તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાપાની બેસ્ટ ગિફ્ટ:ફાધર્સ ડે પહેલાં સોનુ સૂદે દીકરાને અઢી કરોડની બ્રાન્ડ ન્યૂ મર્સિડિઝ કાર ગિફ્ટમાં આપી

મુંબઈ3 મહિનો પહેલા
સોનુ બંને દીકરા ઈશાંત તથા અયાન સાથેઃ ફાઈલ તસવીર
  • સોનુ સૂદ પાસે પોર્શે, મર્સિડિઝ બેન્ઝ તથા ઓડી Q7 છે

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ કોરોનાકાળમાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરીને ચર્ચામાં આવ્યો છે. હવે સોનુ સૂદે પોતાના દીકરા ઈશાંતને લક્ઝૂરિયસ કાર ફાધર્સ ડેની ગિફ્ટ આપી છે. ઉલ્લેખનીય છે કે 20 જૂનના રોજ વિશ્વભરમાં ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવશે.

વીડિયો વાઇરલ

હાલમાં એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો પ્રમાણે, સોનુ સૂદે પોતાના દીકરાને મર્સિડિઝ કાર ગિફ્ટ કરી છે. સોનુ સૂદે દીકરાને બ્લેક રંગની મર્સિડિઝ મેબેચ GLS600 મોડલ ગિફ્ટ કર્યું છે. આ મોડલ હજી ભારતમાં અઠવાડિયા પહેલાં જ લૉન્ચ થયું છે. આ કારની કિંમત અંદાજે અઢી કરોડ રૂપિયા છે.

સોનુ પાસે આ કાર છે
સોનુ પાસે ઓડી Q7, પોર્શે તથા મર્સિડિઝ બેન્ઝ ML ક્લાસ જેવી કાર છે. સોનુ સૂદના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે 'પૃથ્વીરાજ' તથા 'આચાર્ય'માં જોવા મળશે.

સોનુ સૂદે કારની ડિલિવરી લીધી તે વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે

સ્કોલરશિપની જાહેરાત કરી

તાજેતરમાં સોનુ સૂદે સિવિલ સર્વિસમાં જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપની જાહેરાત કરી હતી. તેની આ પહેલની નામ સંભવમ છે. સોનુ આ પહેલ હેઠળ IASની તૈયારી કરનારા વિદ્યાર્થીઓની મદદ કરશે. સોનુએ સો.મીડિયામાં આ અંગે જાહેરાત કરતા કહ્યું હતું, IASની તૈયારી કરવી હોય તો અમે તમારી જવાબદારી લઈશું. સોનુએ સ્કોલરશિપ માટે અરજીઓ મગાવી છે અને તેની છેલ્લી તારીખ 30 જૂન છે. ઈચ્છુક લોકો સૂદ ફાઉન્ડેશનની વેબસાઈટ www.soodcharityfoundation.org પર વિઝિટ કરી શકે છે.

16-18 ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરશે
હાલમાં જ સોનુ સૂદે સો.મીડિયામાં જાહેરાત કરી હતી કે તે દેશભરમાં અંદાજે 16-18 ઓક્સિજન પ્લાન્ટ વિવિધ રાજ્યોમાં શરૂ કરશે. સોનુએ કુરનૂલ તથા નેલ્લોર, મેંગલોરમાં ઓક્સિજન પ્લાન્ટની શરૂઆત કરી છે. તે ટૂંક સમયમાં તમિળનાડુ, પંજાબ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ સહિત ઘણાં રાજ્યમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરશે.

સોનુએ કહ્યું, ઓક્સિજન પ્લાન્ટ માટે પ્લાન કરો
સોનુને આ વિચાર કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની અછતને કારણે થયેલા મોતને કારણે આવ્યો હતો. સોનુએ પોતાના ચાહકોને અપીલ કરી છે કે જ્યાં પણ ગરીબોની મફતમાં સારવાર થાય છે, તે હોસ્પિટલમાં તે આ પ્લાન્ટ્સને શરૂ કરવાનો પ્રયાસ કરે. શું ખબર તેમના હાથમાં કોઈનો જીવ બચાવવાનું લખ્યું હોય.

અન્ય સમાચારો પણ છે...