એક્ટર રાજકારણથી રહેશે દૂર:સોનુ સૂદે બહેન માટે ચૂંટણી પ્રચાર કરવાની ના પાડી, કહ્યું કે- પોતાના દમ પર મોટું પદ પ્રાપ્ત કરે, એક્ટિંગ અને લોકોની મદદ કરીને ખુશ છું

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોનુ સૂદે પોતાની બહેન માટે ચૂંટણી પ્રચાર કરવાની સ્પષ્ટ ના પાડી દીધી
  • એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે માલવિકાને પાર્ટી મોગાથી ચૂંટણી લડાવી શકે છે.

કોરોનાકાળમાં લોકોની મદદ કરીને ચર્ચામાં આવેલો એક્ટર સોનુ સૂદની બહેન માલવિકા ચૂંટણી લડી રહી છે. તેને થોડા દિવસ પહેલા કોગ્રેસ જોઈન કર્યું હતું. પરંતુ આ દરમિયાન સોનુ સૂદે પોતાની બહેન માટે ચૂંટણી પ્રચાર કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. તેને જણાવ્યું કે, તે મારી બહેનનો નિર્ણય છે, તેનાથી મારે કઈ લેવાદેવા નથી. હું તેના માટે કેમ્પેન અથવા રેલી પણ નહીં કરું. એક ભાઈ તરીકે હું ઈચ્છું છું કે તે પોતાના દમ પર સફળ થાય. હું એક્ટિંગ અને લોકોની મદદ કરીને ખુશ છું અને આગળ પણ આવું કરવા માગું છું.

પંજાબ કોગ્રેસના નેતાઓની સાથે જોવા મળ્યો હતો

સોનુ સૂદની રાજકારણમાં જોડાવાની અટકળો પણ ચાલી રહી હતી.
સોનુ સૂદની રાજકારણમાં જોડાવાની અટકળો પણ ચાલી રહી હતી.

આ પહેલા સોનુ સૂદના રાજકારણમાં જોડાવાની અટકળો પણ લગાવવામાં આવી રહી હતી. કેમ કે એક ફોટોમાં તે પોતાની બહેન, CM ચન્ની અને સિદ્ધુની સાથે જોવા મળ્યો હતો. પોતાની બહેનના આ નિર્ણય પછી તેને ટ્વીટ પર જણાવ્યું હતું કે, મારી બહેન એક નવી સફર પર છે, હું ઈચ્છું છું કે તે તેમાં સારું પદ પ્રાપ્ત કરે. એવામાં લોકો એવું માની રહ્યા હતા કે સોનુ સૂદ આગામી પંજાબ ચૂંટણીમાં પોતાની બહેન માટે પ્રચાર કરશે.

મોગાથી મેદાનમાં ઉતરશે માલવિકા પરંતુ સરફ સરળ નથી
એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે માલવિકાને પાર્ટી મોગાથી ચૂંટણી લડાવી શકે છે. પરંતુ આ વાતથી નારાજ મોગાના હાલના ધારાસભ્ય ડૉ. હરજોત કમલના સમર્થક વિરોધ કરી રહ્યા છે. તેમને પાર્ટી હાઈકમાન્ડ પાસે કોઈ બહારના વ્યક્તિને ટિકિટ ન આપવા માગ કરી હતી.

આ કારણે એવી અફવાઓ ફેલાઈ રહી છે કે ભાજપ સોનુ સૂદ પર નિશાન સાધી શકે છે. જો કે સોનુ સૂદે કારણો આપ્યા છે કે આવું નહીં થાય, આવું થવું પણ ન જોઈએ. દૈનિક ભાસ્કર સાથેની વાતચીતમાં સોનુએ સ્પષ્ટ કહ્યું છે કે, મને નથી લાગતું કે આવું છે. મારું કામ તો એક્ટિંગ છે. એક્ટિંગ કરતો રહીશ. રાજનીતિ સાથે મારે કોઈ લેવાદેવા નથી. અત્યારે એક્ટિંગ અને જે લોકોની સેવા કરી રહ્યો છું, તે મારા ટાર્ગેટ છે. વધુમાં વધુ લોકોની મદદ કરી શકું, તે ટાર્ગેટ છે. મારું મિશન પંજાબ સુધી મર્યાદિત નથી. મારું મિશન આખા દેશ માટે છે. હું વધુમાં વધુ લોકો સુધી મદદ પહોંચાડવા માગુ છું.

સોનુ આગળ જણાવે છે કે, પરંતુ હા પંજાબમાં જે બહેન છે, તે કોગ્રેસ તરફથી ચૂંટણી લડી રહી છે. મોગાનો મતવિસ્તાર કોંગ્રેસનો છે. લોકો ત્યાં કોંગ્રેસના છે. તેના માટે લોકો ત્યાં વધુ કોંગ્રેસની સાથે કન્ફર્ટેબલ છે. જે માલવિકા કરી રહી છે. રાજનીતિમાં આવવાનો નિર્ણય હોય કે લોકોની સેવા કરવાનો અને સિસ્ટમમાં પ્રવેશ કરવાનો તે બધા માલવિકાના પોતાના નિર્ણય છે. એક ભાઈ તરીકે તેની સાથે હંમેશાં ઊભો રહીશ. હંમેશાં તેના વિશ કરતો રહીશ. હંમેશાં ગાઈડ કરતો રહીશ. પરંતુ હું પોલિટિકલ ડિસટ્રેક્શન અને એફ્લિએશનથી દૂર રહીશ.

સોનું આગળ પોતાની વાત જણાવે છે કે, મને નથી લાગતું મારે વિચારવું જોઈએ કે મારા પર નિશાન સાધવામાં આવશે. કેમ કે હું બીજેપીને પણ વિશ કરું છું. તે જ્યાં પણ જે પ્રદેશોમાં છે, તે કમાલનું કામ કરતા રહે. હેતુ તો હિન્દુસ્તાન બનાવવાનો છે. સરકારથી શું ફરક પડે છે. મારા બીજેપીના ઘણા સારા મિત્રો છે. હું હંમેશાં લોકો પાસેથી પણ એ જ ઈચ્છા રાખું છું કે દેશને વધુ મજબૂત બનાવવા માટે વધુ સારા કામ કરતા રહે.