તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોનુએ કંગના પર વાર કર્યો:સોનુ સૂદે અપ્રત્યક્ષ રીતે કંગના પર વાર કર્યો, કહ્યું- હું ચિંતિત છું એ લોકો માટે, જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર આંગળી ઉઠાવે છે

2 મહિનો પહેલા

સોનુ સૂદે હાલમાં જ બોલિવૂડ હંગામાને આપેલા ઇન્ટરવ્યૂમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હાલની સ્થિતિ પર વાત કરી છે. એક્ટરે કહ્યું, 'ઇન્ડસ્ટ્રીમાં લોકો યુનિટીની વાત તો કરે છે પણ તેને ફોલો નથી કરતા. ઇન્ડસ્ટ્રીના અમુક લોકોનું આના પર સવાલ કરવું ઘણું નિરાશાજનક છે. બોલિવૂડ હજુપણ ઘણી રીતે વહેંચાયેલું છે. જે વસ્તુ આપણને એકબીજા સાથે જોડી રાખે છે, તે મિસિંગ છે.'

મીડિયામાં ઇન્ડસ્ટ્રીની ઇમેજને લઈને સોનુએ શું કહ્યું?
આ વર્ષે ઇન્ડસ્ટ્રીને લઈને મીડિયામાં જે વાતો થઇ તેના પર સોનુએ કહ્યું, 'આ બધું જોઈને હું નિરાશ હતો, પણ સૌથી વધુ નિરાશાજનક વાત એ હતી કે ઇન્ડસ્ટ્રીના અમુક લોકોને આની જ વિરુદ્ધ બોલતા જોવા. આ એ જગ્યા છે, જેના માટે મેં મારું ઘર અને પરિવાર છોડ્યો. અહીંયા મારા બધા સપના પૂરા થયા અને હવે લોકોને આના પર આંગળી ઉઠાવતા જોઈને ખરાબ લાગે છે.'

બધા સફળતામાં સાથે છે, નિષ્ફળતામાં નહીં
સોનુએ આગળ કહ્યું, 'અમારા બધા માટે ઇન્ડસ્ટ્રી એક મોટા પરિવારની જેમ છે, પણ જે ચેન અમને એકબીજાને બાંધે છે, તે મિસિંગ છે. અહીંયા લોકો એકબીજા સાથે તો દેખાય છે, પણ કોઈ અન્યના વખાણ કે સલાહ દેવા નથી આવતા. તે કહે છે કે તે ઇન્ડસ્ટ્રીનો હિસ્સો છે પણ તેમણે પોતાની ચારેબાજુ એક દીવાલ બનાવી લીધી છે. અહીંયા બધા તમારી સફળતામાં સાથે છે પણ જ્યારે તમે ફેલ થઇ જાવ છો તો કોઈ સાથ નથી આપતું.'

20 ગામડાને મસીહાનું વચન
મિર્ઝાપુર અને સોનભદ્રના વિસ્તારમાં ઠંડીને કારણે ઘણી વૃદ્ધ મહિલાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવામાં એક યુઝરે સોશિયલ મીડિયા પર સોનુ સૂદને મદદ માટે કહ્યું. યુઝરે લખ્યું, 'વારાણસીથી લગભગ 80 કિલોમીટર દૂર નક્સલ પ્રભાવિત ક્ષેત્ર મિર્ઝાપુર અને સોનભદ્રના 20 એવા ગામડા છે જ્યાં વૃદ્ધ માતાઓ દરેક વર્ષ એવી આશામાં ઠંડી સહન કરી લે છે કે કોઈ ફરિશ્તો તેની મદદ માટે જરૂર આવશે. હવે તે વૃદ્ધ દાદી અને મહિલાઓની છેલ્લી આશા તમે જ છો સોનુ સૂદ સર અને નીતિ ગોયલ મેમ.'

સોનુએ યુઝરની પોસ્ટ પર રીપ્લાય કરતા કહ્યું, 'હવે બધા 20 ગામડામાં કોઈને ઠંડી નહીં લાગે. તેમનો ઠંડીનો સામાન ટૂંક સમયમાં તમારા સુધી પહોંચી જશે.'

જણાવી દઈએ કે, મિર્ઝાપુર અને સોનભદ્ર સાથે જોડાયેલા 20 ગામડામાં એજ્યુકેશનનું લેવલ ઘણું ખરાબ છે અને ગરીબીની ગંભીર સમસ્યા છે. ઠંડીથી બચવા અહીંયાના લોકો પાસે સુવિધાઓનો અભાવ છે. આવામાં સોનુ સૂદની આ પહેલથી એકવાર ફરી તેમની દરિયાદિલી દેખાઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો