તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદગાર:સોનુ સૂદે અણીના સમયે સારવારમાં મદદ કરી તો મહિલાએ દેવદૂત કહ્યો, વીડિયો જોઈને એક્ટર રડી પડ્યો

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોનુ સૂદે ભારતી નામની યુવતીને નાગપુરથી હૈદરાબાદ એરલિફ્ટ કરી હતી
  • સોનુ સૂદ 'ડાન્સ દિવાને'માં જોવા મળ્યો

ગયા વર્ષે લૉકડાઉનમાં સોનુ સૂદે હજારો પરપ્રાંતીય શ્રમિકોને ઘર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી હાલમાં જ સોનુ સૂદ રિયાલિટી ડાન્સ શો ‘ડાન્સ દિવાને’ના સેટ પર આવ્યો હતો. આ દરમિયાન સોનુ સૂદની આંખમાંથી આંસુઓની ધારા વહેવા લાગી હતી. એક ગરીબ પરિવારે સોનુ સૂદને સમયસર મદદ મોકલવા બદલ તેને દેવદૂત કહ્યો હતો.

સોનુએ હાલમાં જ ગંભીર રીતે બીમાર ભારતીને નાગપુરથી એરલિફ્ટ કરીને હૈદરાબાદ પહોંચાડી હતી. તેને અહીં સમયસર સારવાર મળી રહે એ માટે તેને એરલિફ્ટ કરી હતી. શોમાં ભારતીના પરિવારનો વીડિયો બતાવવામાં આવ્યો હતો. આ વીડિયોમાં ભારતીની માતા એકદમ ઈમોશનલ થઈ ગઈ હતી અને તેમણે રડતાં કહ્યું હતું કે સોનુ સર તેમના માટે દેવદૂત છે. આટલું સાંભળ્યા બાદ આ એક્ટરની આંખમાં આસું આવી ગયાં હતાં.

મદદ માટે લોકો આજીજી કરી રહ્યા છે
કોરોનાકાળમાં સોનુ સૂદ મસીહા બનીને સામે આવ્યા છે. ગયા વર્ષે તેમણે હજારો શ્રમિકોને મદદ કરી હતી. સોનુ હજી પણ મદદ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલાં સોનુ સૂદે સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે તેણે જરૂરિયાતમંદને રેમડેસિવિર ઈન્જેક્શન તથા ઈન્દોરમાં 10 ઓક્સિજન-સિલિન્ડર મોકલ્યાં છે. આ ઉપરાંત તેણે થોડા દિવસ પહેલાં સેન્ટ્રલ ગવર્નમેન્ટમાંથી ઓફલાઈન એક્ઝામ કેન્સલ કરવાની માગણી કરી હતી. જ્યારે CBSEએ ધોરણ 10ની પરીક્ષા કેન્સલ કરી અને 12ની પરીક્ષા મુલતવી રાખી તો એક્ટરે ખુશી વ્યક્ત કરી હતી.

હાલમાં જ પોતાની લાચારી વ્યક્ત કરી હતી
સોનુએ કોરોના દર્દીઓ માટે પૂરતાં બેડ્સ તથા દવાઓની મદદ ના કરી શકવા બદલ લાચારી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું, ‘મેં સવારથી મારો ફોન હાથમાં રાખ્યો છે. દેશભરમાંથી હોસ્પિટલ, બેડ્સ, દવાઓ ઈન્જેક્શન માટે હજારો ફોન આવી ગયા છે. અત્યારસુધી હું અનેકને આ વસ્તુઓ પૂરી પાડી શક્યો નથી. લાચારી અનુભવાય છે. સ્થિતિ ડરામણી છે. પ્લીઝ ઘરમાં રહો, માસ્ક પહેરો તથા પોતાને ચેપથી બચાવો.’

આ સાથે જ સોનુએ કહ્યું હતું, ‘જે કહ્યું, એ કર્યું. હું હજી પણ કરી રહ્યો છું. મને વિશ્વાસ છે કે આપણે સાથે મળીને અનેક જીવન બચાવી શકીશું. આ સમયે કોઈને દોષ આપવાનો નથી, પરંતુ મદદ માટે આગળ આવવાનો છે. આવો, સાથે મળીને જીવન બચાવીએ. તમારા માટે હંમેશાં હાજર છું.’

સોનુ સૂદ પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યો છે
સોનુ સૂદને થોડા સમય પહેલાં જ કોરોના થયો હતો. જોકે તેઓ માત્ર છ દિવસમાં નેગેટિવ આવી ગયો હતો. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં સોનુએ કહ્યું હતું કે તે શાકાહારી છે. તે ફ્રૂટ્સ તથા લીલી શાકભાજી ખાય છે. આ સમય દરમિયાન તેણે વિટામિન, કેલ્શિયમ તથા ઝિંક પુષ્કળ માત્રામાં લીધાં હતાં. બ્રીધિંગ એક્સર્સાઈઝ પણ કરી હતી. પેન ડી 40થી લઈ તાવ આવતો તો ડોલો તથા અન્ય દવાથી સારું થઈ ગયું. નાસ લેવાનું પણ ભૂલ્યો નહોતો.

અન્ય સમાચારો પણ છે...