની પણ શરૂઆત કરી.

વેક્સિન ડ્રાઈવનો બ્રાન્ડ-એમ્બેસેડર બન્યો
સોનુનું કામ અને પંજાબથી શરૂ કરવામાં આવેલી આ પહેલાં પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાહેરાત કરી. તેમણે કહ્યું- ‘પરોપકારી અભિનેતા સોનુ સૂદને પંજાબ સરકાર દ્વારા કોરોના વેક્સિનેશન ડ્રાઈવ માટે બ્રાન્ડ-એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. હું આ માટે તેમને અભિનંદન આપું છું.’ સોનુ સૂદના બ્રાન્ડ-એમ્બેસડર બનવાથી કોરોના વેક્સિનેશનને લઈને વધારે જાગૃતિ આવશે. હું રાજ્યના તમામ લોકોને અપીલ કરું છું કે વહેલી તકે તેઓ વેક્સિન લઈ લે.