પહેલી વખત ટ્રોલર્સના નિશાના પર:સોનુ સૂદે પ્રવાસીઓના મૃત્યુ સાથે જોડાયેલું કાર્ટૂન શેર કર્યું, યુઝર્સે એન્ટિ મોદી કહ્યો તો પોસ્ટ ડીલીટ કરી દીધી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોનુ સૂદે એક કાર્ટૂન શેર કર્યું હતું. પ્રવાસીઓના મૃત્યુ પર બનેલું આ કાર્ટૂન શેર કર્યા બાદ લોકોએ તેને એન્ટિ મોદી જાહેર કરી દીધો. લોકડાઉનમાં પ્રવાસીઓના મસીહા બની ચૂકેલા સોનુ સૂદ પહેલીવાર ટ્રોલર્સનો શિકાર બન્યા છે. આ ટ્વીટમાં એક માણસ સોનુ સૂદને લોકડાઉનમાં થયેલા પ્રવાસીઓના મૃત્યુ વિશે પૂછે છે, સોનુના હાથમાં એક કાર્ડ છે જેમાં લખ્યું છે, સોરી સર, હું તેમને બચાવવામાં વ્યસ્ત હતો.

વાઇરલ થયા બાદ ટ્વીટ ડીલીટ કર્યું
આ ટ્વીટ શેર કરીને સોનુએ કાર્ટૂનિસ્ટના વખાણ કરતા લખ્યું હતું, તમે ઘણા કમાલ છો ભાઈ. જોકે ટ્રોલ થયા બાદ સોનુએ આ ટ્વીટ ડીલીટ કરી દીધું. પરંતુ ત્યાં સુધી આ ટ્વીટ વાઇરલ થઇ ગયું હતું. અમુક લોકોએ તો ત્યાં સુધી કહી દીધું કે બોલિવૂડમાં એવું કોઈ નથી જેના બે ચહેરા ન હોય.

ટ્રોલર્સનો આ રીતે શિકાર બન્યા

અન્ય સમાચારો પણ છે...