તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોનુ સૂદનું સુપરમાર્કેટ:એક્ટરે સાઇકલ પર બેસીને બ્રેડ-એગ્સ વેચ્યાં, વીડિયો વાઇરલ

મુંબઈ3 મહિનો પહેલા
  • સોનુ સૂદે વીડિયો શૅર કરીને કહ્યું, 10 એગ્સ પર એક બ્રેડ ફ્રી

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ કોરોના આવ્યો ત્યારથી જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યો છે. હાલમાં જ સોનુ સૂદે સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં તે સાઇકલ પર બેસીને એગ્સ, બ્રેડ તથા ઘણુંબધું વેચી રહ્યો છે. સોનુ સૂદે પોતાના આ નવા બિઝનેસને પ્રમોટ કરતાં કહ્યું હતું કે સોનુ સૂદનું સુપર માર્કેટ. તેણે મજાકમાં એમ પણ કહ્યું હતું કે ડિલિવરી ચાર્જ અલગથી.

શું છે વીડિયોમાં?
વીડિયોમાં સોનુ સૂદ સાઇકલ પર બેઠેલો છે. તેણે વ્હાઈટ ટીશર્ટ પહેરી છે અને સાઇકલ પર અલગ અલગ થેલી છે. સોનુ સૂદ કહે છે કે તેનું આ નવું વેન્ચર હિટ જશે અને બધાને જલદીથી ઓર્ડર આપવાનું કહે છે.

વીડિયોમાં શું કહે છે?
વીડિયોમાં સોનુ સૂદ કહે છે, 'કોણ કહે છે કે શોપિંગ મોલ બંધ થઈ ગયા? સૌથી વધુ મહત્ત્વનું તથા સૌથી વધારે મોંઘું સુપર માર્કેટ તૈયાર છે. આ જુઓ મારી પાસે બધું જ છે. એગ્સ છે, જે અત્યારે 6 રૂપિયાનું મળે છે. પછી બ્રેડ પણ છે. મોટી બ્રેડ 40 રૂપિયા અને નાની બ્રેડના 22. પાઉં પણ છે. ટોસ્ટ પણ છે અને બહુ બધી ચિપ્સ વગેરે પણ છે, જેને જોઈએ તમે જલદીથી ઓર્ડર કરો, મારી ડિલિવરીનો સમય થઈ ગયો છે અને હા હોમ ડિલિવરીનો એકસ્ટ્રા ચાર્જ લાગશે.'

આ વીડિયો શૅર કરીને સોનુ સૂદે કેપ્શનમાં લખ્યું હતું, ફ્રી હોમ ડિલિવરી, 10 એગ્સ પર એક બ્રેડ ફ્રી. સો.મીડિયામાં આ વીડિયો ઘણો જ વાઇરલ થયો છે. સોનુ સૂદે 'સૂદ ચેરિટી ફાઉન્ડેશન' શરૂ કર્યું છે અને આ ફાઉન્ડેશન હેઠળ તે વિવિધ રીતે લોકોની મદદ કરે છે.

હાલમાં કહ્યું, દીકરા માટે કોઈ કાર નથી ખરીદી
આ પહેલાં સોનુ સૂદનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં સોનુ સૂદ લીંબુ પાણીની દુકાન ખોલવાનો છે, આ દુકાનનું નામ 'સોનુ સૂદનું લીંબુ' પાણી હશે. સોનુ સૂદનો આ અંદાજ ચાહકોને ઘણો પસંદ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ચર્ચા થતી હતી કે ફાધર્સ ડે પર સોનુએ દીકરા માટે લક્ઝુરિયસ કાર ખરીદી છે. જોકે એક્ટરે કહ્યું હતું કે તે કાર માત્ર ટેસ્ટ ડ્રાઈવ માટે આવી હતી. તેણે કોઈ કાર ખરીદી નથી.

ઉલ્લેખનીય છે કે સોનુ સૂદ છેલ્લે ફિલ્મ 'સિમ્બા' માં જોવા મળ્યો હતો. હવે તે અક્ષય કુમાર સાથે 'પૃથ્વીરાજ'માં જોવા મળશે. આ ઉપરાંત સોનુ પાસે સાઉથની ફિલ્મ પણ છે.

અન્ય સમાચારો પણ છે...