તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોલિવૂડમાં વેક્સિનેશન:સોનુ સૂદે કોરોનાની વેક્સિનનો ફર્સ્ટ ડોઝ લઈને 'સંજીવની' પ્રોગ્રામ લૉન્ચ કર્યો

મુંબઈ15 દિવસ પહેલા

સોનુ સૂદે બુધવાર, 7 એપ્રિલના રોજ કોવિડ 19ની વેક્સિન અપોલો હોસ્પિટલમાં લીધી હતી. તેણે 'સંજીવનીઃ રસી જીવનની' પ્રોગ્રામ લૉન્ચ કર્યો હતો. આ પ્રોગ્રામ હેઠળ સોનુ સૂદે લોકોને વેક્સિન લેવા માટે પ્રોત્સાહિત કરશે. હાલમાં દેશભરમાં વેક્સિન ડ્રાઈવને સ્પીડમાં બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

વર્લ્ડ હેલ્થ ડે પર વેક્સિન લીધી
સોનુ સૂદે અમૃતસરમાં અપોલો હોસ્પિટલમાં કોવિડ 19ની વેક્સિનનો ફર્સ્ટ ડોઝ લીધો હતો. 'સંજીવની' પ્રોગ્રામ લૉન્ચ કરીને સોનુ સૂદે કહ્યું હતું, 'મને ગયા વર્ષનો સમય બરોબરનો યાદ છે. ગયા વર્ષે પરપ્રાંતીય શ્રમિકો પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. અમે લોકોને અપીલ કરતાં હતાં કે શાંતિ રાખો અને સલામત રહો. હવે આપણે કોવિડની વેક્સિન અંગે વાત કરી રહ્યાં છે. મહેરબાની કરીને કોવિડની વેક્સિન લો.'

સોનુ સૂદે કહ્યું હતું કે પંજાબના વિવિધ જિલ્લાઓ તથા ગામમાં લોકો વેક્સિન લે તે માટે 'સંજીવની' પ્રોગ્રામ લૉન્ચ કરવામાં આવ્યો છે.

'તારક મહેતા'ની કોમલભાભીએ વેક્સિન લીધી

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં કોમલભાભીનો રોલ પ્લે કરનાર અંબિકાએ હાલમાં જ વેક્સિન લીધી હતી. તેણે સો.મીડિયામાં વેક્સિન લીધાની તસવીર

ઘણાં બોલિવૂડ સેલેબ્સે વેક્સિન લીધી છે. બચ્ચન પરિવાર, મલાઈકા અરોરા, દિલીપ જોષી, સલમાન-સંજય દત્ત, સૈફ અલી ખાન, રાકેશ રોશન, પરેશ રાવલ, સતીષ શાહ, શિલ્પા શિરોડકર, જ્હોની લીવર, મેઘના નાયડુ, શર્મિલા ટાગોર, નીના ગુપ્તા, કમલ હસન, હેમા માલિની, ધર્મેન્દ્ર, અનુપમ ખેર, ગજરાજ રાવ, પરેશ રાવલ, નાગાર્જુન સહિતના સેલેબ્સે વેક્સિન લગાવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો